Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 2 May 2022

PUSHPA BEN - 01.10.1952

અોક્ટોબર , ૧૯૫૨

વિદ્યાનગર

પ્રિય વ્હેન,

મારો પહેલાં નો પત્ર મળી ગયો હશે, પણ તારા તરફથી જવાબ નથી એટલે ધારું છું કે ઘરકામ માંથી ફુરસદ નહિ મળતી હોય. અને ચંદાબેન ના અક્ષર તો? કોણ જાણે છેલ્લાં કયારે જોયેલાં!

Last time I wrote you about the ways to the emancipation of soul. I am going to write something more about it, to-day.

Hundreds of years back, there lived, in Bharata, a Rishi (ઋષિ) named 'charvak'. He had his own way of leading the life. I do not know, whether it was accepted by the people of the

time, but surely nearly half of the world to-day follows the path.

He said, "Let not this beautiful life, be spoiled with the ideas of the life to come after death. who knows, what sort of life is there, after death, if at all it exists? And when nobody knows, why worry about it? Eat, drink and be merry and leave aside these ideas of 'પાપ' and 'પુણ્ય', and make your present life lively".

Now you will understand, why people like this way. For the most of the persons, on the surface of this earth,

happiness - is the 'be all and the end all' of this life. But there are various types of happiness, and the physical happiness ranks first amongst them. Delicious food pleases us, and same is the case with the fragrance of a flower and the beauty of the setting Sun.

આજે તા. ૧૮મી નવેમ્બર થઈ.

વિદ્યાનગર

પ્રિય વ્હેન,

તારો છેલ્લો પત્ર, પત્ર અધૂરો હતો ત્યારે મળ્યો. પછી હું વેકેશન માં વડિયા ગયો. અને બે-દિવસથી અહિં આવ્યો છું. ફરીથી તારો પત્ર વાંચ્યો. "ક્ષણે ક્ષણે યન્ન્નવતામુપૈતિ તદેવ રુપમ્ રમણિયતાઃ" એટલે હજુ ફરી વાંચીશ. કારણ જીવન નું શું સ્વરૂપ છે,

રૂપને સમજવા હું પ્રયત્ન કરું છું. વાસ્તવિકતા કરતાં સ્વપ્નો મેં વધારે જોયાં છે. પણ મનનો મેં અમુક રીતે વિકાસ થવા દીધો છે અને હૃદયનો, અનેક લાગણીઓનાં આવેશ માં સાચો રસ્તો નથી ખોળી શકતું, અને મનની પાછળ દોરાય છે. એટલે પરિસ્થિતિ નું ભાન આજે દુઃખદાયક લાગે છે. પણ હું માનું છું કે હું કાયર નથી અથવા નથી એમ સાબિત કરવા માગું છું: એટલે લડીશઅંત સુધીઅને મારી ફરજ માંથી મુક્ત થઈશ. બલિદાન નો પાઠ તેં મને શીખવ્યો છે. હું કદિ ભૂલ્યો નથીનહિ ભુલું. વખતે ગુસ્સો હતોભગવાન ભ્રમણદેવ જેવોપણ એનો દંડ મેં પોતે ભોગવવાનું નક્કી કર્યું. વિનયના અહંકાર રાક્ષસી છે. હવે પછી હૃદય માં ઝેર નું સિંચન નહિ કરું.

મારા જીવનનું મહત્વ ઘણું છે. વિશાળ જગતને મારા અસ્તિત્વની કાંઈ પડી નથી હું બરાબર જાણું છું. મારા

વિના, પણ એનાં ક્રમમાં કૈં ફેર નહિ પડે. પણ એવા પણ થોડા માણસો છે કે જેમનું મારી પાસે કૈંક લેણું છે. મારા જીવન માટે એને ચિંતા છે. મારા કરતાં લોકોનો હું હંમેશા પહેલો વિચાર કરીશ. ત્યાં સુધી મારાં સ્વપ્નોતમને સદાય!

પત્ર જરૂર લખજો. ચંદાબહેન પણ લખે તો સારું.

લિ.

બટુક ના પ્રણામ

૨૪--૫૬

અમરેલી.

