Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 29 March 2017

NARESH - 21/02/1956

To, HEMENDRA Parekh

B.E. (Mech). 1008 W Illinois URBANA

(Illinois) U.S.A

૭૩ સાયન રોડ મુંબઈ ૨૨. ૨૧--૫૬

પ્રિય હેમેન્દ્ર,

જાત લખવાનું કે તારો પત્ર ગઈ કાલે રાત્રે આઠ વાગે હું દાદરથી આવ્યો ત્યારે મળ્યો. બે ત્રણ દિવસથી તને પત્ર લખવાનું ધાર્યા થતા કરતી પરંતુ તારો પત્ર મારા તરફ રવાના થયો હોય તે ઠીક ધરાવતો હતો ગઈ કાલે મને બે પત્રો અમેરિકાથી મળ્યા દાદર ગયા ત્યાં Philadelphia નો પત્ર મળ્યો અને રાત્રે ઘરે આવ્યો ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે બીજો તારો પત્ર મળ્યો ! કામ કાજ બહુ વધી ગયું હોય તેમ લાગે છે કેમ ખરું ને ? Philade વાળા ખૂબ Promptly and politely જવાબો આપે છે. મુંબઈ તે ફેબ્રુઆરી February માં admission આપ્યું હતું કે જે બાબત તને લખેલ હતું. February ની ૧૫ મી હું ત્યાં પણ આવી ગયા હોત પરંતુ સંજોગો સાનુકૂળ નીકળ્યા. મારા પૂ. પિતાશ્રી તથા પૂ. માતુશ્રી પાલીતાણા જાત્રા કરવા ગયા હતા અને મારા પૂ. મોટાકાકા પણ દેશમાં ગયા હતા એટલે ટાઈમ પુરતો મળ્યો. તેઓ જાન્યુઆરીની ૨૦ મી તારીખે આવ્યા ત્યારે મેં Philadel. વિષે પૂ. મોટાકાકા વાત કરી તેમનો Textiles માટે કયો દેશ સારો છે તે વિષે મત માંગ્યો ત્યારે તેઓ પણ confuse થઈ ગયા. ઘડીમાં કહે England સારું તો ઘડીમાં કહે America સારું ત્યાં કહે Germany સારું એટલે અંતે તેઓએ મને કહ્યું કે હું બે ત્રણ દિવસમાં તપાસ કરીને કહીશ. પણ હજી તેમના બે ત્રણ દિવસ પુરા થયા નથી લાગતા ! મેં Philadelphia પત્ર લખીને તેને મારો final વિચાર January ના અંતમાં જણાવીશ તેમ લખેલ પણ ટાઈમસર જણાવી શક્યો એટલે Feb. 2 તારીખે તેનો reminder આવ્યો કે અમે તે તારીખ સુધી રાહ જોઈશું. એટલે મેં Feb. 3 તારીખે તેને ઉત્તર આપ્યો કે સંજોગ અનુસાર પત્ર લખવામાં અને કારણોસર ત્યાં આવી શકું તેમ નથી તો મારે માટે September Semester માં જગ્યા રાખવા મહેરબાની કરશો. તેનો ઉત્તર પણ તારા પત્ર સાથે આવી ગયો છે કે I am very sorry that you are not able to be with us this semester. We will be glad to reserve a place for you in September 1956 Session Thank you for prompt reply."

હવે બાજુ ઇંગ્લેન્ડવાળાની હાલ વતી ઠંડીને કારણે બુદ્ધિ સાવ નાશ ગઈ હોય તેમ લાગે છે. કારણ કે તેઓ જે ઉત્તર આપે છે તે વાંચીને હું તો આશ્ચર્ય થાઉં છું પણ અહીંનો University Bureau નો secretary તો મારાથી પણ વધુ આશ્ચર્ય અનુભવે છે. મેં ચોખ્ખું લખ્યું છે કે Manchester admission મળે તો ત્યાં નહિતર Salford Textile માટે Try કરે તો તેનો ઉત્તર Mr. Kasyp કરીને London થી આપે છે કે Salford માં Textile નો Course નથી. શું તે એમ માનતા હશે કે મારી અને અહીંના Secretary ની બુદ્ધિ જતી ગઈ છે? તેની પહેલા Miss Kitchen કરીને ત્યાં હતી તેને મને Aug. 23 55 માં જવાબ આપ્યો હતો કે વર્ષ માટે Mr. Shah ની application ખૂબ મોડી છે પણ તેમનો વિચાર હોય તો ૧૯૫૬ માટે Dec. 55 પહેલા application re-new કરાવે તો ૧૯૫૬ માં તેમને admission મળી જશે. બન્ને Contradictory Letter તરફ મેં અહીંના Secretary નું ધ્યાન દોર્યું હતું તે પણ વિચાર

 

શું કરે ! તેમ છતાં તેને બાબત વિષે Mr. Kasyp નું ધ્યાન ખેંચ્યું છે હવે આગળ પર શું Mr. Kasyp કરે છે તે જોવાનું છે.

