Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 02/01/1959

To, Hemendra C. Parekh

C/o. Dr. K. U. Zatakia 34,

Nepeansea Road Maheswari Mansion 1st Floor

Bombay 6

 

વાડિયા, તા. ..૫૯

 

ચિ. ભા. બટુક.

ચિ. તમારી તા. ૨૫/૧૨ નો પત્ર ત્રણ ચાર દિવસ પહેલાં મળ્યો. વાંચી વિગત જાણી.

શ્રી વલસાડ વાળા કિશોરલાલ ભાઈની પુત્રીના સંબંધમાં તા. ૨૫મીએ ખોરાદશને લખેલા પત્રનો જવાબ હજુ સુધી આપના તરફથી મળ્યો નથી, એમને આપ(શું) છેવટ બિંદુ સપલન કીધું તે સારૂં કર્યું. કુટુંબની માહિતી મેળવવા માટે રાજકોટ ચિ. તા. અનિલ તથા સૌ. બહેન ઇન્દુને પત્ર લખેલ છે. એમના તરફથી શું ખુલાસો આવશે તે જોઈશું.

જૂનાગઢ વાળા શ્રી જયંતિલાલભાઈને ત્યાંથી આપનાં બરોડા કુટુંબને તો આપણે સારી રીતે ઓળખીએ છીએ. કુટુંબ ઘણું ખાનદાન છે. માણસો સારા, સજ્જન અને નરમ છે. મારો તેમ તમારા માતુશ્રીનો મત એવો છે કે સાવ અજાણ્યામાં પડવું. ગઈકાલે મુંબઈથી રા.રા. શ્રી ઇન્દુભાઈ ગઠારીયાના તરફથી શ્રી જયંતિલાલભાઈ શાહની પુત્રી ઊર્મિલા (ઉંમર વર્ષ ૨૧) નું સગપણ તમારી સાથે કરવા માટે પેગ આવ્યા છે. અને એમના પત્રની સાથે શ્રી જયંતિલાલ શાહનો આખો ઉપરનો પત્ર વાંચવા બીડેલ છે. કન્યા વિષે તે પત્રમાં શ્રી જયંતિલાલજી પ્રશંસા લખે છે. ઊર્મિલાની ઉંમર વર્ષ ૨૧ની છે - અભ્યાસ મુંબઈની રુઈયા કોલેજમાં B.A. સુધીનો લીધેલ છે. અને અત્યારે ઘરકામની બધી તાલીમ (વેરાવળમાં તેવા સો રહે છે ત્યાં) લીધે છે. સીવણ ગુંથણ, ભણવા કેળવણી બધું ઘણું સારું શીખેલ છે અને કહે છે ઘરકામમાં પણ હોશિયાર છે. વિશેષ કંઈ વિગત જોઈતી હોય તો પૂછાવશો.

પેગા આપના તરફથી પેગ આવ્યા પ્રથમ તો, કન્યા વિષેની માહિતી indirectly મેળવી લેવા ધારે. વેરાવળમાં રહેતા શ્રી ચુનીલાલ ગાંધી (ગંગાધારાવાળા ફઈના નાનાભાઈ) અને આપનાં પત્ની શ્રી મણી બહેન જે વેરાવળમાં મહિલા મંડળ ચલાવે છે. આપને પત્ર લખીને મંગાવી લઈશું. અને માહિતી બધી રીતે અનુકૂળતાવાળી હશે તો તમને લખી જણાવીશ. અને ત્યારબાદ ચિ. જયંતિલાલભાઈ શાહની માંગણી મુજબ કન્યાની શોધીશોધ કરવા કાજ ધારે તો એગો સ્વીકાર કરીશું.

 

અમને લાગે છે કે બધી દ્રષ્ટીથી તપાસતા કન્યા બરાબર ઠરશે. કુટુંબ સાથે સગપણ જોડાવા દર્શન કરું. જો કે કન્યાનો અભ્યાસ B.A. સુધીનો બતાવે છે તો કદાચ B.A.ની પરીક્ષા આપી નહીં હોય - પરંતુ તે બાબત ગૌણ ગણવી.

