To, Hemendra C. Parekh,
c/o Mercantile & Industrial
Development Co. (Pvt.) Ltd.,
Road No. 2 - Scheme No. 6 Sion,
22, Bombay (India)
60 Cartwright Gardens London W.C.
1. દિ. 24.5.59.
પ્રિય
વિરેન્દ્ર, જત લખવાનું કે
તારા તરફથી ૨૪/૪ નો
લખેલ પત્ર મને અહીં
આગળ ૫/૫ ના
દિવસે મળેલ. પત્ર પર Sender’s name ની
જગ્યાએ તારું નામ જોઈને ખૂબ
જ આશ્ચર્ય થયેલ. પ્રથમ તો માનવામાં જ
ન આવ્યું. પણ પત્ર ખોલીને
વાંચ્યો ત્યારે ખરેખર ખૂબ જ આનંદ
થયેલ. હેમેન્દ્ર ભાઈના સગપણના સમાચાર તેઓ સાથેજ ગઈ
કાલે સુધી મને આપ્યા
ન હતાં. કદાચ તેમનો એવો
વિચાર હશે કે નરેશને
તે આવે ત્યારે સંપૂર્ણ
"Family" સાથે
મળીને ખૂબ આશ્ચર્ય કરી
મુકવો પણ પાછળથી ભાઈને
ખબર પડી ગઈ હશે
કે મને મારા પૂ.
માતુશ્રી તેમજ તારા તરફથી
News મળી ગયા છે એટલે
finally તેણે મને લખ્યું છે.
તેં પણ લખેલ જર્મનીના
એડ્રેસ પર કે જે
સ્થળ મેં માર્ચની શરૂઆતમાં
છોડી દીધેલ છે. ખેર! તેં
મંગાવેલ એને કિંમતમાં કાંઈ
વિશેષ નથી પણ મેળવવી
ખરેખર મુશ્કેલ છે તેને માટે
મારે ખાસ Germany જવું પડશે અને
પ્રયત્ન કરવો પડશે. Germany જવાનો
ખર્ચ Vikas Corporation
ના નામે કરવો પડશે
બીજી પાછળથી થશે તે પ્રમાણે
મોકલી આપીશ. well Virendra! હેમેન્દ્રનું engagement થયું તેનો આનંદ
જરૂર હેમેન્દ્રને ખૂબ થયો જ
હશે પણ તેનાથી અગણિત
તેનો તેટલો જ આનંદ તને
પણ થયો હશે કે
finally હવે line clear
મળી ગઈ. મોટા ભાઈએ
Obstruction દૂર કરી નાખ્યું. ખરું
ને? જનતા સુધી તારા
તેમજ હેમેન્દ્ર ના લગ્ન લગભગ
એક સાથે જ થશે
એમ મને લાગે છે.
જગદીશકાકા આપણને - જર્મનીમાં છે તેમને ૧/૬ ના રોજ
હું પાછો મળવાનો છું.
i.e હું અહીં આગળ તારીખ
૩૧/૫ સુધી જ
રહેવાનો છું. આગળનું એડ્રેસ
હેમેન્દ્ર પાસે છે. તેમ
- નરેશ -
London - Regent Park, 24.5.59
6.30 p.m.
પ્રિય
હેમેન્દ્ર, ગઈ કાલે સવારના
હું Rochdale તથા Blackpool જઈને પાછો "old London" માં આવી ગયેલ
અને લગભગ ૯ વાગે
extremely surprising news મળ્યાં
કે હેમેન્દ્રનો પત્ર છે. Well! I was under the impression that I
would be seeing you in Bombay with your "family"! જીંદગીના બે મોટા પ્રશ્નો
તેં પતાવ્યા અને તે વિષે
તારા તરફથી કાંઈ જ સમાચાર
ન હતાં. સૌરાષ્ટ્રથી એક પત્ર હતો
- અને ત્યાર બાદ long "break". આવા breaks આપણે માટે જો
કે quite often છે. well anyway I was much
pleased to read your letter. નોકરી
અને ...... મેળવ્યા બદલ ખાસ હાર્દિક
અભિનંદન. પૂ. માતુશ્રી તથા
વિરેન્દ્ર તરફથી શુભ સમાચારો મળી
જ ગયેલ પણ absolute official news તારા તરફથી ગઈ
કાલે જ મળ્યાં. હાલ
મે મહિનો ચાલે છે ત્યારે
તરફ લીલુછમ છે અને સૂર્ય
દાદાની પૂરી મહેરબાની છે
એટલે અહીં જગ્યામાં મારી
આજુબાજુનું વાતાવરણ કેવું હશે તેનો ચિતાર
તારી આંખ સમક્ષ ખડો
થતો જ હશે. અને
આવા વાતાવરણથી વિશેષ તારો પત્ર મારી
બાજુમાં જ છે કે
જેની અંદરનું લખાણ પણ મને
અનહદ આનંદ આપે છે.
