To, Pushpa A. Khara c/o Khara
Bros., 203/1 Harrison Road, Calcutta . 7.
H. C. Parekh B-77 Engineering
Hostel, Vallabh Vidyanagar via Anand.
Hamendra
૮મી
સપ્ટે. ૧૯૫૨ વિદ્યાનગર
પ્રિય
બહેન, તમારો પત્ર મળ્યો. દિલગીરી
નથી પત્રવ્યવહાર આપણો, પણ છેલ્લા બે
પત્રિકાથી હંમેશ તમારા પત્રની રાહ જોતો હતો.
તમને એમ થશે કે
તે પછી મેં શું
કામ પત્ર ન લખ્યો!
મને થોડો ગુસ્સો ચડેલો.
રક્ષાબંધનને દિવસે તમારા પત્રની અપેક્ષા રાખેલી. પરંતુ એ ન મળ્યો
ત્યારે સખત નિરાશામાં ડૂબી
ગયો હતો, એ એટલે
શું લખું! ઉભરાઈ ગયા પછી મનનું
મન ઠેકાણે કરવું બહુ અઘરું થઈ
ગયું. હૃદયનો એ પરિતાપ જ્યારે
અસહ્ય બને છે ત્યારે
બધીયે ચિંતા ને પત્ર ન
લખવો એમ વિચારી, ફરી
બેસું છું. પણ એ
આ બધી માયામાંથી બહાર
નીકળવું છે. બહેન, સાચું
કહું તો 'અતિસ્નેહ પાપશંકા',
એમ મને પણ વિચારે
તમારા બધાનો અતિશય પ્રેમ સાંભરી આવે છે ત્યારે
દિલમાં જેવી તેવી વ્યથા
છવાઈ જાય છે. મેં
તને...
અગાઉ
પણ લખેલું એ મુજબ આ
બધી જ એ પ્રભુ
નું પાયા સ્વરૂપ જ
છે એવું હું માનું
છું. પરંતુ એ બંધનો ને
તોડી નાખવાની શક્તિ મારામાં નથી આવી. એટલે
અત્યારે તો મારી દશા
ત્રિશંકુ ના જેવી થઈ
છે. I want the
salvation of my soul. But there are two ways: one is that of absolute 'વૈરાગ્ય' and 'નિવૃત્તિ' while the other
one is that of Lord Krishna – the way of 'નિસ્વાર્થ
કર્મ'. I will try out
the later one, first! રસ્તામાં
ઘણી મુશ્કેલીઓ અને ભય છે.
એનો સામનો કરવા તમારા આશિર્વાદની
જરૂર છે બહેન, – હું
એને લાયક થઈ – થવા
પ્રયત્ન કરીશ અને પછી
તો 'ચાલ્યો જજે, તું જ
ભોમિયો લાવનાર છે, બાપુ!' વધુ
શું? ચંદાબહેનને પત્ર લખવા જરૂર
કહેજો. 'પ્રવાસી' માં આ વખતે
એમનું જ નામ જોયું
ને? તબિયત-પાણી સારા હશે.
'બળદિયો' નોકરી પરથી છૂટો થયો.
હું હવે નિયમિત પત્ર
લખીશ. લિ. બટુક ના
પ્રણામ.
તા.ક. તમારા પત્ર
ઉપર જૂનું સરનામું હતું. શું તમો એમ
માનો છો કે હું
હજી ઈન્ટરમાં જ છું? ત્રણ
વર્ષ પછી તો હું
એન્જીનિયર થઈ જઈશ – સમજાય
છે ને?
સરનામું:-
ROOM NO. B-77 Engineering Hostel Vallabh Vidyanagar Anand




No comments:
Post a Comment