શ્રી ચુનીલાલ સંઘાણીની ભાણેજની બાબતમાં મોરારભાઈએ મને વાત કરી હતી. પરંતુ ચુનીલાલ તે દિવસો રેલ્વે લાઈને મુંબઈ આવ્યા નહોતા. પરંતુ તેમ જાણવા મળ્યો તેમ તો રાજકોટ ચાલ્યા ગયા હશે. અને વિષેમાં આપનાં તરફથી પણ પત્ર આવવો જોઈએ. હવે આપના બાબતે શું વિચારો છે? ક્યાંના છે? શું કુટુંબ છે? વગેરે લીગલ જાણ્યા પછી આગળ વિચાર કરું.

બીજું. ચિ. બહેન જ્યોતિ માટે ચિ. રમણિકભાઈએ મોકલેલા છોકરા વિષે મારો ભાઈ સેવંતી સી.નો પત્ર કદાચ ખૂટી ગયો હશે - તો તમને ચિ. રમણિકભાઈની મુલાકાત થાય અથવા ફોન ઉપર મળી શકો તો એમને ભૂરખીયા અંગેની બધી માહિતી મેળવી તમને લખી જણાવે તેમ કરશો અહિયાંથી હું પણ એમને પત્ર લખું છું.

બીજું. તમારા નવા અને જ્યોતિ અંગેની વિગત વાંચી તમારી. તમારા સંબંધીનો ક્યારે હું જોઈ આવીશ અને કોઈ વિઘ્ન વિના થયું વસ્તુ બરાબર નથી - મને એમ લાગે છે મલેશ્વરી બિલ્ડીંગથી તમારું કિરિયાણું ઘણું દૂર ગણાય. અને અત્યારનાં શિયાળાની વહેલી સવારમાં ત્યારે ત્યાં આગળ રાઈફલસરા ડેરા બદલવા પહોંચવું તે ઘણું. તો પરાણે નવું બનેલી રસ્તો સૂર્ય તેમ તમને લખી જણાવું છું. શીવની રસ્તો સૂર્ય તેમ તમને લખી જણાવું છું. શીવની અંદર આપના ગુજરાતીઓની ફ્લેટ સોસાયટી બિલ્ડીંગો બંધાયેલ છે. જેમાંના આપણા ભાઈ બાબુભાઈ સંઘાણી ઘણા વર્ષોથી રહે છે. અને એમના સોસાયટી બિલ્ડીંગમાં કેન્યાના હીરાલાલ મોહનલાલ ગાંધી એમના ઓફિસ તેમજ Ownership basis ઉપર ફ્લેટ રાખીને ત્યાં રહેવા ગયા છે.

 

ગયેલ છે તો મારું ધારે કે સોસાયટી બિલ્ડીંગની તપાસ મિશિયાનાની ઘરમાં વસતાં હોય ને જોતા હોય અને અનુકૂળતાવાળો ભાગ તો આપણો શિવાજી પાર્કનો ઉતારો મળતા સુધી બે ચાર મહિના માટે તમારી સુવાની સગવડ સાબન્ત ભાઈસાહેબ ત્યાં કરી લેશે. શિવાજી પાર્ક તે લોકોને મળીને ગોઠવણ કરી જજો. અથવા તમે જ્યોતિ સાથે ને ભાઈસાહેબ હું અહિયાંથી લખું તે કાગળમાં વાંચતા ખુલાસો લખશો.

બીજું બધા પ્રોસ્પેક્ટસના સોલ્યુશન પાસે જે ત્રણ પળોના પછી એટલે કે આપણા શિવાજી પાર્કનો ઉતારો તમને મળી ગયા પછી આપનું ત્યાં આવી નવા પાસે રહેવું તો તે બાબતમાં સમય દરમ્યાનમાં સંજોગો શું પલટો ખાય છે તે જોઈશે. તે વખતે બધી રીતે અનુકૂળતાવાળું હશે તો, જેમ કાઠીયાવાડ ક્રિયામાં દ્રસ્તન થશે. અને એજ તમારા નસીબ સંતાનને -

લિ. બાપુજીના આશિષ

ચિ. ભાઈ બટુક,

તારો પત્ર મળ્યો વાંચી આનંદ થયો. રીતે લખતો રહેજે. તારે ત્યાં સવારમાં બહુ વહેલું ઊઠવું પડતું હશે શિયાળાની ઠંડીમાં વહેલા ઊઠી તૈયાર થવું પડે વળી તારી જમવાની પણ ઉપાધિ એટલી ચિંતા રહે છે તો સંભાળીને રહેજે અમારી ચિંતા કરીશ નહીં.

લિ. બાના શુદ્ધ આશીષ

 

C. H. Parekh

Vadia (Saurashtra)

 







No comments:

Post a Comment