- ૧૩-૬-૭૩
- મુંબઇ.
પ્રિય બહેન,
મોટાભાઇ ના કાગળ પરથી
ખબર પડ્યા કે તમારી તબિયત
સૌધ ખરાબ થઇ ગઇ
છે અને પેટનો સખત
દુખાવો છે. એમના લખ્યા
મુજબ મુંબઇમાં તપાસ કરાવી પછી
ટ્રીટમેન્ટ બદલવાની ખાસ જરૂર છે.
તમે અહિં આવો ચિંતા
થાય કે તકલીફ પડે
એ અણથી લખવામાં સંકોચ
કર્યો તેથી તો અમને
વધારે દુઃખ થયું. બા-બાપુજી ના ગયા પછી
આ પ્રમાણે ભેદભાવ રાખવો એ યોગ્ય નથી
તો અહિં આવવાનું નક્કી
કરી તુરંત જ તાર
થી ખબર આપશો.
અહિં આવ્યા બાદ ડો. ઝાટકિયા
ની સલાહ લઇ જે
કોઇ સ્પેશીયલીસ્ટ ને બતાવવું જરૂરી
લાગે તે તુરંત બતાવી,
દવા ચાલુ કરી દેશું
તો જેટલું જલ્દી અવાય થાય તેટલું
કરજો.
અમારી સૌની તબિયત સારી
છે નિર્મિત-મનીષ ની સ્કુલ
સોમવાર થી ચાલુ થઇ
ગઈ છે. મારે પણ
ફેક્ટરી માં એક માસનો
ટૂંકો હડતાલ ચાલી - હવે ચાલુ છે.
પુ. અમુભાઈ-શૈલેશ-જયશ્રી ને યાદી.
લી. બટુક ના
વંદન.



No comments:
Post a Comment