To, Shri Hemendra C. Parekh
Esqr. C/o Dr. K. V. Zatakia,
Maheshwari Bldg, 1st Floor,
34, Napeansea Road, Bombay 6
ઘડિયા.
તા. ૧૫
ચિ.
ભાઈ જિતુ,
વિ.
હાલમાં તમારા તરફથી પત્ર નથી. આ
પહેલાંનો મારો પત્ર મળી
ગયો હશે. ૫/૬
દિવસ પહેલાં ભાઈ શ્રી ન્યાલચંદ
ઝવેરચંદનો પત્ર હતો. તેમાં
તેમણે જણાવેલું કે વલસાડ વાળા
રા. રા. શ્રી કેશવલાલ
ભાઈની કન્યા સાથેનો તમારો interview ગોઠવી આપેલો હતો. અને ભાઈ
હેમેન્દ્ર જણાવ્યું કે બાપુજીને બધી
માહિતી અને એમનું માર્ગદર્શન
મેળવ્યા પછી ખુલાસો કરીશ.
જ્યારે અને રા. રા.
શ્રી કેશવલાલ ભાઈને જુદા જુદા સ્થળે
જુદા જુદા પ્રશ્નો અંગેની
માહિતી આપેલી. કન્યાની ઉંમર ૨૩ વર્ષની
જણાવેલી. પરંતુ કન્યાનું નામ અને મારી
દૃષ્ટિએ એમના અન્ય credentials જોઈશે.
તે બધું જણાવવા તદુપરાંત
અમારી વ્યાવહારિક દૃષ્ટિએ એ પણ જોવું
જોઈશે કે એમના કેટલા
રા. રા. શ્રી કેશવલાલ
ભાઈ ના કુટુંબના એટલે
કે આપણા કુટુંબમાં કેટલા
ભાઈઓ બહેનો છે? તે પૈકી
કોણ કોણ કોને કોને
ત્યાં પરણ્યા છે. આપણા કુટુંબની
અટક (surname) અને ધર્મ કયો
પાળે છે. કન્યાનું મોસાળ
કઈ જગ્યાએ છે? જ્યારે માહિતી
આપવા માટે મેં એમના
પત્રના જવાબમાં લખી જણાવ્યું છે.
હવે
આ કન્યા સાથે તમારા ગોઠવાયેલા
interview માં કન્યા વિશે તમારી impression શું
પડી છે? તમે એમની
સાથે તમારા...
તા.
૧૨-સાં. પત્ર મળ્યો
હતો. ચિ. બાપુજીને ૧૦
દિવસ થયા લાખણગઢથી જલપુર
ગયેલ છે. એમના પત્ર
કે સમાચાર નથી. ૨-૪
દિવસમાં પાછા ફરશે. બહેન
સરોજબેન પત્ર લખે છે.
ચિ. સૌ. ચંચળબેનને અમારા
સપ્રેમ વંદન કહેશો. બલભદ્રનગર
સામે તમને પત્ર લખેલ
મળશે જેવો રામ. - ચિ.
બાપુજીના વંદન.
ભાવિ
જીવનવહન અંગેનાં વિવિધ પાસા વિશે મુક્ત
પણે ચર્ચા કરી હશે અને
તે બાબતમાં કન્યા પૂરી educated છે એટલે પોતાનું
મંતવ્ય very frankly
with open mind & heart થી
તમારી સાથે ચર્ચા કરી
ને જણાવ્યું હશે. આપણા સમાજમાં
અને આપણા દેશમાં આટલી
ઊંચી કેળવણી પામેલી કન્યા અમેરિકા કે ઇંગ્લેન્ડની કન્યાઓની
જેમ પોતાનાં દામ્પત્ય જીવનમાં કર્તવ્યનિષ્ઠાની ભાવનાવાળી અગર જવાબદારી સમજતી
હોય છે. દાખલા તરીકે
- શ્રી સંજયભાઈ ગાંધીની પુત્રી બહેન જયાબહેન. જે
પોતાની ઊંચી કેળવણીનો લેશમાત્ર
પણ મનમાં ગર્વ ન રાખતી
હોય. તદ્દન કન્યાએ ભલે ઊંચી કેળવણી
લીધી હોય છતાં તે
ગર્વ રહીત હોવાથી તદ્દન
કન્યાએ સારી કેળવણી લીધી
ગણાય - આ દૃષ્ટિએ આ
કન્યા વિશે તમારા મન
ઉપર કેમ છાપ પડી
છે તે લખી જણાવશો.
આ ઉપરાંત કન્યાનો બાંધો સપ્રમાણ છે કે નહીં?
