To, Mr. Hemen Parikh,
1128, Ohio, Lawrence.
(Kansas) (U. S. A)
5 CORUNNA ST. Glasgow c.3 12 - 6
- 57
પ્રિય
હેમેન્દ્ર, તારો ટુંકો ગપ્પાદાર
પત્ર લગભગ ૧૫-૨૦
દિવસ પહેલાં મળેલ અને ઉમેદવારી
માફક મને તો તરત
જ ઉત્તર આપવાનું દિલ થઈ આવેલ
પણ તારા લખવા મુજબ
મારે ઉત્તર આપવામાં ઢીલ કરવી પડી.
મારા પર પત્રની અસર
બરાબર દારુના જેવી થાય છે
પત્ર આવે કે તરત
જ જો તેના નશામાં
જ ઉત્તર અપાઈ જાય તો
સારું નહિતર પછી મહિનાઓના મહિના
નીકળી જાય પણ ઉત્તર
દેવાનું મન થાય પણ
અપાય જ નહિ. આવો
એક પત્ર મારી પાસે
ઘણા લાંબા ટાઈમથી ઘર કરીને બેઠો
છે હજી સુધી ઉત્તર
અપાયો નથી. ત્રણ મહિના
પહેલાં મુંબઈથી આવેલ !!
આપણાં
ગપ્પામાં તને આભાર માનવો
જ રહી ગયો તેનો
મારો વાંક નથી ખરું
ને? દુનિયા જ ખૂબ સ્વાર્થી
થતી જાય છે તો
તેમાં હું અપવાદરૂપ કેમ
હોઈ શકું? ખેર, તેં જે
સેમ્પલ્સ મોકલ્યા છે તે બદલ
ખરા અંતઃકરણ પૂર્વક તારો આભાર. સેમ્પલ્સ
જોઈને ખૂબ જ આનંદ
થયેલ અને આશ્ચર્ય તેના
કરતાં ડબલ થયેલ!! અમેરિકા
ધનાઢ્ય દેશ ગણાય છે
પણ કંજૂસ હશે તેવી ખબર
ન હતી. પણ પાછો
વિચાર આવે છે કે
જે ધનાઢ્ય હોય તે જરૂર
કંજૂસ હોય તો જ
બની શકે!! સેમ્પલ્સનું લગભગ બધા જ
ખૂબ જ સરસ છે
પણ એટલા બધા નાના
છે કે તેનો ઉપયોગ
બરાબર ન થઈ શકે.
બરાબર એક આંગળીની સાઈઝના
છે!! વારૂ Angel Mills વાળા !!! બીજા કોઈએ જવાબ
જ ન આપ્યો ખરું
ને? અહીં પણ એવું
જ બને છે. ઘણાને
પત્ર લખ્યા પણ માંડ બે
જણ સદ્બુદ્ધિવાળા નીકળ્યા. બાકીના પત્રો સીધા waste paper basket માં જ પહોંચ્યા
હશે!! માણસોને નાનકડા સેમ્પલ્સ ટુકડા નકામા પીસમાંથી આપતા પણ જીવ
ચાલતો નથી. શું દુનિયા
છે?!
પરીક્ષાઓ
તો પતી ગઈ હશે.
મારી પણ પતી ગઈ
છે. અને તારે Summer Session શરૂ થઈ
હશે જ્યારે મારે ૨૧/૬
થી ત્રણ મહિનાનું વેકેશન
પડશે. Practical
training માટે મેં તને અગાઉ
લખેલ તે મુજબ ફાંફાં
માર્યા છે પણ હજી
સુધી ક્યાંય પત્તો લાગ્યો નથી. પણ થોડા
દિવસમાં કાંઈક સમાચાર આવવાની આશા છે. વધુમાં
આપણી સરકારે (England) - U.K ની બહાર જવાની
બંધી કરી દીધી છે.
Summer Vacation માં કોઈ પણ
વ્યક્તિને
Continent ની બહાર જવા દેવાના
નથી!!
Job માટે એકલો
જ પ્રયત્ન ન કરતો મારું
પણ ક્યાંક ગોઠવી બેસાડી દેજે. કારણ કે આવતા
વર્ષે ત્યાં આવવા વિચાર છે
એટલે ટુંકમાં પાડીને જ બધે ફરવાનું
છે - તારી સાથે.
Canada ની Govt. foreign student માટે વ્યવસ્થા કરે
છે. summer employment
- તે વ્યવસ્થા હેઠળ અમારી કોલેજના
બે વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા છે. ભાડું મળશે
તો Permanent પણ settle થઈ જાય!! પણ
અત્યારે તો Temporary રીતે ગયા છે.
મેં એડ્રેસ મેળવેલ પણ નશો ઉતરે
તે પહેલાં ન લખી શકવાથી
રહી ગયું છે. ક્યારેક
વળી પાછો ભુરસો આભો
જશે તો પત્ર લખીને
તપાસ કરીશ.
પૂ.
