Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 31 March 2017

JAGDISH SHAH - 19/12/1956

Dec. 19, 1956 Lawrence.

Mein lieber Jagdish, Wir haben während einer langen Zeit nichts von einander gehört. Es macht mir viel Freude, Dir die besten Grüße der Jahreszeit zu senden und zu sagen "Frohe Weihnachten und ein glückliches Neues Jahr". Wir sollten im kommenden Jahr mehr von einander hören lassen. Ich bin sehr gespannt, all die Neuigkeiten über Dich zu erfahren, und sobald Deine Antwort eintrifft, werde ich Dir meinerseits die Nachrichten von mir senden.

Herzliche Grüße, Hemen.

 

My dear Jagdish, We have been silent for a long time. It gives me great pleasure to send you season's best greetings and say "Merry Christmas and a happy new year". Let us hear more of each other in the coming year. I am really anxious to hear all the news about you and upon your reply , I will send the news from my side.

With love Hemen.

 

 


JAGDISH SHAH - 21/01/1955

24 Klein Schmidt Strasse 24 Heidelberg. 21st Jan. '55

પ્રિય હેમેન્દ્ર,

ઘણી અપેક્ષા અને શાંતિ રાખ્યા બાદ આજે મને તારો બીજો પત્ર મળ્યો. તા ૧૬--૫૫ નો પત્ર અઠવાડિયા બાદ મળ્યો. માનીશ નહી અઠવાડિયે ફક્ત બે પત્રો મને મળ્યા છે. સુતારી અને રા ગીરીશ નો ગીરીશને હજુ પ્રત્યુત્તર આપ્યો નથી. આજ કાલમાં લખી નાખીશ. માથા ઉપરથી જે બોજો હલકો થયો હોતતો આપત. Pending રાખવાનું મન થાય છે પણ ધરાઈને પ્રત્યુત્તર આપવામાં કેટલીજ ઢીલ થાય છે તેથી તને પત્ર લખવા બેઠો છું. અને પાછું તે લખેલ આશા નિરાશા માં ફેરવાય તે પણ મારે જોવાનું છે. And so my letter did serve you. "A friend in need is a friend indeed." Thank goodness my letter reached in time and you were saved from the fuss.

તારા પત્ર નો satisfactory જવાબ આપી શક્યો તે બદલ દિલગીર છું. અને બની શકે તેવી કોશીશ કરી હતી પણ મારા ધાર્યા પ્રમાણે નકામા થયા છું. જે આજે તને Air letter લખવાનો વિચાર કરતો હતો પણ તારા નામનું અગાઉથી Cover Address ઠેકાણે તેમજ ઈશ્વર લખેલું અને ટીકીટો પણ મારા ફેર નથી ફક્ત ૧૦ પાઉન્ડ નો ફેર છે. નરેશનો જલ્દી તારીખ પત્ર પુરો થયા એમાં તારું કઈપણ વિચારવા થશે. ધારું છું કે Exam તૈયારીમાં હશે. મારે Exam ની ચિંતા કરવાની નથી. અહીં Exam જેવું કંઈ છે નહી. I mean after "matric" (Deutschland) students enter the university and has to do only 2 examinations before his or her Doctorate. And that too it is not compulsory or force or in a specified time of 2 yrs (in 4 yrs) he must do his fore-diploma or diploma. He or she can do the examination after completing the lab. work. Most of the time the students are in lab. It all depend upon the ability of the student. No compulsory attendance in the lab or the lectures. After the diploma examination we have to work for the diploma. Arbeit which is just nothing but thesis. After submitting the thesis one gets the diploma and then can he or she continue, if at all he or she wants to-Doctorate.

 

Usually the students after the fore-diploma are serious but not as serious as they ought to be. But when the examination is to be made, boy there is nothing on the earth which will stop them. So this is in short everything about the student's life in study. It is better for me to write about their private life at later stage, for I know not much of it. Freedom given to students is much even girls enjoy and they have a right too. Hamendra, one thing which strikes me about the student's life here and to my of personal opinion, this life is good. When you have a good freedom with the girls you will definitely not think of them.

તરસ્યાને મધ નો પ્યાલો આપવાને બદલે "સરોવર" ધર્યું હોય તો તરસ્યો પોતાની મેળે તૃપ્ત થાય? સરખામણી તરસ મટી જાય. For girls વધે છે. I have a lot of friends and you know why I keep them? Only to learn the language. Frauen = women have a tendency to speak more. And their company is also enjoyable.—Please read the other part in the other sheet.

