May 3, 1958, M.V. Victoria.
પ્રિય
ચંદુભાઈ તથા ભાભી,
ઘણા
સમયથી પત્ર નો હું
જવાબ નથી આપી શક્યો
- પરંતુ આ પત્ર થી,
ટૂંકમાં મુંબઈ સુધી આવી, બધો
ઘાટો રૂબરૂમાં જ કરાશે, હું
તમને બંને ને આમંત્રણ
આપું છું. આપને તો
ફરજીયાત મળવું જ પડશે. પણ
આપણે સાથે રાજકોટ જઈશું.
જો આ પત્ર મળતાં
જ ગાડલા-પોટલા તથા શૈલેષ ને
લઈને જ મુંબઈ આવવા
રવાના થશો. આટલા વર્ષ
પછી હું જ્યારે દેશમાં
પાછો ફરું છું ત્યારે
આખા કુટુંબ ને એક સાથે
મળવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક
છે. આ વિષે વધુ
લખવાનું નથી, બસ અનુભવવાનું
જ છે.
શૈલેષ
ને મારા ખૂબ ખૂબ
આશીર્વાદ ને સ્મરણ. મારી
તબિયત ઘણી સરસ છે.
તમે સૌ મજામાં હશો.
ચિરાગની તબિયત મારા ત્યાં પહોંચતા
પહેલાં એકદમ સારી થઈ
જાય તેમ ઈચ્છું છું
જેથી આપણે ગિરનાર સાથે
જઈ શકીએ. કાશીપુર તારાચંદભાઈ તથા પ્રભુદાસભાઈને મારા
ખાસ સ્મરણ કહેશો.
બીજું
સબરસ.
લિ.
બટુકભાઈ ના પ્રણામ

No comments:
Post a Comment