મેઘાણીમામાના કાંઈ જ સમાચાર
નથી. તેમનો તને ઉત્તર મળ્યો
હશે અનંતને હવે સારું થઈ
ગયું છે અને જનતા
સુધી ઘરે પહોંચી ગયો
છે. ઈન્ફ્લુએન્ઝાનો ભારે હમલો થયેલ
તેને એક વર્ષ હજી
જાગે છે. મોટે ભાગે
આવતા વર્ષે પૂરૂ કરશે.
શાંતાકુઇના
જરેન મીનુ ઝવેરી વિશે
થોડી માહિતી વધુ ગયા રવિવારે
મળેલ હજુ દર્શન થયા
નથી. તે જૈન છે
અને STUDENTS Hostel માં કઈ રીતે
રહી શકતી હશે તે
ખ્યાલમાં આવતું નથી. અને શાંતાબાબુ
તો મળે તેવું છે
જ નહિ. એટલે આશા
જ રાજી નથી સમજ્યો!!
પૂ.
જગદીશકાકા હાલ West Germany માં જ છે
પણ સ્થાન આખું બદલ્યું છે.
Heidelberg થી Aachen
shift થયા છે. અને ત્યાં
આગળ Man-made fibres માં Research કરે છે. e.g. Nylon, Perlon, Terylene etc.. માં.
આપણાં
બેમાં નસીબદાર કોણ છે તે
નક્કી કરવું ઘણું જ મુશ્કેલ
લાગે છે! તને હું
નસીબદાર લાગુ છું અને
મને તું નસીબદાર લાગે
છે. એમાં કાંઈ નવું
નથી, સર્વે વ્યક્તિને બીજી વ્યક્તિ જ
વધુ નસીબદાર લાગે છે. તને
ત્યાં આગળ સરસ Indian dishes લગભગ દરરોજ
મળે છે. હિંદી ભાઈ
તથા બહેનો ના પરિચયમાં વારંવાર
રહી શકે છે. સારા
સારા Social programmes
ગોઠવો છો. તે સર્વેમાંથી
કાંઈ જ અહીં નથી.
ફક્ત Indian films જોવા મળે છે
એ પણ ૧ જંડલ.
બાકી તો ૧૯૪૦-૧૯૫૦
ના Pictures આવે છે!! કોણ
છે?! જોરાવરના પત્રો આવતા હશે. ઉત્તર
લખ ત્યારે મારી યાદ આપજે.
ઘરેથી પણ પત્રો આવતા
હશે. Tape - Record થઈને આપી ગઈ
કે નહિ? હવે તો
કદાચ જુની પણ થઈ
ગઈ હશે !!!
હવે
આપ સાંબ ગાડી ક્યારે
લેવાના છો તે જણાવજો
એટલે જરા ખ્યાલ આવે.
અમેરિકામાં રહીને ગાડી હજી સુધી
વસાવી નથી એ ખૂબ
જ આશ્ચર્યની વાત છે! કોઈ
એક ૧૦-૨૦ ડોલરનું
ડબલુ શોધી કાઢ ને
! તેમાં પણ ખૂબ મજા
આવશે! Old is gold! જેમ અમેરિકન છોકરીઓને
latest cars ના મોડેલ ગમે છે તેમ
Oldest model પણ તેટલા જ પ્રિય હોય
છે. Latest તો રસ્તા પર
ઘણાં દેખાય પણ Oldest જોવા મળે એટલે
તેની કિંમત શું વધુ માગું
છું. અને મૂડીને અનુભવી
જોજે!!
અહીં
Summer - Winter ની મારામારી ચાલ્યા કરે છે. ગઈ
કાલે ઠંડો ઋતુ હતી
પણ આજે હદ થઈ
ગઈ એટલી ગરમી છે.
આજની ગરમીથી તો મગજ પર
પણ અસર થઈ જાય
છે!!
ગયા
રવિવારે અહીંના આજુબાજુના કુદરતી સૌંદર્ય જોવા ગયેલ. ગ્લાસગો
તો ખૂબ જ ધુમાડીયું
શહેર છે પણ તેની
બહાર ગયા એટલે અત્યંત
રમણીય પ્રદેશ છે. મને સ્વપ્ને
પણ ખ્યાલ ન હતો કે
Scotland આટલું સુંદર હશે! Scotland ને માટે Born Scotland કહે છે
તેમાં કેટલું સત્ય છે તે
હવે ખ્યાલમાં આવે છે. ૨૪/૫/૫૭ ના
દિવસ એક Special train માં આખા દિવસની
ટ્રીપ પર ગયેલ અને
ત્યારે પણ ખૂબ જ
મજા આવેલ. Photographers
Excursion હતું પણ હું તો
કેમેરા વગર જ ગયેલ!!
એજ
હું ત્યાં કુશળ હશે હું
અહીં કુશળ છું. India પાછા
ક્યારે ફરવાના છો? કે ત્યાં
જ ઘર માંડવાનો વિચાર
રાખ્યો છે. American Embassy માં આપના પેલા
મિત્રને યાદ કરે છે
કે નહિ?!!
એજ
પત્રનો ઉત્તર જલ્દી આપીશ ને ?
નરેશ




No comments:
Post a Comment