 

And after the World-war Germany is "over flooded" with females. I had a introduction the day I entered Heidelberg and then due to my absence I missed a lot. But being a "pakka Bania" I have made up the loss by having more introduction and at present enjoying their company. It was a good advise I received from you about the hostal. You are care free and are, yourself, out well to do what you please. Suitable for a good man. "You have a good opportunity and must make use of it." Last Sunday I had introduction with a Sweet Seventeen. And you will not believe it they look 19-20 but are only 16 & 17 yrs. old. That's the mystery of life here. Let us both us at the age of 19-20 they look like 25 Yrs. of age. No body is force and always shy but these are the characteristis of an Indian girl. I don't think any Indian girl can love a foreigner as they will always before hand And also of at all allow, she will try to avoid as far as possible. I am talking very freely, and "amerana" staying very comfortably for about 2 1/2 hr. I heard the radio you know, Carnival is coming on 22nd feb. I hope I can enjoy it in real sense. For the time being I shut my pen and sleep well. Now good slept good last week. (23rd) Got up at 9-30 and "packed" all my dirty underwears for the "Washing". Here they don't charge as per piece as but on the weight and if "ironed" then it costs more. Only washed & dried is cheap. Some shirt costs 0.90 DM and a trouser 2.80 DM But the washing and the Ironing is very good. Though my shirts are dirty the starch collars have the same stiffness as newly washed. You should have seen my newly washed pants. Boy! That's called washing.—On Wednesday we all the Indians are meeting once again to celebrate the Republic day. The "most unfortunate thing is we haven't got a radio or any records. The no. of Indian (students) is increasing. Now we are 14 with more to come—I am doing most probably my examination in December before that I'll work for my

 

"diploma arbeit" which is a course of 9 months (Usually). Usually this work is done after the examination. After this week I'll be doing the literature preparation.

21st Feb. '55

It is nearly after a month I am writing you to complete the incomplete letter. For last 15 days I thought and thought over what I should write and until now haven't got any idea. About studies I have already started with the literature preparation. One is complete and will day after tomorrow start the IInd. This term I don't think I'll be able to finish organic preparations and am going to Leverkusen (near Cologne) on 5th March for practical training for 2 months. Hamendra, I would like to answer to your question "if students can work during vacation". Well you can. e.g. my friends will work in the factory which pays 1.60 DM per hour. and the boarding and lodging are cheap. I don't know about the engineer students but I am sure one can work. There is a special branch dept. in the university where you can ask, if there is any work for me, and done be with their help if you are lucky you will get anywhere. In a way the money problem can easily be solved. But you should not depend.—It is difficult to study in English in Germany. Exams are to be done in German. and there is no written examination.

My Diploma I intend to do next winter and then Doctorate.—If you have anything in mind you can without hesitation ask me. Now to write in Gujarati.

છેલ્લા ત્રણ દિવસથી સ્નો પડે છે અને છેલ્લા અઠવાડિયે Exam. Snow પડવા માંડ્યા બાદ પણ મારી નાકની તકલીફ થોડી વધી. ખબર નથી પડતી કે શા કેમ તકલીફ શરુ થઈ! શ્વાસ લેવામાં તકલીફ થાય છે પણ નાકના ટીપા છે સારું છે. મહેરબાની કરી ઘરે લખતા નહીં. અહીં આવ્યા પછી ઘણી છોકરીઓ સાથે ઓળખાણ કરી. અને ઘણી જલસા ને થોડા વખત પછી રજા આપવાની છે. તે ભાષા પર થોડો કાબુ આવ્યો છે. ઘણા શબ્દો જાણવાની જરૂર છે ખાસ નવીન તો નથી. પરીક્ષામાં તને સફળતા મળે એમ ઈચ્છું છું. નવીન સમાચાર હોય તો જરૂર જણાવજે. ઘરમાં બધાને મારા પ્રણામ. વિરેન્દ્ર ને યાદ.

એજ લિ. પ્રત્યુત્તર ની આશાવાદી ગોટી

 





Thursday, 30 March 2017

NARESH - 13/09/1952

To, Hemendra C. Parikh

B 77 Engineering Hostel,

Vallabh Vidyanagar, via - ANAND.

૨૦, ગોખલે રોડ (નોર્થ) થે માળે. મુંબઈ ૨૮. ૨૩--'૫૨

૧૧ હેમેન્દ્ર,

 

