To, Hemendra C. Parekh
1128 Ohio Lawrence (
Kan.) U.S.A.
5 Columna St. Glasgow C.3. 19th
Mar. 57.
પ્રિય
હેમેન્દ્ર, તારા તરફથી પરમ
દિવસે પત્ર મળેલ અને
શરૂઆતમાં જ પત્ર વાંચતા
લાગ્યું કે લાઈનનું ઠેકાણું
લાગતું નથી !! અને પત્ર પૂર્ણ
કર્યા બાદ લાગ્યું કે
તું પણ હાલ “Automation” પર
Thesis લખે છે એટલે તારા
મગજનું પણ Automisation થઈ ગયું લાગે
છે !!!
હું
સારી રીતે જાણું છું
અને મેં છેલ્લા પત્રમાં
પણ વિગતવાર જ લખેલ કે
શ્રી મેઘાણી કોઈ ધંધાદારી માણસ
નથી અને તેમને Business Connections હોય તે પણ
ઘણું જ અશક્ય હોય.
પણ મારા માનવા મુજબ
એમ હતું કે તેઓ
International friendship Organisation ચલાવતા
હોવાથી ક્યાંક મારે માટે Summer Job માટે
ગોઠવી શકેલ અને તે
મુજબ મેં તેઓને લખ્યું
છે અને ઉત્તર નથી
તે જાણીને ખૂબ જ આનંદ
થયો. આશા રાખું છું
કે પણ તને ટૂંક
મુદતમાં જ મળશે. મારા
ખ્યાલ મુજબ તેઓ ઘણાં
હિંદીઓને પરદેશમાં કોઈ જગ્યાએ Training માટે
ગોઠવીને ત્યાં જ પોતાનો ખર્ચ
કાઢી શકે તે મુજબની
વ્યવસ્થા કરી આપે છે
અને હું એક વ્યક્તિને
ઓળખું છું તે હાલ
તેઓની (મેઘાણી) મદદથી જર્મનીમાં છે. Practical training મેળવે કેતુલ તેને પોતાના Passage નો
બંદોબસ્ત કર્યો હતો.
મેઘાણી
(લંડન) નું સરનામું તે
પાછળ લખવાનું ભૂલી ગયો નીકળ્યું
શરૂઆતમાં જ ! પત્રના પહેલાં
પાને !! Another proof
of “Automisation” of your mind so please be careful and if advisable drop the
idea of thesis or change the subject !!! Any way, તારા એ
વિષય પર નિરાંતે મને
વિગતવાર લખીશ? મને એ વિષયમાં
ખૂબ જ રસ છે
તો ગઈ વાર ટાઈમ
મેળવીને – – ના એમ જ
કરજે કે જ્યારે તારી
Thesis ની ટાઈપ કોપી કરાવ
ત્યારે મારે માટે પણ
એક copy કરાવજે અને તુરત મને
પોસ્ટ કરી દેજે. કરીશ
ને ?
હા,
તો લંડનવાળા તારા પૂ. મેઘાણીમામા
વિષે જાણું પણ મને લાગે
છે કે “હું” તેઓને
લખી શકું તેટલા પરિચયમાં
“હું” તેઓની સાથે નથી. જો
તેઓ Textile
Import-export કરતા હોય તો જરૂર
મને ઉપયોગી થઈ પડે પણ
તે તને ભાગ્યે જ
ખબર હશે !! કેમ ખરું ને?
હાલ તો ઘણી જગ્યાએ
ફાંફા માર્યા પણ જેમ દિવસો
પસાર થતાં જાય છે
અને પરિણામ શૂન્ય જ રહે છે
તેમ મગજની stability ઓછી થતી જાય
છે. કાંઈ જ સમજ
પડતી નથી કે શું
કરવું – ક્યાં જવું? વેકેશન પુરા ચાર માસનું
છે. વચ્ચે તો કંટાળીને Unesco ની
Book લઈને અંદર Scholarship વિષે વાંચતો હતો
અને તેમાંથી ત્રણ ચાર addresses અમેરિકા
ના મેળવી શક્યો છું કે જ્યાં
અરજી કરવાથી અને નસીબ જોર
કરતાં હોય તો વગર
પૈસે તને મળી શકાય
અને અમેરિકન Family ની મહેમાનગતીનો લહાવો
મળે પણ તે એડ્રેસો
ખૂબ જ બાકી પાસે
જ છે છેલ્લી Date 1st Apr. છે અને
મને નથી લાગતું કે
હું તેઓને તે પહેલાં પત્ર
લખી શકું !!! ઘરે સરનામા પર
છ અઠવાડિયાથી - ૨-૩ મહિના
સુધી - ૬ મહિના સુધી
રહેવા અને ભણવાની જોગવાઈ
છે. e.g.