પ્રિય ચંદનબહેન,

તમારો પત્ર મળ્યો. રક્ષાઓ મળી હતી, પરંતુ સરનામું ન્હોતું તેથી પત્ર લખી શકાયો.

પ્રતિ વર્ષે તમારા રક્ષાબંધન ની પાછળ જે ઉદ્દાત ભાવના જોવામાં આવતી વખતે ન્હોતી. સૂતર નાં બે તાંતણા ની સ્વહસ્તે બનાવેલી રાખડી વધુ પ્રિય લાગતી.

નિબંધ-હરિફાઈ માં હું પ્રથમ આવ્યો છું. પ્રથમ ઇનામ રુપે મને પૂ. મામાનું 'માણસાઈ નાં દીવા' મળ્યું. 'યૂનો' વિષેનો નિબંધ ફરી કોઈવાર મોકલીશ.

૧૫ મી ઓગસ્ટ તમે કેવી રીતે ઉજવી? મેં વડિયા ની જાહેર સભા નાં અને ધ્વજવંદન નાં ફોટા લીધેલાં. સરસ આવ્યા છે.

ખેતીવાડી ની યોજના આગળ

ધપી રહી છે. સૌરાષ્ટ્ર સરકાર ની સાથે મંત્રણા કરીને મોટાભાઈ આજુબાજુ નાં ખેતરોને પાણી પૂરું પાડવાની યોજના ઘડી છે. સરકાર પોતાના ખર્ચે મોટો કૂવો ખોદાવી મશીન મૂકી આપવા તૈયાર છે. ૯૫ ખેડૂતો મળે તો થાય.

આતરફ વરસાદ ઠીક હતો. પરંતુ છેલ્લાં ૨૦-૨૫ દિવસથી નથી. હવે જો જલ્દીથી વરસાદ નહિ થાય તો પાન બળી જવાનો ભય રહે છે.

ગાંધી-જયંતિ પ્રસંગે અમારી બોર્ડિંગ માંથી એક માસિક નીકળવાનું છે. તંત્રીમંડળ માં હું પણ છું. તેને માટે થોડાક મિત્રો અને મારો અગ્રહ બે કાવ્યો આપવાનો વિચાર છે. સાથે કાવ્ય મોકલું છું. ચિત્રકલા નાં ક્ષેત્રમાં તમારો વિકાસ અટકી જશે તો મારો જેટલું દુઃખ કોઈને નહિ થાય!

તમારી રાખડી મળી હતી. બેનની નહિ. રક્ષાબંધન ની લેટ માં શું મોકલું તે જરૂર જણાવજો?

મારા મોટાભાઈ નટુભાઈનો અભ્યાસ બરોબર ચાલુ છે, હમણાં તો મારે અઠવાડિયામાં બેત્રણ બે પરિક્ષાઓ તો હોય છે.

તમારી તથા શ્રી. ભોગીલાલજીની તબીયત તદ્દન સારી હશે. પૂ. મોટાં-બહેન મળતાં હશે. અહિયાં મારી તબીયત સારી છે. પત્ર લખશો.

હેમેન્દ્ર ના પ્રણામ

 

ગિરીવર

ગિરીશૃંગ સૌમ્ય,

દૂર થી દીસે ગિરીશૃંગ સૌમ્ય,

મૃદુ આવરણે છૂપેલી ભીષણતા અનેરી,

હૈયું ધ્રુજાવે.

કિં તે કરાલકાલ,

મૃત્યૂ તણા અચૂક પ્રેષક,

જીવન સંગીત તુજ ખડખડે

ગુંજી ઉઠે છે.

ગિરી ગર્વ-ઉન્નત,

ઘન-આચ્છાદિત તવ રમ્ય શિખરે,

વ્યોમે વિહરંત વિહગો તણી,

પંક્તિઓ વિરામે.

ક્ષિતિધર અન્યય,

નત મસ્તકે તુજ પાદ પાસે પ્રણમતિઓ,

વિરાટની ઝાંખી કરાવે અટ્ટહાસ્ય તારું,

ભૂલાવી આખે.

. કાવ્યમાં હિમાલયને ગૂઢ સંબોધન છે.

 











 

No comments:

Post a Comment