તારું એક પોસ્ટ કાર્ડ અને Air Mail letter મળ્યાં પરંતુ મળ્યાં જેવા . “તારા પત્રની રાહ જોઉં છું” - હેમેન્દ્ર. - સિવાય પત્રમાં કાંઈ હતું. તને કદાચ પત્ર લખ્યાનો આનંદ થતો હશે પરંતુ મને તો તારા પત્રોથી જરાય સંતોષ કે તારા તરફથી પત્ર આવ્યાનો આનંદ અનુભવાયો હતો. તને કદાચ એમ થતું હશે કે મેં ત્રણ ત્રણ પત્રો લખ્યાં પરંતુ નરેશ તો જવાબ આપતો નથી. તા. ૨૩--'૫૨ રાતના ૧૦ તારો તારીખ ૧૬ મીનો લખેલ પત્ર પણ ગઈ કાલે રાતના વાગે મળ્યો. પત્ર લખવામાં મારી ખૂબ ઠીલ થઈ છે તે હું કબુલ કરું છું પરંતુ તેનો અર્થ જરા પણ એમ નથી થતો હું તને યાદ નથી કરતો. હંમેશ તું બે થી ત્રણ વાર યાદ આવે છે. - વર્ષ પહેલા પસાર કરેલા દિવસો ઘણીવાર તાજા બની આંખ સમક્ષ બનતાં હોય તેવો ભાસ

 

થાય છે. ખેર! તું તે બધું ક્યાંથી સમજી શકે? તને તો પત્ર સાથે સંબંધ. પત્ર લખવાનો તો ઘણીવાર વિચાર થાય છે પરંતુ પત્રમાં લખવા માટે કાંઈ સામગ્રી તૈયાર હોતી નથી. અને હું તારા જેમ - “પત્રની રાહ જોઉં છું” - સાથે પત્ર પુરો કરવામાં માનતો નથી. મને હંમેશા ટૂંકા પત્રો લખવા કે સ્વીકારવા ગમતા નથી; ટૂંકા પત્રોથી મને જરા પણ સંતોષ થતો નથી અને મળ્યા જેટલો આનંદ પણ થતો નથી. જ્યારે તારો ૧૬ મી નો પત્ર વાંચી ને મને પત્રનો ઉત્તર આપવાનો વિચાર થયો કારણ કે તે ટૂંકો હતો, તે પત્રના જવાબ રૂપે લખવા માટે પણ મને અનેક વિચારો આવતા પરંતુ જ્યારે અત્યારે રાતના લખવા બેઠો છું ત્યારે કોણ જાણે ક્યાં રમુજી અને ભાવનાભર્યા વિચારો જતા રહ્યાં છે ? પત્ર દ્વારા હું બનતા સુધી તારા કે પાંચ પત્રોના જવાબ આપું છું. જો કે તારા બે ત્રણ પત્રો તો એક લાઇનના હતા અને તેનો ઉત્તર પણ હું એક લાઇનમાં આપી શકેત કે :- તારો પત્ર મળ્યો છે અને

તારા પત્રની રાહ જોઉં છું - પરંતુ મેં તને ઉપર જણાવ્યા પ્રમાણે મને તે પસંદ નથી. હું ધારું છું કે તારા સર્વે પત્રોના જવાબ રૂપ એક લખાણ ભર્યા પત્રથી તને જરૂર સંતોષ થશે અને જે ખોટા વિચારો તારા મનમાં પેસી ગયા છે તે દૂર થશે? બીજું હાલ નવરાત્રીના ગરબાઓનો પ્રોગ્રામ અહીં શિવાજી પાર્કમાં હંમેશ થાય છે અને તેમાં આપણા જુનાં મિત્રોરણછોડ, બટુક - રાજેન્દ્ર - મહેન્દ્ર - દુસેરાય - ભટ્ટ '(ચંકોડી)' વગેરે મળે છે. સર્વે તને યાદ કરતા હતાં. મને મનમાં થતું કે કોઈક તારું એડ્રેસ મારી પાસે માગશે પરંતુ મારી ધારણા તો મનમાં રહી ગઈ. સર્વે મિત્રો મને બે ત્રણ વર્ષે મળ્યાં છે હંમેશ મળતા નથી તો તને કદાચ મારી ઈર્ષા આવતી હોય તો તે દૂર કરજે. તેઓ તો માત્ર નામના અને ઓળખાણ પુરતાના મિત્રો છે. એજ પ્રશ્નથી મને શાંતિ થઈ કે નહિ? થઈ હોય તો જરૂર તાર કરજે પરંતુ એટલું જરૂર ધ્યાનમાં રાખજે કે તારનો ઉત્તર તાર જેટલા શબ્દો દ્વારા હું તને પત્રથી આપીશ

એજ નરેશ.

 

Naresh D. Shah

20, Gokhle road (North) BOMBAY - 28






NARESH - 11/04/1951

પ્રતિ, હેમેન્દ્ર ચુનીલાલ પારેખ,

૩૧, પટેલ બિલ્ડીંગ, પાવર હાઉસની બાજુમાં, રાજકોટ (સૌરાષ્ટ્ર)

 

તા. . તારી બેગમાં બે ચાર કપડાં મુકી શકાય તેટલી જગ્યા રાખજે. કારણ રૂબરૂમાં. ભુલતો નહિ.

ટાવર રોડ, મહેતા હાઉસ, સુરેન્દ્રનગર, ૧૧--૫૧.

