ભાઈશ્રી.
રાજેન્દ્રકુમાર. સી. પારેખ c/o. પ્રદ્યુમ્નસિંહજી
એસ્ટેટ રૂમ નં. ૫
જગનાથ પ્લોટ. મુ. રાજકોટ Rajkot.
ભાઈશ્રી,
બચુ, તમારો બન્ને નો પત્રો મળ્યો.
પિતાજી તરફથી આવેલા તારની હકીકત જાણી. ભાઈ અનુભાઈ ગઈકાલે
સમયસર ના રાજકોટ આવી
ગયા હશે. મારી ત્યાં
તપાસ કરાવી છે બન્નેની તબીયત
સારી છે. ચંદન બહેનની
તબીયત પણ સારી છે.
અહીયાંની ચિંતા કરશો નહી. તમને
S.S.C. માં ઈંગ્લીશમાં પાસ નંબર આવ્યા
છે રૂા. ૫૦) નું
ઈનામ મળશે તે જાણી
ખુશી થયા છીયે. આવા
ઈનામો અભ્યાસીઓને પ્રોત્સાહીત કરવા માટે અપાય
છે માટે તમારા ઉચ્ચ
અભ્યાસ નું લક્ષ્યબિંદુ બરાબર
જળવાઈ રહે તે માટે
સજાગ રહેવું. મોટાભાઈના ત્યાં કંઈ કામ નથી.
એ એમના સરવીસીંગ કોર્સ
માટેના prac- tical
workshop માં બરાબર મશગુલ થઈને ફરી રહ્યા
હશે. બાકીના ત્યાં પત્ર નહી લખી
શક્યા હોય એથી યાત્રા
થી અકળાઈશું નહી હવે.
તમારે
બન્ને ભાઈઓ એ રવીવારના
અહી આંટો દેવા ને
ત્યાં જઈ આવવું ત્યાંથી
ચોપડીઓ લેવા ગયા હશો
નહીંતર ભૂલ લઈ લેજો
કાગળ માં લખ- જો.
- બાપુજી ના સ્મરણ
ભાઈ
અનુભાઈ ગઈકાલે સમયસર રાજકોટ પહોંચી ગયા હશો અને
શ્રી પ્રભુદાસભાઈ નાં બીલ નું
ખાતું બીડ્યું હશે. ક્યાંય મુશ્કેલી
પડી નહી હોય- અને
બધું કામ સાધીને તમે
વઢવાણ થઈ અમદાવાદ ગયા
હશો. ત્યાંની ખબર લખશો. બીજું
પેલા રેડીયો નું શું થયું.
શ્રી. કાંટેડીયાએ તૈયાર કરી આપ્યો કેમ?
તેમાં ખબર લખશો. ભાઈ
બાબુભાઈને કહેશો- કે-રજાઓ નો
તપાસ કરનાર આવશે એથી રજાઓ
ખરેખર ઓછામાં ઓછી ગયેલ છે.
અનુભાઈ આવ્યા સુધી અહી જ
સાથે ફેરો કરતા રહેશો.
આસન વગેરે તેમજ ચલાવવાનું હોય
તે ચલાવતા રહેશો.
લી.
છગનભાઈ



No comments:
Post a Comment