To,
Mr. Hemendra. C. Patekh,
1128, Ohio
LAWRENCE
(Kans.)
Altavista Finishing Plant,
Division of Burlington Mills Corp. Hurt Va. // United piece dye works, 132
Madison Ave. New York 16 NY. // Rayon Processing Comp. of Rhode Island // 5
Cotunna St Glasgow C.3. // $12^{\text{th}}$ April. 57 // Moshassuck Pawtucket
RI
પ્રિય
હેમેન્દ્ર,
Thank you very much for your
sincere efforts and I regret very much for myself.
હમણાં
હમણાં regret ના પત્રો - તથા
ઉત્તરો ઘણાં મળે છે
એટલે તેનાથી સહેજ ટેવાઈ ગયો
છું. ગયા અઠવાડિયે લગભગ
દરરોજ એક Regret નો પત્ર મળતો.
ખાસ અગત્યની બાબતો ન હતી એટલે
વાંધો ન આવ્યો નહિતર
જરૂર હાર્ટ ફેઈલ જ થઈ
જાય. કેમ ખરું ને?
દરરોજ ઉપરઉપરી જાણે regret ની વર્ષા શરૂ
થઈ. મક્કમ હોઈશ તારો પત્ર
ગઈ કાલે તારો પત્ર
બપોરે મળ્યો અને ખરેખર જ્યાં
આખો પત્ર મળેલ ત્યાં
જ ઉભા રહીને પત્ર
વાંચવા માંડ્યો અને એકવાર પત્રની
શરૂઆત કરી પછી ત્યાંથી
પુરો કર્યા વગર ખસવાનું દિલ
ન થયું. ઓવરકોટ પહેરેલ હતો અને (જળસભર)
ચોમાસું જેવું પણ હતી અને
તારા સુંદર પત્રમાં એટલો બધો ગરકાવ
થઈ ગયેલ કે Landlady ની
દીકરી એ જ્યારે મને
પુછ્યું કે "નરેશ, એટલો એટલો કેમ
હસે છે? કોઈનો સારો
પત્ર આવ્યો લાગે છે? મેં
પણ તેની મશ્કરીને પ્રોત્સાહન
જ આપ્યું કે હું - America થી
એક ખાસ દોસ્તનો પત્ર
છે અને હું પણ
હવે અમેરિકા જાઉં છું. અહીંથી
કંટાળી ગયો તો કહે
"You are NOT" મેં
કહ્યું મારો મિત્ર ત્યાં
ખરેખર Foreign માં હોવા છતાં
આનંદ મેળવે છે તેઓ Socials ગોઠવે
છે - સારું સારું ખાવાનું બનાવીને ખાય છે અને
પાછા મને જરા ગરમ
કરવા પત્રમાં પણ લખે છે
એટલે તેની અદેખાઈ આવે
છે. જ્યારે અહીં મારે માટે
college થી ઘર અને ઘરથી
લાઈબ્રેરી અને લાઈબ્રેરીથી ઘરે
એ પ્રમાણેનો જ જાણે સીધો
વ્યવહાર છે કાંઈ જ
Entertainment જેવું નહિ. ખેર ! જેસી
ઈશ્વર ઈચ્છા.
ફોટાઓ
બદલ પણ ખુબ ખુબ
આભાર અને
ભવિષ્યમાં
પણ અવારનવાર આ પ્રમાણે છેતરી
ફોટાઓ તો મોકલતો રહેજે
કે જેથી તે જોઈને
આનંદ થાય. ફોટામાં તો
Miss Vimla ઘણાં જ સારા લાગે
છે અને તારા લખ્યા
મુજબ તો બિલકુલ Standard હોય
હોય તેમ લાગે છે
કે પછી ત્યાંની American Beauty જોઈને હવે
Indian જલદી નજરમાં નહિ આવતા હોય.
હા અને આ વખતની
તારી બધી જ વાતો
મને ખૂબ જ ગમી
અને તેમાં પણ ખાસ કરીને
તારી લગ્ન વિષેની ઈચ્છા
અને માન્યતા વિશેષ. મને તો અત્યારથી
તારા લગ્નના સમાચાર સાંભળીને આનંદ થઈ ગયો
તો ખરેખર સમયે શું થશે?
કદાચ બનવા જોગ છે
કે અહીંના શુષ્ક વાતાવરણમાં ઘણાં વખતથી છું
એટલે આવા આનંદદાયક પ્રસંગ
ના સમાચાર મળે એટલે સહેજે
જ આનંદ થાય. અને
વિશેષમાં ખરેખર અત્યારે પણ મોંમાં પાણી
આવે છે કે તારા
લગ્નમાં ખૂબ ખૂબ મીઠાઈ
ખાવા મળશે નહિ પણ
ઈર્સાણુ જ જગાડજે કે
ક્યારે મારા સપનો પૂર્ણ
થશે.
