To, Hemendra C. Parekh
B-28 Engineering Hostel,
Vallabh Vidyanagar. Via ANAND.
૭૩,
સાયન રોડ, મુંબઇ ૨૨.
૨૧-૨-૫૫.
પ્રિય
હેમેન્દ્ર, I am
extremely sorry for my last le
તારા
૧૬-૧૭ જાન્યુઆરીના પત્રનો
ઉત્તર આજે બરાબર એક
મહિનો અને ત્રણ દિવસે
આપવા બેસું છું. તે જાણીને
મને પણ મારા પર
દયા આવે છે તો
તને તો સ્વાભાવિક જ
આશ્ચર્ય થશે જ. આ
પહેલાંનો પત્ર પણ તને
આશ્ચર્ય સાથે જ મળ્યો
હતો. કેમ ખરું ને?
હા એ સત્ય હકીકત
છે કે શાંતિ-સદનમાં
રહેતાં નરેશને પત્ર Post કરવા માટે ૨
આના આઠ પૈસા તાંઝાનિા
ખીસામાં ન હતાં. અને
મને ખ્યાલ પણ ન હતો
કે સરકારે જુના કવરો બંધ
કર્યા છે. મને તો
કોઈકે કહેલું કે માર્ચ મહિનાથી
જુના કવરોનું ચલણ બંધ થવાનું
છે એટલે આવા કપરા
સંજોગોમાં એ કવર ઠીક
કામ લાગશે તેમ માનીને જ
મેં પત્ર લખ્યો હતો.
અત્યારે
જ કાકાને તથા મારા મામાને
પત્ર લખ્યો છે એટલે હાથ
એકદમ થાકી ગયા છે.
અક્ષરો પણ ખરાબ નિકળ્યા
છે. તો માફ કરજે.
હવે
તો હું આપણા Plans ક્યારે
Practical માં આવે તેની જ
રાહ જોઈને બેઠો છું. એકાદ
મિત્રને તો કોઈ Paying ધંધો
પણ ગોતવા કહ્યું છે. થોડા Investment પર
સારો કરતાં પણ ચૉક્કસ નફો
રહે તેવો ધંધો ગોતવા
મંડ્યું છે. તારા ખ્યાલમાં
છે તેવું કંઈ? તો જરૂર
જણાવજે કે જેથી આપણા
Plans જલ્દીથી
tter which caused you to pay a
penalty of 3 As. સમજમાં
આવી શકે.
પજ્ઞાના
પ્રકરણ વિષે નહિવત જાનમી
જાણી. વધુ તો હવે
પાછા આપણે મળશું ત્યારે
જ ને? ક્યારે મળશું?
ક્યાં મળશું? હું વાડિયા આવું
તેમ તારું લખવું છે પણ તે
બાબત મેં વિચાર કર્યો
નથી.
જ્યોતિ
કે જે હજુ મારી
યાદમાં તો નાની ૧
1/2 - ૨ વરસની નિર્દોષ બાળક જેવી છે
તે અહીં આવી ગઈ
પણ તે મને જણાવ્યું
નહિ. હું જોઉં તો
તેને જોઈને ઓળખી તો ન
શકેત પણ કદાચ સાચું
પણ ન માની શકેત.
કારણ કે હવે તો
ખૂબ મોટી થઈ ગઈ
હશે. વિરેન્દ્રના પત્રો આવતા હશે. તે
મઝામાં હશે.
હાલ
રોજ કાકાના પત્રો આવતા હશે. આજે
જ એમનો મારા પર
તેમનો એક પત્ર આવ્યો
છે. કંઈ ખાસ નવીન
લખતા નથી.
મધુકાંતની
કંકોત્રી તારા પર આવી
જ હશે. કારણ મેં
તેને તારું તથા જગદીશકાકાનું એડ્રેસ
આપ્યું હતું. જગદીશકાકાને કંકોત્રી
મળી
ગઈ છે. તને મળી
કે નહિ? રણછોડે પણ
તારીખ ૨-૨-૫૫
ના દિવસે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. જો કે
મને તો તે સાવ
ભૂલી ગયો લાગે છે.
કદાચ રસ્તા પર મળે તો
પણ ઓળખી ન શકે!
તેની કંકોત્રી તારા પર હતી?
ક્યાંથી હોય જ્યારે મારા
પર પણ નથી ને.
ખેર કંઈ નહિ, ખૂબ
અફસોસ કરવા જેવું કંઈ
તેમાં નથી. આ રીતે
આ મહિનામાં આપણા બે સ્કૂલ
friend Duplicate થઈ ગયા. બીજા અડધા
Duplicate થઈ ગયા છે. ઘણાં
કાચા સાવ લુખ્ખા રહી
ગયા છે.
તાજું
રોજ નરેશના
Naresh
73, Sion Road.
BOMBAY - 22.





No comments:
Post a Comment