- To Address:
To, Pushpa A. Khara, c/o Khara
Bros., 203/1 Harrison Road, Calcutta
- Sender Info (Written vertically on the left
side):
H. C. Parekh, 131, S. G. Hostel,
Vallabh Vidyanagar, Anand.
- BARA BAZAR DELY. / 17 SEP. 51 / 7 30 A.M. /
CALCUTTA-7
તા.
૧૩-૯-૫૧ ૧૩૧,
વિદ્યાનગર
પ્રિય
બહેન, ચંદાબહેનનું તા. ૨૬ નું
P.C. અને તમારો તા. ૨૭ નો
પત્ર, બન્ને મળી ગયાં છો.
પરંતુ અત્યાર સુધી જવાબ આપવાનું
કારણ એ છે કે
અમારી Terminal Exam તા. ૨૯ થી
શરૂ થાય છે. હવે
દિવસો બહુ ઓછા છે
અને વાંચવાનું ઘણું છે એટલે
હમણાં કોઈને પત્ર લખવાનો સમય
મળતો નથી.
બીજું
પૂ. મમ્મી વિ. તા. ૧૨
મી ના અહીં આવી
પહોંચ્યા છે. આજે અહીંથી
દેશમાં જવા રવાના થશે.
ગઈકાલે વિદ્યાનગર જોવા બધા આવ્યા
હતા. તે... માતૃશ્રી સમાચાર મળ્યા કે હવે ... તબિયત
સારી છે.
શૈલેષને
પણ લેવાયું હશે. અમારી પરીક્ષા
તા. ૪ નો પૂરી
થશે એટલે હું બનતા
સુધી તા. ૫ મી
એ વડિયા જવા રવાના થઈશ.
વેકેશન આ વખતે ૧
મહિનો ને ૧૦ દિવસનું
છે.
હાલમાં
વડિયાથી કે રાજકોટથી કોઈનો
કાગળ નથી. ભાનુબહેનને ત્યાં
સૌ મજામાં છે મણીની તબિયત
સારી છે. પત્ર લખજો.
લી.
બટુક ના પ્રણામ
પ્રિય
ચંદાબહેન, તા. ૨૬ મી
નું તમારું P.C. મળી ગયું છે.
હમણાં તો પરીક્ષાની તડામાર
તૈયારીઓ ચાલે છે. એટલે
પત્ર લખવાનો સમય નથી મળતો.
પરંતુ તમે જરૂર પત્ર
લખતા રહેશો. બીજું ત્યાં મજામાં
તમે
સૌ મજામાં હશો. બીજું મને
ગમ ઉપર ઘણા વખતથી
ખંજવાળ થઈ ગઈ છે.
તો બેન પણ જે
દવા લીધી (ટ્યુબ) તેનું નામ લખશો. હમણાં
નટુનો કાગળ નથી એટલે
લાગે છે કે એ
પણ પરીક્ષાની તૈયારી કરતો હશે. પપુડીની
તબિયતમાં કૈં સુધારો નથી.
પત્ર
લખશો. લી. બટુક
૧૩૧,
એસ જી હોસ્ટેલ વલ્લભ
વિદ્યાનગર. આણંદ
તા.ક. અમને નટુ
નો કાગળ છે. પપુડીની
તબિયત વચમાં બહુ બગડી ગઈ
હતી. હવે સારું છે.
રહેવાનું ફોઈબાનાં ઘરે જ (ઉપર)
ફેરવી વાળ્યું છે, ખોડભાઈ તા.
૨૫ મી ના મુંબઈ
જવાના છે. સમયસર પૂ.
બા તથા બાપુજી ની
તબિયત વચમાં બરાબર નહોતી. હવે સારું છે.
- INDIA SECURITY PRESS, NASIK ROAD.




No comments:
Post a Comment