પહેલાંથી
જ તને લખી નાખું
કે મારે આ વિષય
પર તારા એકેય પાકાં
અને પાંચ-પાયાવગરના arguments જોઈતાં નથી.
પત્રમાં તે લખ્યું છે
"But I do not take it as 'granted' as most people do" એ વાક્ય મેં
બરાબર વાંચ્યું છે અને અત્યારે
પણ ફરીને પાંચમી વખત વાંચું પણ
તે વાક્યમાં હું જરા સંમત
થતો નથી માટે ટાઈમ
- (વર્ષ અને મહિનો) લગ્ન
કરવા ધાર્યો છે એ મને
જણાવજે તેની બદલીમાં મારા
તરફથી તને કોઈએ તો
જ પૂરી Security પણ આ વાત
હું કોઈને જણાવીશ નહિ. ફક્ત આપણા
બે વચ્ચે જ એ છે
! અને કદાચ લગ્ન તો
- ટૂંકમાં આપણાં ત્રણ વચ્ચે જ
એ વાત રહેશે !! ખરેખર
! હેમેન્દ્ર, તારા જેવા જ
વિચાર મને પણ ઘણીવાર
આવતા અને આ પણ
આવે છે, તારો આ
વખતનો પત્ર વાંચતાં
દરેક
લીટી જાણે મારા હૃદયમાંથી
જ નીકળેલ ન હોય તેવું
લાગતું. મારા જ વિચારો
જાણે તે પત્રમાં સજ્જ
કર્યા હોય એવું લાગ્યું.
ફક્ત એક જ વાતમાં
સંમત ન થયો અને
તે હતી ભવિષ્યના વિચારોની
વાત ! તું લખે છે
કે તું ફક્ત આવતી
કાલનો જ વિચાર કરે
છે - એ ઘણી જ
સારી રીત છે અને
એ વિષે મેં ક્યાંક
વાંચ્યું પણ હતું કે
ફક્ત આવતી કાલનો જ
વિચાર કરનાર પુરુષ આગળ વધી શકે
છે અને ઉન્નતિના શિખરે
પહોંચે છે, તો છતાં
એ વાતને હું Practice માં મુકી નથી
શકતો અને ઘણી વખત
તો ઘણાં જ વર્ષો
સુધી આગળ - વિચારમાં જ દોડી જાઉં
છું. અને તેમાં ફરી
એક જ પ્રશ્ન ઉપસ્થિત
થઈ જાય છે - ત્યારે
એ દોડ અટકે છે
- કે "ખરેખર શું આ સર્વે
મારા શેખચલ્લીના વિચારો Realise થશે કે? અને
તેનો ઉત્તર મેળવવાના ફાંફામાં પડી જાઉં છું
તે પણ "દુનિયાનો સફર" ની આશા ત્યજી
નથી ભાગ્યે મને વિશેષ આનંદ
થયો. એક નવો વિચાર
આપું? આપણે બંન્ને દુનિયાની
સફર સાથે કરી - ઘરે
જઈને ત્યાંથી સીધા Himalaya માં ચાલ્યા જવાનો
વિચાર રાખીશ.
પં.
મેઘાણીકાકાને પણ લંડન તે
પત્ર લખ્યો છે જાણીને ખૂબ
જ આનંદ થયો અને
તારી એ મદદ બદલ
આભાર. સેમ્પલ માટે હું અહીં
મરું છું એમ કહું
તો પણ ચાલે અને
પ્રથમમાં એકેય આવતું નથી.
બધા Business
Reputation માગે છે. શું પથરા
આપે !?! સવારના અગીયાર વાગ્યાનો American Mills ના Addresses મેળવવા પ્રયત્ન કરતો તે અત્યારે
શા માટે સંતોષ ન
જ થાય એટલા માંડ
મળ્યાં. આજ Library ટૂંપી નાખી !! હવે તેનું પરિણામ
તારા હાથમાં મુકી દઉં છું
[બહુ જ મહેનત મલ્યો
માટે ખાસ ચાહી].
Angel Silk Mills, Inc., Rocky
Mount, Va (Acetate-satin & silk
Tennessee Eastman Corp.,
Kingsport Tenn (Acetate)
Woodward Baldwin & Co., 43
Worth st., Newyork 8 N.Y
ઉપરની
ત્રણ મીલો છે જે
કાપડ (બનાવવું) બનાવે છે તેઓને તારા
ના Dyers Bleachers
& Processers ના રુપ્રેસો છે. (શરૂઆતમાં)




No comments:
Post a Comment