To,
હેમેન્દ્ર,
ચુનીલાલ પારેખ
૩૧,
પટેલ બિલ્ડીંગ,
પેપર
હાઉસની બાજુમાં
રાજકોટ
(સૌરાષ્ટ્ર)
સ્થળ
- ઓફિસ, સુરેન્દ્રનગર,
તા-
૭-૪-૧૯૫૧
હેમેન્દ્ર,
મારો
તારીખ ૬ ઠ્ઠીનો પત્ર
મળ્યો હશે ? જવાબ નથી તો
જરૂર લખજે.
બીજું
આજ મુંબઈથી પત્ર હતો કે
આબુનો પ્રોગ્રામ ત્યાંના અશાંત વાતાવરણને લીધે બંધ રાખ્યો
છે અને મારા ત્યાં
ગયા પછી બીજે ક્યાંઈ
જવાનો કાર્યક્રમ ગોઠવશે. મને જેમ બને
તેમ જલદી બોલાવ્યો છે,
તો તું જેમ બને
તેમ જલદીથી અહીં આવજે પછી
આપણે અહીંથી સાથે જઈશું. તું
અહીં સવારે આવજે અને સાંજે
મેઈલમાં આપણે મુંબઈ તરફ
જઈશું. તો જેમ બને
તેમ તુરત અહીં
આવી
જજે અગર તુરત મને
જણાવજે તો હું જતો
રહું. તારી જ રાહ
જોઈને અહીંના કંટાળા ભરેલા દિવસો બગાડું છું તો તુરત
આવી જજે અગર પત્રથી
જવાબ આપજે. હું કાલ પરમ
દિવસ મુંબઈ સદાય જતો રહીશ
તો જરૂરથી તું આવી જજે.
એજ
નરેશ



No comments:
Post a Comment