૩૬
સેન્ટ્રલ રોડ, મુંબઈ ૨૨.
૬-૨-૫૫.
પ્રિય
હરેન્દ્ર, તબીયત કેમ છે? તારો
૩ જી તારીખનો પત્ર
અહીં ૪ થી તારીખે
પહોંચી ગયેલો પરંતુ તે જોવાને હું
આજે ભાગ્યશાળી થયો કારણ કે
તારીખ ૩ જી ના
કવારથી હું બહાર ગયો
હતો અને આજે અડધો
કલાક પહેલાં જ અહીં આવ્યો
છું. બહારમાં રહીને પત્ર લખવાનું જ
કામ ચાલુ કર્યું હતું
ઘણાના ઉત્તર આપવાના જ બાકી રહી
ગયા હતા તે પતાવ્યા.
તને પણ લખવા માટે
બે ત્રણ દિવસથી વિચાર
કરતો હતો પરંતુ ક્યાંક
તારો બીજો પત્ર સાયન
મારી પ્રતિક્ષા કરતો હોય ને
તને પત્ર લખવાનું મન
કેમ થાય. જો પત્ર
લખુ તો એ પત્રનો
ઉત્તર તો પછી બાકી
રહી જાય. લગભગ છેલ્લા
બે દિવસથી આખો દિવસ હું
તારા જ વિચારમાં ગરકાવ
રહેતો હતો, તારા એટલે
કે આપણા ભવિષ્યના પ્લાનનો
જ વિચાર કરતો હતો. તુ
માનીશ
પણ નહિ કે હું
પણ હમણાંથી અસંખ્ય વ્યૂહ રચવા માટે વિચારો
કર્યા કરું છું અને
તને પણ તે બાબત
લખવાનો જ હતો કે
આપણે બંને ભાગમાં તે
કાર્ય શરૂ કરીએ. એક
દિવસ જરૂર આપણને લાખ
પુરુષાર્થનો બદલો તો આપશે
જ. આ સિવાય તો
મને પોતાને પણ બીજો રસ્તો
M Vitamin મેળવવાનો દેખાતો નથી. આવી કોઈ
લોટરી કે સધ્ધર વ્યૂહ
લાગે જાય તો પછી
વિચાર કરવા પણ રહેવું
નહિ પડે કેમ ખરૂ
ને ? આપણને બંનેને કેસેટીનો વિચાર સાથે જ સ્ફૂર્યો
છે એટલે તેમાં તો
મને હવે ખૂબ જ
શ્રધ્ધા બેસી ગઈ છે
કે જરૂર આપણે તેમાં
શોભ મેળવશું. તો હવે કઈ
રીતે કામકાજ આગળ પર ચાલુ
રાખીશું તે જણાવજે.
Expt. in inreination Living વાળા મહેન્દ્રભાઈ પાસેથી
વિગત મંગાવી હશે અને હવે
તો આવી પણ ગઈ
હશે. શું જણાવે છે
તેઓ? આપણી મુરાદને સહેજ
પણ પ્રોત્સાહન મળે તેમ છે
કે નહિ? જો કે
તેમના
તરફથી જો સહકાર મળે
તો ખૂબ જ સારી
વાત છે અને કદાચ
ન પણ મળે તો
આપણે નિરાશ થઈને બેસી રહેવું
પાલવે તેમ છે જ
નહિ. હવે તો M vit. જેટલું
જલ્દી મળે તેટલું સારું.
અત્યારે જ તેની ખાસ
જરૂર છે. મોટા થયા
પછી મળશે તો કાંઈ
ખાસ ઉપયોગ માં આવવાનું નથી.
હું તો માનું છું
કે કોઈના તરફથી જો રેસ એન્ડ
સારી ગાડી મળી જાય
(લેટ) તો પણ આપણા
માટે બસ છે આગળ
પર જોયું કરશે. ગાડી મળી જાય
પછી તો જેમ તેમ
જ પૈસાનો બંદોબસ્ત કરવાનો રહેશે અને જો Expt in inteination Living વાળાનો પણ સહકાર મળી
જાય તો પછી ગંગા
નાહ્યા!
હમણાં
તને પત્ર લખવા બેસતો
હતો ત્યારે V.D (વિજય) આવ્યો મને મગજ ગમાડ્યો
હતો તે તને યાદ
કરે છે. મહેન્દ્ર પણ
અવારનવાર મળે છે ભાઈનો
પત્ર ૩ જી તારીખે
હતો ઉત્તર લખીને રાખ્યો છે પણ હમણાં
મારે M vitamin નો વ્યુહ જ
જોય છે એટલે સ્ટેમ્પ
કરવાના પૈસા નથી. થોડા
દિવસમાં પોસ્ટ થઈ જશે તે
મજામાં છે. માતાજી રજાઓમાં
એક અઠવાડીયું Post
Office માં તેને
કામ કર્યું. અહીના પણ ઉજાપો તે
પણ દરો અઠવાડીયે આવે
છે, જો કે આ
અઠવાડીયાનો પત્ર હજુ સુધી
આવ્યો નથી. કદાચ નાતાલન.
ઉજવવામાં ટાઈમ મળ્યો નહિ
હોય. ત્યાં સ્નો પડવો શરૂ
થઈ ગયો છે. તેઓ
મજામાં છે, મજા કરે
છે કાંઈ ખાસ જાણવા
જેવું તે હજી સુધી
લખતા નથી. તારો પત્ર
મળ્યો કે નહિ તે
મેં પણ પુછાવ્યું છે.
તારા
મોકલાવેલ ફોટાઓ મળ્યા છે બધા જ
ખૂબ જ સુંદર છે.
ફોટાઓ જોઈને તો મને ભારે
ઈર્ષા થઈ હતી અને
તે પણ ખાસ કરીને
તાજમહાલ પાસે બેસીને પડાવેલ
ફોટો જોઈને. હજુ સુધી મેં
તાજ જોયો જ નથી
અને જોવાની તો ખૂબ જ
ઈચ્છા છે પણ આશાને
આધારે દિવસો પસાર કરૂં છું
કાં તો એ ઈચ્છા
ટુંક મુદતમાં પુરી થશે તેમ
લાગે છે કેમ ખરૂ
ને !
શુભ
એજ તારી તબીયત સાચવજે.
મારા પૂ. માતુશ્રી તથા
ભુપેન્દ્ર તને ઘણીવાર યાદ
કરે છે. જ્યોતિ મજામાં
હશે. હવે તો મોટી
થઈ ગઈ હશે ?
પત્રનો
ઉત્તર ક્યારે મળશે?
હરેશ




No comments:
Post a Comment