To, Hemen. C. Parekh
Esqr No. 4835. S. Martindale
DETROIT 4. (Mich) U.S.A
વડિયા,
તા. ૨૭.૮.૫૬
ચિ.
ભા... બટુક, લિ. તારા તરફથી
આજ દોઢ મહીનો થયો
પત્ર નથી તે દરમ્યાન
રાજકોટથી ઓત અને અનેક
આ સમયે સાચો પત્ર
લખાય છે. છેલ્લા કેટલાક
દિવસથી દરરોજ ટપાલનાં સમયે તારો પત્ર
મળવાની ઘરમાં સૌ પ્રતિક્ષા કરી
રહ્યા છે. દિવસો જેમ
જેમ જાય છે તેમ
તેમ સૌની આતુરતા વ્યાકુળ
બને છે અને આજ
દિવસ સુધી પત્ર કેમ
નહીં લખ્યો, હોય, તે બાબતમાં
મનમાં અનેક તરંગો ઉઠે
છે. ઈલી-અરપાના ક્યાં
આગળ પિતાની સાથે રહેતા હશે
તે અરસામાં ક્યારેક પત્ર મારો મળતો
ત્યારે આટલી બધી ચિંતા
અને વ્યથા થતી નહોતી. કારણ
કે ત્યાં આગળ તારા મિત્રો
સાથે રહેતા હોવાથી સૌને ધરપત હતી
જ્યારે અહિયાં ડેટ્રોઈટમાં તું ઓતો હોય
તેમ અમે સૌને બહુ
ચિંતા રહે છે. વળી
એનો પણ સાંભળ્યું છે.
એટલે આવા દિવસોમાં તો
તારો પત્ર જરૂર મળવો
જોઈએ. તારી તબીયત ખૂબ
તંદુરસ્ત હોય એમ પ્રભુ
પાસે પ્રાર્થિએ છીએ. વળી તારું
વેકેશન આ મહીનાની આખરમાં
તો પુરૂ થવાનું કે
રૂડું? અને તે પુરૂ
થતાં તું પાછો ઈલી-અરપાના જવાંનો તે તારો પત્ર
આવેથી ખબર પડે. જો
તારે આપલીંગ સાયર સુધીમ ત્યાં
રહેવાનું હશે તો તો
કદાચ આ પત્ર પહોંચ્યા
પહેલાં તું ત્યાંથી નીકળી
ગયો હોઈશ. તારા પત્રો રીડાયરેક્ટ
કરી આપવાનાં ખબર સેન્ડ સેન્ડને
આપી ગયેલ હોઈશ. અને
લખેલ રાજકોટ, ગોંડલ... જૂનાગઢ સૌ કુશળ છે.
બધાની તબીયત સારી છે. મિ.સૌ. ચંદા બરોબર
નથી, બરોબર... રાખડીઓ લખેલ અને પરિવાર...
રાખડીઓ
તને સમયસર મળી ગઈ હશે.
વરસાદ આછો થઈ ગયો
છે. રાજકોટ મિ. ભા. દિનેશને
સાતમ-આઠમ કે એક
અઠવાડીયાનું વેકેશન હોવાનું મને આપેલ છે.
મિ. ભા. નાનું બેંગ્લોર
પધાર્યા છે. એમની ટ્રેઈનીંગ
ચાલુ થઈ ગયેલ છે.
એમના ટ્રેઈનીંગ સિતારા બેંગ્લોરથી ૧૦ માઈલ દૂર
ચાલતા હોવાનું. કંપનીની લક્ઝરી દરરોજ એમને તેડવા આવે
છે. એમણે પણ તને
કદાચ પત્ર લખ્યો હશે
અને અહિયાં બંગાળ હશે. એમનો સર્વિસ
પિરિયડ પૂરો થયા પછી
તા. ના નાઝુમહારાજ થઈને
પુનાનાં તહેવારો પહેલાં વિઝીટ પહોંચી જશે અને કદાચ
દિવાળી બાદ હિન્દ પાછો
દેશમાં આવશે. રાજકોટમાં ઓફિસનું કામ પણ સારૂં
ચાલે છે. હાલ અમે
ગામી કુશળ છીએ પણ
સમયમાં બીજા કુલ ઓફિસ
ન રાખેલ, અને નિયમીત લખતા
રહેવું. પૂજ્ય અમારા પચ્ચે શાંતિ રહે. તારૂં અને...
લિ. ચુનીલાલ ના રઘુનાથજી.
વડિયા
તા. ૨૭-૮-૫૬
પૂજ્ય
બટુકભાઈ, તમારો પત્ર ઘણા દિવસથી
નથી તો તુરત જ
લખશો. અમે બધા આનંદમાં
છીએ તમે મઝમાં હશો.
હું હમણા સાતમ-આઠમની
રજા ઉપર અઠવાડીયુ અહી
રહેવા આવ્યો છું. મારી તબીયત
સારી છે તમારી તબીયત
સારી હશે. બા, બાપુજીની
તબીયત સારી છે. મારો
અભ્યાસ બરોબર ચાલે છે. તમારૂ
વેકેશન પુરૂ થઈ ગયું
હશે. કાગળનો જવાબ તુરતજ લખશો.
લિ. દિનેશના પ્રણામ.
૨૭
મી ઓગષ્ટ સોમ
બટુકભાઈ,
તમારા તરફથી ઘણા સમયથી પત્ર
નથી તો તુરત લખશો.
જોકે ત્યાંથી લખ્યો હશે તો અહીં
એકાદ બે દિવસમાં મળવો
જોઈએ. આ પહેલાંનો પત્ર
તથા રાખડી બંને મળી ગઈ
હશે. એક રાખડી વધારે
કોઈને આપવા માટે મોકલી
હતી. કલકત્તાથી બંને વ્હેનોએ મોકલેલ
રાખડી પણ મળી ગઈ
હશે. ગોંડલ મંજુબેન અહંદમાં છે. એકાદ મહિનામાં
અહીં કદાચ આવશે. રણજીતભાઈ
રાંચીથી કલકત્તા તરફ ફરવામાં ગયેલા
છે. ૧/૧-૨
મહિનામાં દેશમાં પાછા આવશે.
બેંગલોરથી
નાનુભાઈનો કાગળ અહીં હજી
નથી આવ્યો. દિનેશ કાલે અહીં આવ્યો
છે. એકાદ અઠવાડીયુ રોકાશે.
અહીં આ વખતે સાતમ-આઠમ પર એટલે
કે આવતી કાલથી મેળો-અપૂંબ બઝાર વિ. ભરાવવાનું
છે. નાટકનો પ્રોગ્રામ પણ આપણી વાડીનાં
ગોડાઉનમાં ગોઠવ્યાો છે. ત્યાં તો
તમને આપણા શ્રાવણ મહિનાનાં
તહેવારો ક્યારે આવીને વહ્યા જશે એ ખબર
નહિ હોય. અહીંથી અમે
લખીએ એટલે યાદ આવતા
હશે, અહીં સૌ અહંદમાં
છે. ત્યાં તમારું કામકાજ બરોબર ચાલતું હશે. નવીન સમાચારો
જણાવતા રહેશો. બા લખાવે છે
કે વધુ કામ કરતા
પહેલા તબીયત સંભાળજો. — જ્યોતિ
Chunilal K. Parekh
Vadia (Saurashtra) (India)





No comments:
Post a Comment