Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Sunday, 19 March 2017

BAPUJI - 20/03/1957

વડિયા. તા. ૨૦..૫૭

ચિ. ભા. જંટુક, ચિ. પહેલાંનો મારો પત્ર મળી ગયો હશે. બે દિવસ પહેલાં રાજકોટ હતો ત્યારે તારો મોટાભાઈ ઉપરનો ઈંગ્લેન્ડમાં લખેલો પત્ર વાંચ્યો. ત્યાં માત્ર ૧૧ અઠવાડિયામાં તારે પુરા ક્રિયા ના અભ્યાસ અને થીસીસ ત્યારે અન્ય કાર્યો માટે સમય ઘણોજ ટૂંકો હોવાનાં કારણે બધા કાર્યો ને પહોંચી વળવા આંખોની તારી જીંદગી સફળ સમજાય તેવી છે. ત્યારે ટૂંકમાં બાકીનાં યુનિટ પૂરા કરવા માટે વધારે પડતા વિષયો લેવા નહોતા. તારે ડીગ્રી મેળવવા માટે ઓછી ટકા વધારે સંભાળવું એમ તો આટલો બધો strain પડત. શરીર અને મન ઉપરનો બોજો પોતાની શક્તિનું માપ કાઢીને વધારવો ઘટે. ખેર હવે તેવા વિચાર કરવાનો અર્થ નહિ. પરંતુ પરિણામનું ચિંતન અને ફીકર રાખ્યા સિવાય જેટલું થઈ શકે તેટલું કરવું. મન ઉપર તેનો ભાર રાખ્યા સિવાય અનાસક્ત ભાવે જેટલું થઈ શકે તેટલું કરી છૂટવું. પ્રભુ દયાળુ છે, એમાં પૂરો વિશ્વાસ રાખવો. પરિણામની ચિંતા પ્રભુને સોંપી હિંમત હારવી. અને કદાચ નાસીપાસ થવાનો પ્રસંગ આવે તો પણ મન નિરાશ થવા દેવું. ઈશ્વરને ધાર્યું હશે તે થશે. પ્રમાણિકપણે અને અનાસક્ત ભાવે પુરુષાર્થ કરી છૂટવો. તારા વિષે અને અહીંયા ચિંતા કે દુઃખ થાય તેનો લેશ માત્ર પણ વિચાર કરવો. તારા પુરુષાર્થમાં પરમ કૃપાળુ પરમાત્મા તને સહાય કરે અને તને અંતરથી પ્રભુમાં કીર્તિય ઘી ચટ્ટ તને કુશળ રાખે. જામનગર નાં ડૉક્ટર માણેકલાલ આપણી સાથે ગઈકાલે રાજકોટથી ઓપરેશન અટકાવી પાછા ડ્રાઈવર માણેકલાલ આવ્યા છે. વધારે જરૂર પડે ત્યારે મંગાવી લેજો. એમાં તારું કામ પૂરું થતાં સુધી તારે social programમેં પડતા મુકી દેવા પડશે. કપરા સમયમાં પ્રભુ તને ordeal માંથી પાર ઉતારી આપે. એટલે એના મહાન ઉપકાર એની કૃપા તને સહાયભૂત થશે. તને ભવિષ્યમાં અને ઉપયોગી નિવડે તેવા વિષય અને અભ્યાસ માટે માર્ગદર્શન આપવા માટે દિલ્હી શ્રી મનુભાઈ શાહ (Ministry for Heavy Industries) ને પત્ર લખીને પુછાયું છે. એમના તરફથી આવનારો આદેશ તને તે પહોંચતો આપશે. અને તેમ રાજકોટમાં સૌ કુશળ છે પણ તારે સમયને બચાવવા માટે બહુ લાંબા પત્રો અને અમને પણ લખીશ નહીં. માત્ર તારી તબીયતના ખુશી ખબર લખી મોકલવા નિયમ બરાબર રાખજે. બાકી કુશળ - પરમકૃપાળુ પરમાત્મા તારું સર્વ પ્રકારે કલ્યાણ સાધે.

લિ. બાપુના આશીર્વાદ

 


No comments:

Post a Comment