દેખાવડી, પ્રભાવક, લાવણ્યમયી, નમણી, શાંત - કેવી છે તે
અંગેનો ખ્યાલ લખી જણાવશો.
મુરબ્બીઓ
અને કન્યાની પસંદગી દરેક દૃષ્ટિએ આછામાં
ઓછા અંતરપટ સાથે પણ હોવું
જોઈશે. એટલે કે નીચે
જણાવેલી બાબતોમાં કોઈ કાંઈ અસાધારણ
અસમાનતાવાળો સુમેળ એવો થઈ - (૧)
ઉંમર, કેળવણી, સંસ્કાર, સ્થિતિ - વર્ગ અને વર્ગની
બાબતમાં કોઈ કાળે...
...તે
ચિંતા કરશો નહીં. આ
બાબતમાં ચિ. જયેન્દ્ર કે
જિતેન્દ્ર ન્યાયી છે જે યોગ્ય
લાગે તે ઠીક કરશો.
તેમાંથી
superior or inferior complexity ઊભી
થાય છે. પરિણામે જીવનમાં
કુટિલતા અને અશાંતિનું વાતાવરણ
જન્મે છે અને તેમ
થાય છે ત્યારે જીવનના
આનંદ, રસ, પ્રેમ ક્યારેક
અદૃશ્ય થઈ અને સંસાર
દુઃખી થઈ જાય છે.
એટલે જેની સાથે જીવનભરનો
સંબંધ જોડવો છે તે બાબતમાં
ક્ષણિક આવેશમાં ન આવીને ઉતાવળિયું
પગલું ભરવું ન ઘટે. માટે
તમારા ભાવિ જીવન અંગેનો
નિર્ણય લેતા પહેલાં વિચારણા
માટે પૂરતો સમય લેજો. થોડું
મોડું થાય તેની ચિંતા
નથી. જરૂર લાગે તો
આ સિવાય બીજી ન કોઈ
કન્યાની સાથે સગપણ જોડવાની
વાતચીત ચાલતી હોય તેની સાથે
વધુ ચર્ચા-વિચારણા માટે બીજી વખત
interview ની ગોઠવણ સિવાય જે કન્યા માટે
તમારું પૂરેપૂરું મન માને ત્યારે
જ...
અમારા
માર્ગદર્શનની છેલ્લી વાત રાખજો -
લા.
ધ. ન્યાલચંદ ઝવેરચંદની ફ્રેન્ડની દીકરી ઉર્મિલા ઉંમર વર્ષ ૨૧.
અભ્યાસ B.A. સુધીનો તેના પિતા શ્રી
જયંતિલાલભાઈ શાહ. રા. રા.
શ્રી છગનભાઈ (ગરાળાવાળા) મારફતે તમારા માટે એનું માંગું
આવેલું છે. આ કન્યા
વિશે માહિતી મેળવી ખબર છે કે
કુટુંબ, ખાનદાન અને સારું મોભાદાર
ગણાય છે. જાણીતું સરખું
પરિચિત છે. તેમજ બીજી
બધી દૃષ્ટિએ પણ સારી હોવાની
માહિતી મળી છે. મારું
તમનું ધામ ચિ. બહેન
જ્યોતિના જેવો હોવાનો સીધો
છે. અત્યાર ઘરકામની તાલીમ લઈ રહી છે.
વલસાડવાળી કન્યા આ ઘરકામની બાબતમાં
કેવી છે? આ ચિંતામાં
આપણને આપણી કેળવણી આડે
આવે તેમ નથી તો
તપાસ કરી લેવાની જરૂર
છે.
બીજું
જ્ઞાતિ સંસ્કારમાં શ્રી ચુનીલાલ સંઘાણી
યોગ્ય છે તે તમને
મળી ગયા છે. એમની
ભત્રીજી First Year Art
માં અભ્યાસ કરે છે જે
તેના માટે આતુર મુખી
છે કન્યાના પિતા શ્રી અમૃતલાલભાઈ
દોશી આપણી મુંબઈમાં શાહ
એન્ડ કાં. ની શરૂઆતમાં
આપણી ત્યાં નોકરીમાં હતા પછી છૂટા
થઈને સામે J. P. Mehta & Co.
...તેથી
પૂજ્ય અને આદરણીય કેમ
થાય તેવું? અને ધરપકડનું શું?
એ મારી સાથે મારી
ધારણા પ્રમાણે વહેલામાં વહેલી તકે પત્ર દ્વારા
બધી વિગત લખી મોકલશો.
- લિ. બાપુજીના વંદન. ૨૫/-
પહેલા
મોડ ->




No comments:
Post a Comment