- Institute of world affairs, 522 Fifth Avenue Room
No. 831, New York 36 N.Y. for 7 weeks in July & August to further
world peace!!! –
- Lisle Fellowship Inc. 204 South State Street. Ann
Arbor - Michigan for 6 weeks for participation in International Institute
of Human relations વિગેરે...
પરદેશમાં
રહીને પુરી પરદેશી લાઈફનો
આનંદ માણે છે જાણીને
ખૂબ જ આનંદ થયો
અને અહીંના શુષ્ક વાતાવરણમાંથી થોડા મહિના માટે
તારી પાસે આવવાનું મન
થઈ આવે છે પણ
M Vitamin ની યાદ આવતાં જ
એ વિચારને લક્ષી જવા પ્રયત્ન કરવો
પડે છે !!
અભ્યાસમાં
સારો એવો Progress કર્યો છે જાણીને વિશેષ
આનંદ થયો. અને હિંદ
બે વર્ષમાં પાછા ફરવાનો ટાઈમ
પણ ભરાવવા જ આવ્યો કહેવાય
!!!!
Finally એક કામ
– ખૂબ અગત્યનું – જો કે તે
કેટલો અંશે તું પૂર્ણ
કરી શકીશ તે વિષે
પૂરી શંકા છે પણ
તેમ છતાં થોડી આશા
એ શંકાને વશ કરવા પુરતી
છે!! હાલ હું “America’s Fabric” નામની બુકનો
અભ્યાસ કરું છું અને
તેમાં American fabrics
ના ફોટા જોઈને ત્યાંના
Fabrics પ્રત્યક્ષ જોવાનું મન થયું છે
તો ફક્ત Sample pieces 6” x 6” કે 10” x 8” જેવા ત્યાંથી બની
શકે તો મોકલને. ખાસ
કરીને Printed Samples
of Rayon and Man-made fibres – like Nylon – Perlon terylene etc.. કેમ અઘરું છે
ને? પણ હું માનું
છું કે ત્યાંની બે
ચાર મોટી મીલ પર
પત્ર લખજે કે India થી
ધંધાના વિકાસ અર્થે આવ્યા છું અને આપના
સેમ્પલ જોવા તત્પર છું
વિગેરે એટલે Samples નો ઢગલો થઈ
જશે અગર કોઈ મોટા
સ્ટોર્સમાં કામ કરતી (બહેનની)
દોસ્તી કરી લેજે અને
કાર્ય સરળ બની જશે
અને તેના બદલામાં દાંડિયા
રાસ તેને સંપૂર્ણ શીખવી
દેવાની Guarantee આપી દેજે... બધું
મારા માટે જ કરવાનું
!!!! તો ક્યારે આશા રાખું કે
અને તને યોગ્ય લાગે
અને ખબર હોય કે
તારા લંડનના પૂ. માસા Textile Materials માં પણ
dealing કરે છે તો તેઓને
મારા વિષે અને બની
શકે તો Samples વિષે લખજે એટલે
પત્રની લાઈનદોરી શરૂ થઈ જશે
પછી વાંધો નહિ આવે. ઠીક
ત્યારે ઘણી તકલીફ અને
કામ બતાવ્યા છે તો માફ
કરજે અને Sincerely Thank you very
very Much.
પૂ.
કાકાનો પત્ર ૧૪ તારીખે
હતો ટૂંક મુદતમાં તેઓ
મથક Heidelberg થી Aachen shift થવાના છે. હાલ તેઓ
Austria માં છે. April 6 તારીખે Heidelberg પાછા આવશે. એમનું
Latest News – I mean most exciting news જરૂર
લખજે. નરેશ.




No comments:
Post a Comment