હેમેન્દ્ર,

હમણાં જગદીશકાકાનો પત્ર મળ્યો છે અને તેનો જવાબ આપીને હર્ષ તને પત્ર લખું છું.

જગદીશકાકા અને મિત્રો મુંબઈથી તારીખ ૧૪ મીને શનિવારે સાંજે જનતા મેઈલમાં નીકળીને આબુ તરફ જવાના છે અને આપણને અમદાવાદ સ્ટેશને મળવાનું લખ્યું છે તો મેં પ્રમાણે આપણો કાર્યક્રમ ગોઠવ્યો છે.

આપણે પણ તારીખ ૧૪ મીને સાંજે મેઈલમાં નીકળી અમદાવાદ જવું. આપણે લગભગ રાતના ૧૦|| - ૧૧ વાગે અમદાવાદ પહોંચી જઈશું. ત્યાં આખી

 

રાત waiting room માં ગાળી સવારે જનતા મેઈલમાં આવનાર મિત્રો તેમજ કાકાનું સામૈયું કરી તેમની સાથે મળી જઈશું. તું અહીં તારીખ ૧૩મીએ આવી જજે. આપ ત્યારે અગાઉથી પત્ર લખજે અને ક્યાં સ્ટેશને ઉતરીશ તે પણ લખજે કારણ કે સુરેન્દ્રનગરનાં પાંચ સ્ટેશન છે.

સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર કેમ્પ, — ગેટ , — સીટી વગેરે. કદાચ પત્ર મને મોડો મળે અને મારાથી સ્ટેશને આવી શકાય તો પણ ગભરાઈશ નહિ. કોઈ પણ ગાડીવાળાને કહેજે કે ટાવર પાસે મોહનલાલ ઠાકરશીને ત્યાં લઈજા તો તને તે સીધો લાવશે. નહિતર ટાવર પાસે આવીને કોઈને પણ પુછીશ તો તે ઘર બતાવશે.

 

વિરેન્દ્રને પણ સાથે લાવજે.

આજ સવારે તારો પત્ર મળ્યો વાંચી અત્યંત આનંદ અને ઉલ્હાસ છલકાઈ ગયેલ, કે પાંચ વર્ષે મને મારો મિત્ર મળવાનો છે પરંતુ ઘડિયાળના કાંટા ફરતા ગયા તેમ તેમ તો ચિંતા થવા લાગી. અને અંતે તું આવ્યો ત્યારે ખૂબ લાગી આવ્યું. ખરાની ચાર પાંચ વાર તપાસ કરી તો માલુમ પડ્યું કે તે તો આવી ગયા પછી હું અને મારા મામા અહીંની દરેકે દરેક લોજ પણ ફરી વળ્યા પણ જ્યાં તું ક્યાંક દુર જઈને પડ્યો હોય તો અહીં ક્યાંથી મળે? ખેર હવે તો આશા રાખું છું કે તું ૧૩મી જરૂર જરૂર આવશે.

પત્ર તુરત લખજેમારૂં પોસ્ટકાર્ડ મળ્યું હશે?

નરેન્દ્ર

 





NARESH - 09/04/1951

To,

હેમેન્દ્ર, ચુનીલાલ પારેખ

૩૧, પટેલ બિલ્ડીંગ,

પેપર હાઉસની બાજુમાં

રાજકોટ (સૌરાષ્ટ્ર)

 

સ્થળ - ઓફિસ, સુરેન્દ્રનગર,

તા- --૧૯૫૧

 

હેમેન્દ્ર,

 

મારો તારીખ ઠ્ઠીનો પત્ર મળ્યો હશે ? જવાબ નથી તો જરૂર લખજે.

બીજું આજ મુંબઈથી પત્ર હતો કે આબુનો પ્રોગ્રામ ત્યાંના અશાંત વાતાવરણને લીધે બંધ રાખ્યો છે અને મારા ત્યાં ગયા પછી બીજે ક્યાંઈ જવાનો કાર્યક્રમ ગોઠવશે. મને જેમ બને તેમ જલદી બોલાવ્યો છે, તો તું જેમ બને તેમ જલદીથી અહીં આવજે પછી આપણે અહીંથી સાથે જઈશું. તું અહીં સવારે આવજે અને સાંજે મેઈલમાં આપણે મુંબઈ તરફ જઈશું. તો જેમ બને તેમ તુરત અહીં

 

આવી જજે અગર તુરત મને જણાવજે તો હું જતો રહું. તારી રાહ જોઈને અહીંના કંટાળા ભરેલા દિવસો બગાડું છું તો તુરત આવી જજે અગર પત્રથી જવાબ આપજે. હું કાલ પરમ દિવસ મુંબઈ સદાય જતો રહીશ તો જરૂરથી તું આવી જજે.

 

એજ

નરેશ