Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 March 2017

NARESH - 22/11/1954

To, Hemendra C. Parekh.

B-28 Engineering Hostel,

 Vallabh Vidhyanagar Via Anand. (Gujarat)

 

૭૩ સાયન રોડ, મુંબઇ ૨૨. ૨૨-૧૧-૫૪

પ્રિય હેમેન્દ્ર, તારો -૧૦-૫૪ નો પત્ર મળ્યો અને તરત ઉત્તર આપવાની ઇચ્છા પણ થઈ આવેલ પરંતુ જો પત્ર તુરત લખેત તો તેને તારી ઘણી પ્રતિક્ષા કરવી પડે તેવું હતું એટલે ઢીલ કરી. જો કે અમુક કારણોસર ઢીલમાં વધુ પડતી ઢીલ થઈ ગઈ છે તો દરગુજર કરજે.

શું હું જાણી શકું છું કે મારા અગાઉના પત્રમાં મેં એવું શું લખી નાખ્યું છે કે જે વાંચીને તને એમ થાય છે કે મેં પત્ર નહિ લખ્યો હોય. પત્ર તને કયા સરનામે મળેલ? મારા પૂ. મોટાભાઈએ તારા કલકત્તાથી લખેલ P.C. નો ઉત્તર મારી ગેરહાજરીમાં આપી દીધો હતો. તો તેમનો લખેલ તો પત્ર નથી ને? તેઓ કહેતાં હતાં કે ઘણો સારો પત્ર લખ્યો છે. તો મને ખબર નથી કે તેઓએ તને શું લખ્યું છે. બને તો પત્ર મને જરૂર પાછો મોકલજે કે જેથી વાંચીને મારી ભૂલ હોય તો હું સુધારું અગર તેનો ખુલાસો કરું. તું લખે છે કે તારા દરેક પત્રોનો અર્થ હું ખોટો તારવું છું અને તેના પુરાવા રૂપી તારી પાસે મારો છેલ્લો પત્ર છે. તો એવું શું છે તે કાંઈ મારા ખ્યાલમાં આવતું નથી. તારો ભાષા પર કાબુ તો ઘણોજ છે પછી તેમાંથી ખોટું તારવાનો અર્થ ક્યાં રહે છે ભ્રા! કદાચ એવું બન્યું હોય કે તારી ઉચ્ચ શ્રેણીના લખેલ પત્રનો અર્થ બરાબર હું સમજી શક્યો હોઉં. પરંતુ તેનો ખોટો અર્થ તો કેમ કરું?

 

તારી જે ઝંખના છે તે મારી પણ ઝંખના છે. કે જે બીજા મિત્રો કરતાં જુદી તરી આવે છે. તારો પત્ર મળ્યો તેના આગળના દિવસે હું - મહેન્દ્ર, લલ્લુ વગેરે નાટકમાં "બરાતી" જોવા ગયેલાં અને ત્યાં ફરતાં રસ્તામાં વાત નીકળી તો મેં કહ્યું કે બસ મને એક ગાડી મળી જાય તો ઘણું છે. આખી દુનિયા ફરીને જોવી છે, અને જાણવી છે. તો મહેન્દ્ર અને લલ્લુ કહેવા લાગ્યાં કે પહેલાં લાડી લાવ પછી ગાડીની ચિંતા કર. પણ હું તેઓના વિચારો સાથે બાબતમાં સંમત થતો નથી. તેની પહેલાં પણ જગદીશકાકાના બહેન હીરાબેન સાથે બાબત પર ચર્ચા થઈ હતી. તેઓ પણ કહેતાં હતાં કે પહેલાં તું લાડી લાવ પછી લાડી અને ગાડી સાથે તારી જે ફરવાની તમન્ના છે તે પૂરી કર. પણ તેમને પણ મેં ચોખ્ખું કહ્યું કે સાવ અશક્ય . I simply want to roam and roam round the world by car only. This is my intense desire. ઘણી વખત ભૂલી ગયેલ કવિતાના અંશો યાદ કરું છું અને તેના વિચારોમાં હું આનંદ માણું છું.

બીજું હું તારીખ મી Nitinkumar ને ત્યાંથી કેમેરો લઈ આવ્યો હતો જે વાત તેમને કરી હશે. તેઓ ગયો ત્યારે બહાર જવાની તૈયારી કરતાં હતાં એટલે હું નસીબદાર કે ટાઈમસર પહોચી શક્યો. ત્યાંથી રજા લઈને હું અને મહેન્દ્ર સ્ટેશને ગયા અને બોરીવલ્લી તરફની ગાડી પકડી. કે જેમાં Nitinkumar પણ તેમનાં she friend સાથે હતાં. પણ તેમને અમે disturb કર્યા નહિ. તેમનાં

 

friend તો ઘણાં વહેલા station આવીને બેઠા હતાં. જ્યારે અમે Nitin કુમારના બંગલાની પાસે પહોચ્યા ત્યારે તેમના friend ના દર્શન થયા હતાં પરંતુ તે વખતે તેવો ખ્યાલ નહિ કે અમે જઈને Nitinkumar ની ભાડું કરાવીશું. તેમ છતાં હું ધારું છું કે નાસિક જોવા માટે તેઓ બરાબર ટાઈમસર પહોચ્યાં હતાં. They were sharp in time. વાત નિતિનચંદને કહેતો નહિ. ખાલી તારી information માટે લખું છું.

મારા પૂ. પિતાશ્રી તથા માતુશ્રી સુરેન્દ્રનગર તરફ બે ચાર દિવસ માટે જવાનો છું અને હું પણ ૨૮-૨૯ તારીખે નીકળીને તે ગઈ કાલે લાલુભાઈના પુત્ર રમેશભાઈ મળ્યાં હતાં. તેઓએ તારા સમાચાર પુછ્યા છે અને યાદ લખવા કહ્યું છે. લાલુભાઈને બેસતા વર્ષને દિવસે અચાનક લકવો થઈ ગયો હતો.

તારે કયા ફોટાની copy જોઈએ છે તે હું ભૂલી ગયો છું તો મહેરબાની કરીને વિગતવાર પાછો લખજે. શું મારી અગાશી પર ફોટા પાડ્યા હતાં તેમની copy જોઈએ છે? તેની નેગેટીવ તો રજની પાસે છે. મારે પોતાને પણ જોઈએ છે પણ રજની મળતો નથી. મારી પાસે પણ એક copy હતી કે જે પણ મેં પૂ. જગદીશકાકાને મોકલાવી આપી છે. તેઓ મજામાં છે. કાંઈ ખાસ નવીન લખતા નથી. મહેતાને તો પોતાના ભવિષ્ય કે ભૂતકાળનો વિચાર કરવાનો પણ ટાઇમ મળતો નથી પણ એમ નરશે.

 

Naresh. Shah.

73 Sion Road, Bombay 22.

 






No comments:

Post a Comment