Miss Bharti Sanghani B. Sc.
Ahmedabad 10-7 1959
પરમ પૂજ્ય બહેન,
આપનો પ્રેમાળ પત્ર થોડા દિવસ
પહેલા મળ્યો. કાગળ લખવાનો વિચાર
તો ઘણા સમયથી કરતી
હતી પણ લખવામાં ઢીલ
થઈ છે તો ક્ષમા
આપશો.
ત્યાં
આપની સર્વેની તબિયત સારી હશે. અહીં
અમે બધા આનંદમાં છીએ.
બીજું
લખવાનું કે આપણે ફોટા
પરથી તો હું કેવી
હોઈશ તેનો બરાબર ખ્યાલ
ન આવ્યો તો હવે સન્મુખ
જોવા ક્યારે આવશો? બહેન, મને પણ આપને
તેમજ ચંદાબહેનને જોવાની, મળવાની તેમજ સાથે વાતો
કરવાથી ખુબ ઈચ્છા થઈ
છે. તો આ મેળ
ક્યારે થઈ શકશે? જો
બની શકે તો જરૂર
ફોટો મોકલશો.
બે
દિવસ પહેલા પૂજ્ય બાને વડિયા પત્ર
લખેલ છે. હું રાજકોટ
ગયેલી ત્યારે મારે વડિયા જવાનો
પ્રોગ્રામ હતો પરંતુ મણિ
પ્ર. કાકાકાકાની તબિયત ખરાબ થતા અમારે
બધાને એકદમ અમદાવાદ આવવાનું
થયું તેથી પ્રોગ્રામ પડતો
થઈ ગયો.
ત્યાં
પૂ. અમૃતલાલભાઈને મારા પાયનમન પાઠવશો.
પ્રિય રશૈલેષભાઈને મારી ખૂબ ખૂબ
યાદી. અહીંથી મારા પૂ. બાએ
તેમજ ફૂવાકાકાએ આશિષ લખાવ્યા છે.
સરલાને ખાસ યાદી પાઠવવી.
તા.ક. સાથેનો પત્ર
પૂ. ચંદાબહેનને આપશોજી.
લી.
ભારતીના પાયનમન વાંચશો.
Miss Bharti Sanghani B. Sc.
Ahmedabad __________ 1959
થઈ છે પણ
હવે તો મળાય ત્યારે
સાચું. ટપાલ તો પણ
ક્યારા જ મળીશું.
મારા
અક્ષર સારા આવતા નથી
તેજ તેના માટે ક્ષમા
માગી લઉં છું.
પણ
પહેલી જ વખત લખું
છું જેથી શું લખવું
તેની ખબર પડતી નથી.
ત્યાં
પૂ. અમૃતલાલભાઈને મારા પાયનમન પાઠવશો.
પ્રિય શૈલેષભાઈને મારી ખાસ યાદી.
અહીંથી મારા પૂ. બા
અને પૂ. કાકાએ વંદન
લખાવ્યા છે.
પત્રના
જવાબની આશા ક્યારે રાખું!
લી.
ભારતીના પાયનમન વાંચશો.
Miss Bharti Sanghani B. Sc.
Ahmedabad 30-5 1959
પૂજ્ય બહેન, તમારો પ્રેમાળ પત્ર મળ્યો વાંચીને
ખુબ જ આનંદ થયો.
એક વખત વાંચવાથી સંતોષ
ન થયો તેથી ફરી
વાર વાંચ્યો. પત્ર લખવાનો વિચાર
ઘણા સમયથી કરતી હતી પરંતુ
જલદી ન લખાયો તો
માફ કરશો.
પૂ.
મોટાભાઈ, પૂ. મોટાભાભી અને
બહેનો રાજકોટથી અહીં આવેલા અને
અહીંથી મોરબી જ આબુ ગયા.
થોડા દિવસમાં પાછા ફરવાના છે.
પ્રિય દિનેશભાઈ આણંદ કેમ્પમાંથી અહીં
આવેલા અને તેઓની સાથે
જ આબુ ગયા. પૂ.
ભાઈ તથા ભાભી ગઈકાલે
જામનગર જવા રવાના થયા
છે. પૂ. ભાભીની તબિયત
સારી છે. વચમાં તેઓ
આણંદ થોડો વખત રહેલા.
ત્યાં
પૂ. ચંદાબહેન મજામાં હશે તેમને મારા
પાયનમન કહેશો. ત્યાં તમારા બધાની તબિયત સારી હશે.
પૂ.
બહેન, તમે ફોટોગ્રાફ માટે
લખો છો પણ મારા
ફોટા સારા આવતા જ
નથી. હું કેવી હોઈશ
તેની કલ્પના કરો છો તેથી
એક ફોટો મોકલું છું.
જો કે તે ફોટો
જરાપણ સારો આવ્યો નથી.
તમને
તેમજ ચંદાબહેનને મળવાની તો ઘણી જ
ઈચ્છા



No comments:
Post a Comment