To, Hemendra C. Parekh.
B-28 Engineering Hostel,
Vallabh Vidyanagar Via ANAND.
७३
शांत सदन, मुंबई २२
२६-११-५४
પ્રિય
હેમેન્દ્ર, આજે સવારની કોલેજ
હતી. લગભગ ૧-૪૫
વાગે ઘરે આવ્યો અને
જમી કરીને તુરત મારી રૂમ
કે જે ઘણાં વખતથી
સાફ કરી શકાઈ ન
હતી તે કરવા બેઠો.
લગભગ બધો કચરો કાઢીને
દરવાજા બહાર કાઢવા જતો
હતો ત્યાં રામો એક કવર
લઈને આવ્યો. કવર હાથમાં આવતાં
જ ઓળખાઈ ગયું. અને બાકીનું કામ
રામાને કરવાનું કહીને પત્ર વાંચવા બેઠો.
પત્ર વાંચતા જાણે મને પોતાને
એવો આભાસ થવા લાગ્યો
કે આપણે સફરે નીકળી
પડ્યા છીએ અને એક
પછી એક શહેરો - જંગલો
- નદીઓ - પર્વતો અને ઝરણાંઓ આપણે
જોઈએ છીએ. થોડીઘણી તકલીફો
પણ પડે છે, પણ
તેમાં જ ખરો આનંદ
રહેલો છે. જરૂરી વસ્તુ
વગર ચલાવી લેવું એ પણ એક
સુખનો પ્રકાર જ છે.
હું
તો દુનિયાના પ્રવાસે જવાના તરંગોમાં ઘણાં વર્ષોથી આનંદ
લેતો હતો અને એ
દિવસ ક્યારે પ્રત્યક્ષ આવે તેની હવે
તો રાહ જોઉં છું.
હું તો ઘણીવાર વિચાર
પણ કરતો કે મારી
સાથે મને Company કોણ આપશે. મને
ખાતરી હતી કે અહીંના
મારા મિત્રોમાંથી કોઈ તૈયાર નહિ
થાય. તો કોને સાથે
લઈ જવા. સગા સબંધીઓ
સાથે તો જરા પણ
આનંદ ન આવે, પણ
આખરે જાણે પ્રભુએ જ
આપણા બંનેનો ભેટો કરાવી આપ્યો
હોય તેવું લાગે છે. આપણે
કેટલા વર્ષોથી એક બીજાની નજદીક
હતાં છતાં પણ અત્યાર
સુધી એક બીજાની ઝંખના
જાણી શક્યા ન હતાં. કેટલું
આશ્ચર્ય જનક લાગે છે?
છેલ્લા
વરસ એકથી તો એ
ઝંખનાએ મને થોડેક અંશે
પાગલ જેવો બનાવી દીધો
છે અને ઘણીવાર એના
વિચારોમાં જ મશગુલ રહું
છું. દુનિયા ફરવી તો છે
પણ ઘણાં જ ઓછા
પૈસે તો તેને માટે
શું કરવું જોઈએ? થોડાંક પૈસા તો શરૂઆતમાં
જોઈએ તે ક્યાંથી લાવવા?
વગેરે વિચારો વ્યાકુળ બનાવી મૂકે છે. પણ
"where there is a will there a way."
આપણી
ટુર માટે એક વસ્તુ
તું ભૂલી ગયો લાગે
છે. કે જે તે
French અને German ભાષા પણ શીખી
લેવી મને જરૂરી લાગે
છે. ઘણાં દેશના લોકો
એવા છે કે English નો
અર્થ પણ જાણતા નથી
અને ખાસ કરીને France - German કે China ના
લોકોને તેઓની માતૃભાષા માટે ઘણું જ
માન
છે,
તો જો આપણે પણ
તેઓની ભાષા જાણતા હોઈએ
તો પણ આપણા પ્રત્યે
માન ઉપજે. તેઓનો પ્રેમ સંપાદન કરી શકાય.
"The Society of Experiment
in International Living" નો
ધ્યેય શું છે? તે
કઈ બાબતમાં મદદ કરે છે?
તથા Mahendra Meghani શું Activities કરે છે વગેરે
વિગતવાર જણાવજે.
ઘણીવાર
તો એવા વિચારો આવે
છે કે કોઈ R.M.D.C કે
કસોટી કે એવી કોઈ
હરીફાઈનું પહેલું ઈનામ લાગી જાય
તો બસ બેડો પાર.
પછી તો મુહૂર્ત પણ
જોવરાવવા જવું ન પડે.
પણ પુરુષાર્થ વગર કાંઈ થોડોજ
ભગવાન આપણને તે પૈસા આપવાનો
છે? હમણાંથી તો શબ્દ રચના
હરીફાઈઓ લાખ લાખના જ
ઈનામો જાહેર કરે છે.
હું
આવતી કાલે (શનિવારે) અહીંથી મેલમાં નીકળીને સૌરાષ્ટ્ર જવાનો છું. કોલેજ ચાલુ
છે એટલે જેમ ઓછા
દિવસો બગડે તે રીતે
કાર્યક્રમ ગોઠવ્યો છે. જો કે
મારે તો સુરેન્દ્રનગર ૨૩
તારીખે પહોંચવું જોઈએ પણ હું
મોડો છું. અને બનતા
સુધી ૧-૧૨-૫૪
ના ત્યાંથી નીકળીને આ તરફ આવવા
વિચાર છે. આ પ્રોગ્રામમાં
ભુલ તો ફેરફાર થઈ
શકે તેમ છે જ
નહિતો મારુ કરજે, બીજી
કોઈવાર જરૂર વિચાર કરીશ.
આણંદ કેટલા વાગે આવે છે
તે પણ મને ખબર
નથી અને તું પણ
રાતના હેરાન થાય તે અઈચ્છનીય
છે.
ફોટો
આવતી વખતે ટપાલ દ્વારા
જરૂર મોકલાવીશ.
જગદીશકાકાને
ગઈ કાલે પત્ર લખ્યો
છે તેમાં લખ્યું હતું કે હેમેન્દ્રનો
પત્ર હતો અને તેમાં
તે લખતો હતો કે
"એક બે દિવસમાં જ
જગદીશકાકાને પત્ર લખીશ તો
કદાચ તેનો પત્ર મળી
ગયો હશે અગર મારા
પત્રની સાથે જ મળ્યો
હશે" પણ કાકા તો
જરૂર નિરાશ થવાના. તેં તો હજી
ત્રણ ચાર દિવસ માટે
કાકાને પત્ર લખવાનું Postpond કર્યું
છે. કાકા ત્યાં મજામાં
છે. બધાની smiles જ હમણાં લેવાનું
અને Return કરવાનું રાખ્યું છે. વધુ Progress કર્યો
નથી તેમ તેઓ લખે
છે. Germany માં Female નું પ્રમાણ ઘણું
છે કારણ યુદ્ધમાં ઘણાં
જ માણસો મૃત્યુ પામ્યા છે. હવે તો
તેમની Land-lady તેના ગામ જઈને
એક સુંદર છોકરીને તેડી લાવી છે
કે જે તેઓની
સાથે
જ રહે છે એમ
કાકાના છેલ્લા પત્રમાં હતું. આ બાબત કાકાને
કાંઈ પણ લખતો નહિ.
હાલ
એજ પત્ર સુરેન્દ્રનગર લખવા
વિચાર થાય તો નીચે
પ્રમાણે એડ્રેસ છે.
નરેશ
_
નરેશ.
શાહ. Mehta House,
Tower Road. SURENDRANAGAR (Saurashtra)




No comments:
Post a Comment