પ્રતિ,
હેમેન્દ્ર ચુનીલાલ પારેખ,
૩૧,
પટેલ બિલ્ડીંગ, પાવર હાઉસની બાજુમાં,
રાજકોટ (સૌરાષ્ટ્ર)
તા.
ક. તારી બેગમાં બે
ચાર કપડાં મુકી શકાય તેટલી
જગ્યા રાખજે. કારણ રૂબરૂમાં. ભુલતો
નહિ.
ટાવર
રોડ, મહેતા હાઉસ, સુરેન્દ્રનગર, ૧૧-૫-૫૧.
હેમેન્દ્ર,
હમણાં
જ જગદીશકાકાનો પત્ર મળ્યો છે
અને તેનો જવાબ આપીને
હર્ષ તને આ પત્ર
લખું છું.
જગદીશકાકા
અને મિત્રો મુંબઈથી તારીખ ૧૪ મીને શનિવારે
સાંજે જનતા મેઈલમાં નીકળીને
આબુ તરફ જવાના છે
અને આપણને અમદાવાદ સ્ટેશને મળવાનું લખ્યું છે તો મેં
એ પ્રમાણે આપણો કાર્યક્રમ ગોઠવ્યો
છે.
આપણે
પણ તારીખ ૧૪ મીને સાંજે
મેઈલમાં નીકળી અમદાવાદ જવું. આપણે લગભગ રાતના
૧૦|| - ૧૧ વાગે અમદાવાદ
પહોંચી જઈશું. ત્યાં આખી
રાત
waiting room માં ગાળી સવારે જનતા
મેઈલમાં આવનાર મિત્રો તેમજ કાકાનું સામૈયું
કરી તેમની સાથે મળી જઈશું.
તું અહીં તારીખ ૧૩મીએ
આવી જજે. આપ ત્યારે
અગાઉથી પત્ર લખજે અને
ક્યાં સ્ટેશને ઉતરીશ તે પણ લખજે
કારણ કે સુરેન્દ્રનગરનાં પાંચ
સ્ટેશન છે.
સુરેન્દ્રનગર
જંકશન, સુરેન્દ્રનગર કેમ્પ, — ગેટ , — સીટી વગેરે. કદાચ
પત્ર મને મોડો મળે
અને મારાથી સ્ટેશને ન આવી શકાય
તો પણ ગભરાઈશ નહિ.
કોઈ પણ ગાડીવાળાને કહેજે
કે ટાવર પાસે મોહનલાલ
ઠાકરશીને ત્યાં લઈજા તો તને
તે સીધો લાવશે. નહિતર
ટાવર પાસે આવીને કોઈને
પણ પુછીશ તો તે ઘર
બતાવશે.
વિરેન્દ્રને
પણ સાથે લાવજે.
આજ
સવારે તારો પત્ર મળ્યો
વાંચી અત્યંત આનંદ અને ઉલ્હાસ
છલકાઈ ગયેલ, કે પાંચ વર્ષે
મને મારો મિત્ર મળવાનો
છે પરંતુ ઘડિયાળના કાંટા ફરતા ગયા તેમ
તેમ તો ચિંતા થવા
લાગી. અને અંતે તું
ન જ આવ્યો ત્યારે
ખૂબ જ લાગી આવ્યું.
ખરાની ચાર પાંચ વાર
તપાસ કરી તો માલુમ
પડ્યું કે તે તો
આવી ગયા પછી હું
અને મારા મામા અહીંની
દરેકે દરેક લોજ પણ
ફરી વળ્યા પણ જ્યાં તું
ક્યાંક દુર જઈને પડ્યો
હોય તો અહીં ક્યાંથી
મળે? ખેર હવે તો
આશા રાખું છું કે તું
૧૩મી એ જરૂર જરૂર
જ આવશે.
પત્ર
તુરત લખજે – મારૂં પોસ્ટકાર્ડ મળ્યું હશે?
નરેન્દ્ર




No comments:
Post a Comment