To,
HEMENDRA C. PAREKH (B.E.)
616 E Daniel
CHAMPAIGN (Illinois)
U. S. A.
૧૩
સાયન રોડ, મુંબઈ ૨૨.
૧.૧૧.૫૫. ૧૧.૩૦ p.m.
પ્રિય
હેમેન્દ્ર, તારો તારીખ ૧૬
અને ૧૭ સપ્ટેમ્બરનો પત્ર
મને ૨૬ તારીખે મળી
ગયો હતો અને તે
વખતે પત્ર વાંચી એટલો
બધો તારા પર ખુશ
હતો કે તરત જ
ઉત્તર આપવાની ઈચ્છા થઈ આવેલ પણ
કમનસીબે તે વખતે આ
પત્ર પોસ્ટ ઓફિસમાં પડ્યો હતો ધાર્યા કરતાં
તારો પત્ર ખૂબ જ
લાંબો અને વિગતવાળો નીકળ્યો
એટલે હું તો ખુશ
જ હોઉં તે સ્વાભાવિક
જ છે કેમ ખરૂં
ને? પણ ઉત્તર આપવામાં
સવા મહિનો કાઢી નાખ્યો તેનું
શું?! ખરૂં કહું તો
પરદેશમાં વસતો તુ જ
એક એવો મારો મિત્ર
છે જેને મેં પત્ર
નો ઉત્તર આપવામાં આટલી બધી ઢીલ
કરી હોય બીજાઓને તો
બને ત્યાં સુધી તે જ
દિવસે અગર તો બીજે
દિવસે તો અચૂક ઉત્તર
આપુ છું તારી સાથે
પણ તેવો જ વ્યવહાર
રાખવાની ઈચ્છા હતી પણ ગાઢ
મિત્રતાનાં નામ હેઠળ મેં
લાલ લઈને ઘરનો જ
માણસ જાણી જરા ઢીલ
કરી છે. તારીખ ૨૬
મીએ ખાસ ઝવેરી બજારમાંથી
આ પત્ર લીધા હતા
પણ ઉત્તર તો તરત ન
જ અપાયો. પત્રો મારા પણ દારૂના
જેવી કૈફી અસર કરે
છે તેવું મને લાગે છે.
કારણ કે પત્ર મળે
કે તરત તેના નશામાં
જ મેં ઉત્તર આપવા
બેસી જાઉં છું તો
ચીસ થતી નથી પણ
જો એક બે દિવસ
નીકળી ગયા તો પછી
તે નશો સાવ ઉતરી
જાય છે અને આળસ
તેની જગ્યા લઈ લે છે.
લગભગ દરરોજ રાત્રે તને પત્ર લખવાની
ઈચ્છા કરતો પણ આખા
દિવસના થાકને લઈને જરા કંટાળો
આવી જતો અને તરત
સુઈ જતો હતો પરંતુ
આજે તો દ્રઢ સંકલ્પ
જ કરેલો એટલે એ લાંબા
રાઈમથી બાકી રહેલું કાર્ય
પૂરું થાય છે ! આટલો
બધો મોડો ઉત્તર આપવાનું
ખરૂં કારણ ઢીલે મેં
તને કહી નાખ્યું છે
એટલે જો મારા પ્રત્યે
ચીઢ ચડી હોય તો
આ પત્ર વાંચીને તરત
રેફ્રીજરેટરમાંથી ઠંડુ પાણી લઈને
મગજ પર નાખજે અને
મગજને શાંત કરજે જો
કે આ પત્ર જ
ઠંડુ ધારૂં છે કે ઠંડા
પાણી ના કરતાં સારું
કામ કરશે જ, અને
તારી બુદ્ધિ કદાચ તને 'Tit for Tat' કરવા પ્રેરે
તો તેને સમજાવજે કે
નરેશો તો અંગત અને
ઘરનો માણસ સમજીને જ
પત્રોનો ઉત્તર આપવામાં ઢીલ કરી છે,
પત્રથી શું વિશેષ છે?
હું તો તને દરરોજ
લગભગ ચાર પાંચવાર યાદ
કરું છું. ખાસ કરીને
મારી application ની ચિંતા વધુ
રહ્યા
કરે છે. મનમાં તેના
જ વિચારો આખો દિવસ આવ્યા
કરે છે, કે એ
અરજીનું તે શું કર્યું
હશે? કદાચ ભૂલથી અગર
જાણીને જ એક બાજુ
તો મુકી દીધી નહિ
હોય ! બીજું તારૂં Bush Shirt Band Box માંથી ૧૫ દિવસ પહેલા
Undone હાલતમાં પાછું લઈ આવ્યો છું.
તેની નાજુક હાલત જોઈને તેઓને
દયા આવી એટલે તે
જ હાલતમાં તેઓએ રાખેલું અને
ગભરાતો નહિ કે પૈસા
તો આપી દીધા હતા
કારણ કે મને Rs. 1 (one) તેઓએ
Refund કર્યો છે. તો હવે
આ કપડાઓ અને પૈસાનો શું
બંદોબસ્ત કરૂ તે જણાવજે.
તારૂ પ્રવાસનું વર્ણન વાંચી ખરેખર મને અદેખાઈ આવે
છે! લંડન તથા New York ના
તારા અનુભવો જાણ્યા. મહેતાએ પણ પહેલા પત્રમાં
લંડનના અનુભવો તારા જેવા જ
લખ્યા હતાં. બધા લોકો ખૂબ
જ Reserve minded અને Orthodox. હા પણ તેં
તો એ જણાવ્યું જ
નથી કે પ્લેનમાં બેસતા
પહેલાં જે જોરદાર વરસાદ
આવેલો તેનો ભોગ તું
બનેલો કે નહિ? પ્લેનમાં
શું શું offer કરી હતી? અને
કઈ કઈ ચીજોને લાત
આપ્યો હતો વગેરે વધુ
વિગતવાર લખે તો સારું
તારી ખૂબ જ મહેરબાની.