તરફ પૂ. કાકાને તેમનો મને ત્યાં urgently બોલાવતો પત્ર મળેલ તેનો ઉત્તર મેં આપ્યો છે કે જો તમને ૬૫% લાગતા હોય કે મને ત્યાં admission મળી જશે તો હું અહીંથી વહેલામાં વહેલી તકે ત્યાં આવી પહોંચીશ. તેમનો પત્ર - દિવસમાં આવવો જોઈએ.

વિશેષમાં ગઈ કાલે રાત્રે પૂ. મોટાકાકાએ Direct question પૂછીને સહેજ nervous કરી મુક્યો. રાત્રે હું દાદરથી ઘરે જ્યાં દાખલ થયો કે તરત પૂ. કાકાએ પ્રશ્ન કર્યો કે તારો હવે વિચાર શું છે ? કાંઈ ખબર પડે તો સારું કે પછી પૂ. જયસુખલાલને મદદ કરવા માટે ત્યાંજ ગયા કરવું છે તો ૪૦ રૂા. નો પગાર નક્કી કરાવી આપું વગેરે. વાત સાંભળી ખૂબ upset થઈ ગયો. તેઓએ પણ મને પુછ્યું કે Foreign જવાનો વિચાર હતો તેનું શું થયું. મેં તેમને જણાવ્યું કે પૂ. જગદીશ કાકાને પત્ર લખ્યો છે તેના ઉત્તર પર આધાર રાખે છે અને તેમનો જવાબ થીસો આવશે તો America માં September નું admission હાથમાં છે તો ત્યાં જઈશ. ત્યારે તેમણે પુછ્યું શેના અભ્યાસ માટે જવાના છો? મેં કહ્યું કે Textile ના અભ્યાસ માટે વિચાર હાલ તો છે કારણ કે હું માનું છું કે જે કાંઈ અનુભવ મેં આઠ મહિનામાં મેળવ્યો છે તે મને કામ લાગે. તેમ છતાં જો બીજી કોઈ લાઈન Manufacturing ની સારી હોય તો તેને માટે જવા માટે મને વાંધો નથી. મારા માનવા પ્રમાણે India માં first કહી શકાય તેવી કોઈ Manufacturing ની લાઈન થઈ અભ્યાસ કરું પણ મને હાલ તો વિષે કોઈ ખ્યાલ નથી. મને મહેન્દ્ર અઠવાડીયા પહેલા કહેતો કે Camphor નું સોડિયમ કારખાનું સિધ્ધમાં નથી પણ તે કેરલ સંશે આયા છે તે મને ખબર નથી, કોઈ લાઈન suggest કરજ.

હવે બધા ગુંચવાડામાંથી મુક્ત થવા માટે તારી સલાહની અત્યંત જરૂર છે. તો થોડા દિવસો વિચાર કરવા માટે સહેજ પણ શાંતિ થી મને સાચી સલાહ આપજે. કેમ આપીશ ને ? ના તો શેનો પાડી શકે ?

મારો વિચાર છે કે Germany થી કાકા સાહેબ તો કુલ છએક મહિનામાં ત્યાં જતો રહીશ અને ત્યાં admission મળે તો ઠીક નહિતર Factories માં કામ કરીને experience લઈશ અને England નો પણ ત્યાં સુધીમાં definite Reply આવી જશે એટલે ત્યાં પણ નહિં જવું વની શકે તો America - છેવટ તારી છાયામાં ! America Textile માટે મારા માનવા પ્રમાણે સારું છે પણ મને Expensive ખૂબ લાગે છે એટલે પગ સહેજ પાછા પડે છે.

હું ત્યાંથી ટાઈમ મળે ત્યારે કુરસદે Pravin Shah ને Philadel. વિષે પુછાવો જોઈએ. શું શું વિષય હોય છે ? Minimum કેટલા ટાઈમમાં અભ્યાસ પુરો થઈ શકે ? ખાસ કરીને Maths અહીંના કયા standard સુધીનું જાણતા હોવા જોઈએ તે પુછાવજો, કારણ કે Inter નું Maths કેરું પડે તેમ હોય તો તેની શરૂઆત કરી નાખું. અને મને Campus ની બહાર રહેવાની રજા આપશે કે કેમ તે વિષે તેમનો શું મત છે. તેઓ ક્યાં રહે છે કારણ કે આપણે completely vegetarian રહ્યા એટલે તે વિચાર કરવો પડે. વગેરે અને તને ઠીક લાગે તે બધી બાબતો વિષે મારા બદલે તું પુછાવો જોઈએ કારણ કે Inland Postal expense તમને બહુ નહિં લાગતો હોય જ્યારે અહીંથી મને અને તેમને પત્ર વ્યવહાર કરવામાં રૂપિયો થઈ પડી જાય. મારે તો હજી છો કે સ્વાર્થ છે એટલે ખર્ચ કરું તો વાંધો નહિ પણ તેમને વગર કામો હેવો ખર્ચ થઈ જાય. બહુ કામ તને સોંપો હોંશ કેમ ખરું ને ? હવે કાંઈ બીજી Light talks કરીએ. આનાથી તો મારૂં પણ મગજ ફરી ગયું તો વાત તો રું તેમાં નવાઈ નહિ.

