ટાપર
રોડ, મહેતા હાઉસ, ૩૦ માર્ચ '૫૬
હેમેન્દ્ર,
તારુ લખેલ એક પોસ્ટકાર્ડ
અને પત્ર ગઈ કાલે
મળ્યા છે વાંચી અત્યંત
આનંદ પરંતુ તે પત્રોમાં તો
મને માત્ર ધમકી જેવું જ
લાગ્યું અંદર કાંઈ જ
નવીન ન હતું.
હું
કાઠીયાવાડમાં તારીખ ૧૬ મીએ દાખલ
થયો હતો અને મારૂ
આવવાનું અચાનક થવાથી તારી પરવાનગી નહોતી
મેળવી તે બદલ હું
મારો ગુન્હો કબુલ કરું છું
અને તે માટે "તમે"
જે કાંઈ શિક્ષા ફરમાવશો
તે કબુલ છે! પરંતુ
શિક્ષા કરતો વખતે એટલું
ખ્યાલમાં રાખશો કે આ શિક્ષા
હું ફક્ત સુરેન્દ્રનગર અગર
મુંબઈ જ ભોગવી શકું.
બીજું
તે રાજકોટ આવવા માટે ઘણો
જ આગ્રહ ભર્યો પત્ર લખ્યો છે
અને મારે મારૂ મન
પણ ઘણું જ તલપાપડ
થઈ રહ્યું છે પરંતુ પહેલા
તેં પત્ર લખ્યો હતો
કે આ વેકેશનમાં હું
મુંબઈ
આવવાનો છું તો પછી
શા માટે મને પ્રયાશમાં
ઉતારે છે? તારા મોટાભાઈ
આવે કે તુરત તું
અહીં આવજે અને પછી
તે જ દિવસો આપણે
આબુ તરફ અગર મુંબઈ
જતા રહીશું. જગદીશને પણ પત્ર લખીશું
તો કદાચ(?) તે પણ આવશે.
આ
વેકેશનમાં મેં જગદીશ અને
મારા થોડા મિત્રોએ આબુ
તથા માથેરાન જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારૂ
આ બાજુ અચાનક આવવાથી
હવે તેઓએ શું કર્યું
છે તે પણ ખબર
નથી.
હું
અહીં આવ્યા પછી તે જ
દિવસે એટલે કે ૧૬
મીએ સાંજે પાલીતાણા ગયો હતો અને
ત્યાં પાંચ છ દિવસ
રોડાયેલો પછી ત્યાંથી આવીને
એક દિવસ ઘોઘા જઈ
આવ્યો અને હવે પછી
અઠવાડિયામાં જ મુંબઈ જવા
વિચાર છે. અહીં બહુ
જ કંટાળો આવે છે. આખો
દિવસ એક વર્ષ જેવો
મને તો લાગે છે.
તો હવે તારા ભાઈ
આવે કે તુરત * તું
અહીં આવી જઈશ જેથી
આપણે અહીંથી મુંબઈ અગર તું કહીશ
ત્યાં જઈ શકીશું.
આશા
રાખું છું કે તું
આ પત્ર સાથે સંમત
થઈશ.
એજ
લી. નરેશ



No comments:
Post a Comment