તારી રહેવાની જગા પણ અત્યંત
રમણીય વાતાવરણમાં આવી છે જાણીને
ખૂબ જ આનંદ થયો
પણ હવે આગળ ઉપર
તું Progress જે કંઈ કરે
તે જરૂર જણાવજે જ.
કે પછી કાકાની જેમ
તું પણ secretive થઈ જવાનો? દરરોજ
ઉઠતાની સાથે જ Sototrity ના
Models ના દર્શન સુંદર પોશાકમાં થતા હશે. ત્યાં
Campus એ શું છે? અત્યાર
સુધીમાં કેટલીની સાથે friendship કરી છે? ખાસ
Extra-Ordinary જેવું હોય તો તેના
વિષે જરૂર જણાવજે ત્યાં
તો Boy અને Girl જેવી બે વાતો
જ મનાતી નથી લાગતી. છુટથી
ખુલ્લા દિલે, એક બીજા વાતો
કરી શકે છે તે
પણ પેટ ભરી ભરીને
એ Models ને હિંદ વિષેની
બાતમી આપી હશે અને
ત્યારે મારા વિષે જણાવવાનું
તો નહિ જ ભૂલ્યો
હોય!? તારા ક્લાસમાં કેટલા
નંગ છે? Internation week-end ની ઉજવણીમાં કેટલીક
મજા આવી? તેનું પણ
વર્ણન વિગતવાર કરજે. તને Dance શીખીને ન ગયો તેનો
પસ્તાવો હવે થાય છે
કે નહિ? તું કઈ
કઈ ચીજો અગર કામ
અહીં કરવાના બાકી રાખીને ગયો
તેનો પસ્તાવો અગર મન દુ:ખ થતું હોય
તો જણાવજે. કે જેથી રસ્તો
નીકળી શકે.
તારા
પત્રથી વધુ Definite થયું કે અહીંથી
જે જે Indians જાય છે તે
Americans સાથે જ મોટેભાગે સંબંધ
બાંધીને બે દેશો વચ્ચેની
મિત્રતાને નજદીક લાવે છે! તું
પણ આવું જ કંઈ
કરજે, જો કે આ
બાબત મારે તને સલાહ
આપવા જેવી રહેતી જ
નથી! કાકાના કંઈ ખાસ નવીન
નથી. પ્રગતિ દિનપ્રતિદિન વધતી જાય છે
એવું લાગે છે. તેઓ
મજામાં છે. રસીક કોઠારી,
રજનીભાઈ, મહમદ, વગેરે મળ્યા હતાં. રાજેન્દ્ર ને પણ તારા
પહોંચ્યાના સમાચાર આપી આવ્યો હતો,
પણ ખોટાડા તો સાવ જ
ભૂલાઈ ગયા હતાં તેમને
આવતી કાલે બપોરના ચોક્કસ
સમાચાર આપી દઈશ. ઘાટકોપર
વાળા રમણીકભાઈ એક દિવસ રાજકોટથી
આવતાં સ્ટેશને મળી ગયા હતાં.
તેઓ Rajkot કોઈ જગ્યાએ Interview આપવા
ગયા હતાં. અને મોટે ભાગે
તેઓને ત્યાં Shift થવું પડશે તેમ
તેઓ કહેતા હતાં. તારી બંને નોટો
મારી પાસે સુરક્ષિત છે
માટે તેની ચિંતા કરતો
નહિ. રૂબરૂ કોઈકવાર હું એ લખેલાને
સમજવા પ્રયત્ન કરું છું પણ
ભારે પડે છે. Philadelphia તે
જણાવ્યા મુજબનો પત્ર લખ્યો નથી
કદાચ મન થઈ આવશે
તો લખી નાખીશ. પત્રનો
ઉત્તર આતંક... હવેથી તને પત્રના ઉત્તર
નિયમિત આપતો રહીશ આ
પ્રારંભે જ કેમ ઢીલ
થઈ ગઈ તે સમજાયું
નથી. જો કે તું
પણ મારા જેવો જ
આળસુ ઉત્તર આપવામાં છે પણ તેમાં
હવે સુધારો કરજે. અને Regular પત્ર-વ્યવહાર ચાલુ
રાખવા ખરા દિલથી પ્રયત્ન
કરજે. અહીંનું કંઈ કામ કાજ
હોય તો જણાવજે. મારા
પૂ. માતુશ્રી તથા પૂ. પિતાશ્રી
તથા પૂ. કાકા તને
કોઈકવાર યાદ કરે છે.
પ્રકાશભાઈ મળ્યા હતાં ત્યારે નાતુકના
તારી આપસ અને ભીલના
કારણે સેવા દેવા વગરના
મારા પર ગુસ્સે થયા.
ત્યાંના બધા જ નવીન
વિગતવાર લખજે. કોઈ સારી બનાવવા
જેવી ચીજના Blue Prints મળે તો જરૂર
મોકલજે. મેં તને રૂબરૂમાં
તે વિષે કહેલું પણ
અત્યારે પાછું યાદ આવ્યું એટલે
તને Remind કરાવું છું. તારો Monthly લગભગ
Expense કેટલો આવે છે, તે
મહેરબાની કરી શૈ. આ.
પા. માં જણાવજે કારણ
કે તું અહીં હતો
ત્યારથી જ Dollars બચત કરતો તો
હવે Americans રહોને રૂ. માં કરજે
નહિ.




No comments:
Post a Comment