 

Well dear, અહીંના તોફાનથી કાંઈ અમને નુકશાન થયું નથી, સબ સલામત હૈ. ફક્ત મને એક ગુંડો ૨૬મી જાન્યુઆરીએ ડૉમ ના મકાનના Compound માં બપોરના દમ આપી ગયો હતો. હાથમાં થી ૧૦ ઇંચ ની છરી હતી અને મને ધમકાવતો કે અહીં શા માટે ઉભો છે પણ તેને મેં દાદ આપતા તેને છરીનો Throw કરતો હોય તેમ Action કરી મને Order કર્યો કે અંદર ચાલ્યો જાવ. ઠીક ત્યારે ચાલ્યા અંદર. અને તેથી વિશેષ કાંઈ બન્યું.

તને હજી ત્યાં કોઈ 'મિત્ર' મળ્યું નથી તે વાંચી ખરેખર આશ્ચર્ય થાય છે. America તો Most Civilised અને Advance Country છે તેમ છતાં તારા લખ્યા મુજબ તેવું કાંઈ નથી. જ્યારે તેની પાસે Germany ઘણું Advance હોય તેમ કાકાના પત્રોથી લાગે છે તો શું સારું લખે છે ને ? કે મને અંધારામાં રાખવા માંગે છે. હું માનતો નથી કે તને ખ્યાસ પણ સાથે કે નરેશને હું અંધારામાં રાખીશ. બીજું તું Blue Prints મોકલાવતો નથી ! મેં તને કેટલી વાર યાદ કરી કરીને કહેલું કે America થી કાંઈ નાની નાની વસ્તુઓ બનાવવાની Blue Prints જરૂર મોકલજે. House decorative ના Idea પણ હવે તો ઘણા મળી ગયા હશે પણ તું તો કાંઈ જણાવતો નથી.

તારી exam. નું result જાણ્યું. આટલા બધા up-set થવાની જરૂર નથી. My dear friend do not forget that slow and steady wins the game. અને હજી તો ત્યાં નવો નવો રહ્યો એટલે Set થતાં પણ સહેજે - મહિના તો લાગે ને એટલે આગલી Exam તો જરૂર તને બધામાં A grade મળવાનો છે. Take it from me that much.

Vacation ક્યારથી પડ્યું છે ? ખૂબ મજા કરી હોય તેમ પત્રથી તો જાણો છો પણ શું તેઓ તને Purely Vegetarian food serve કરે છે ?

And finally Yes dear Hemendra! You are quite right that this is the most ripe time for me to leave India, so that we both could bring our dreams to reality. But unfortunately God does not seem to help me. Inter Sc. થી India છોડવાના પ્રયત્નો કરતો આવ્યો છું પણ બધા નિષ્ફળ નીવડ્યા છે અને વધુમાં મને ખૂંચે છે પણ મારૂં મન જ્યાં સુધી કાંઈ Definate studies માટે ધરાય ત્યાં સુધી Risk લઈને આવવા માનતું નથી. જો કે મનીષા, કાકા બધા તારા પત્રો દ્વારા મને ત્યાં આવવાનો ઉત્સાહ જળવાઈ રહે છે. કાકા પણ તારા જેમ લખે છે કે Take a slogan from me -"Action" Do not think much it will trouble you very much. Put the thought into Action - and you will be definatly successful. I too do beleive his words but any how I do not seem to have enough courage. જો કે તું પણ લખે છે કે Be Bold and go to Germany.... This challenging world has to offer so many opportunities to those who can risk. You are also right and I hope within a short time my fate will be decided. I will be eagerly waiting for your nice and long letter. What is this Urbana? Have you changed the town? How far is urbana from Chaimpaigh. Well wish you the best of luck during your vacation. પૂ. માતુશ્રી તથા પૂ. પિતાશ્રીએ યાદ લખાવી છે. ગઈ કાલે યાદ કર્યા હતા.

73 SION ROAD, BOMBAY 22 INDIA.

 






No comments:

Post a Comment