Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 2 May 2022

PUSHPA BEN - 30.01.1952

 

To, Pushpa Khara c/o PRABHUDAS CO. c/o Khara Bros. BISTIPUR BAZAR 203/1, Harrison Road, MAIN ROAD Calcutta P.O. JAMSHEDPUR (B.N.R.)

તા. ૩૦--'૫૨ વિદ્યાનગર.

પ્રિય વ્હેન, હમણાં ઘણા સમયથી તમારા તરફથી પત્ર નથી. લાગે છે કે શૈલેષનાં તોફાન વધી ગયાં હશે. જ્યારે જ્યારે ફુરસદ મેળવો પત્ર લખતા રહેશો. મને તો હમણાં ઓછી નવરાશ મળે છે એટલે ખાસ જોઈને પત્ર લખતો નથી. પરીક્ષાની તૈયારી મુસ્તાફેદ આગળ વધી રહી છે. કેવી રીતે તેનો ખ્યાલ આપું. ગઈ કાલે રાત્રે પલંગ પર બેસી ને વાંચતો હતો. લગભગ બે વાગે ઝોકું આવી ગયું. પાછી જ્યારે આંખ ઉઘડી ત્યારે ઘડિયાળમાં જોઉં છું તો પાંચ વાગેલાં! ત્રણ કલાક સુધી બેઠાં-બેઠાં ઉંઘ ખેંચી! આજકાલનું જીવન છે. નયન પણ ...

 

...લાગે છે કામમાં બીજા નીચે કૈંક રમુજ અને રાહત મળશે. ભાઈ વિરેન્દ્ર પણ પરીક્ષાની ધમાલમાં પડ્યો છે. એને તો અમારા કરતાં વહેલી છે એટલે હમણાં એનાં તરફથી પણ કૈં પત્ર નથી. બાકી રાજકોટ કે વડિયાથી તો કોઈ દિ કોઈનો કાગળ હોતો નથી. એટલે હમણાં તો કૈંક drowsy, isolated mood માં છું. હવે આપણી વાત કરો. વજન માં શું થયું છે? અત્યારે ક્યાંય ફરવા જવાનું છે? Little Ox (શૈલેષ) મજામાં છે ને? તમારી તબિયત સારી રહેશે. હમણાં મેં 'હમલોગ' જોયું. સરસ છે. મમ્મી તબિયત સારી છે. પત્ર લખશો. લી. હેમેન્દ્ર ના પ્રણામ

 

પ્રિય મંજુબહેન, તમારાં છેલ્લાં પત્રનો જવાબ મેં તમને આપી દીધો છે એટલે હવે નવું મેં લખ્યું બીજું નથી. પત્ર થી પણ પાછું વધે છે. તબિયત કેમ છે? અને પછી પ્રવાસ કેમ ચાલ્યો છે? વિશે વિગત લખશો. બે-દિવસ પહેલાં મનસુખભાઈ અહીં આવેલ. આવતી કાલે એમની મંડળીમાં Function - Gathering દિ. છે, એટલે હું સાંજે જઈશ. ભાનુબહેન ગયાં ત્રણેક અઠવાડિયાથી વધી ગયો. બેબી-બહેન અને સામળદાસ થોડા દિવસ પહેલાં મુંબઈ ગયાં પરંતુ હું સ્ટેશને મળવા ના તો જઈ શક્યો. પત્ર લખશો. લી. બટુક ના પ્રણામ ૧૩૧, સ્ટાફ હોસ્ટેલ વિદ્યાનગર

 





 

No comments:

Post a Comment