મારી આસપાસ લગભગ ૬.૭
pairs તેઓની પોતાની દુનિયામાં આનંદ લઈ રહ્યા
છે. મારી હાજરી તેઓને
નજરમાં જ આવતી નથી
!!! અને હું? હું એકલો
જ છું અને અત્યારે
આ પત્ર દ્વારા તને
મળતો હોઉં તેવો આનંદ
મેળવી રહ્યો છું કે જે
આનંદ જરૂર મારા અત્યારના
"પાડોશી" ના કરતાં વિશેષ
જ હશે!! well dear હેમેન્દ્ર, તેં તારા પ્રથમ
૩૦ મીનીટના અને ત્યાર બાદ
90 minutes ના lectures
માં પૂ. ભાભી સાહેબને
શું જણાવેલ?? હજી મને યાદ
છે કે તેં મને
ક્રેફીલ્ડમાં તારા Future plans અને Ideas વિષે એક લાંબુ
lecture આપેલ તો શું તેવા
જ પ્રકારનાં તારા ઉપર લખેલ
lectures હતાં કે? આપણામાં - engagement ring આપવાનો રીવાજ હોય છે? મારા
પ્રમાણે તો rings ની system western છે !! (-૨૭!) 30th May - "A red
letter day in your life"- વિષે
તેમજ ભાભીનો ફોટો તારીખ ૮/૬/૫૯ થી
૧૩/૬ ની વચ્ચે
મને - Farbenfabriken
Bayer, Verkauf Farben/Export, Leverkusen-Bayerwerk
(West Germany) ના
એડ્રેસ પર મોકલી આપજે.
હું તારીખ ૧/૬ ના
દિવસે અહીંથી નીકળીને આખન તરફ જવાનો
છું. ત્યાં તથા ફ્રેન્ડ્સના એક
બે શહેરો જોઈને ક્રેફિલ્ડ જઈશ અને ત્યાં
મારા સામાનની વ્યવસ્થા કરીને તારીખ ૮/૬ ના
રોજ Bayer ની Factory માં જઈશ અને
ત્યાર પછી બીજી Factories શરૂ
થાય છે in Frankfurt અને Ludwigshafen માં. Hey you! Krefeld માં તેં colour photos પાડેલ તેનું
શું થયું? I do remember that you
had promised me to send them by Sea-Mail. But somehow or other they did not
reach Herr Shah!! મારી
land-lady તથા તેનો છોકરો Herbert ઘણી
વખત મને "હેમેન્દ્રના ફોટાઓ" વિષે પુછપરછ કરતાં
અને મારે presence of mind રાખીને કંઈક ઉત્તર શોધી
કાઢવા પડતાં. It was really a rough
job!! હેમ ભાઈ આટલી બધી
ઉતાવળ-દોડધામ શા માટે કરે
છે? At least give a
chance to Naresh to attend your marriage ceremony. Do not be so greedy!!!! જો એક મહિનામાં
જ લગ્ન કરી નાખવાનો
તારો વિચાર હોય તો અત્યારથી
જ તને Greetings મોકલી આપું છું. Really તારું
કામકાજ India માં પહોંચ્યા બાદ
ખૂબ જ speedy થઈ ગયું છે!!!
થોડાં દિવસો અગાઉ Indian Postal Dept. નો Report વાંચેલ તેમાં ખાસ સમાચાર છે
કે મે માસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે ટપાલ વ્યવહાર માં
અનહદ tension આવી ગયું છે!!!!
Is this statement true?!!?? December 1958 માં
હું, અનંત તથા બીજા
બે મિત્રો સાઉથ Germany માં München સુધી ગાડી લઈને
ગયા હતાં. ગાડી ત્રણે મિત્રો
England થી લઈને આવેલ અને
મને Guide તેમજ interpreter તરીકે Krefeld થી ઉપાડી લાવેલ
તે સમયે પૂ. કાકાને
આખનમાં મળેલ ત્યારે તું
આખન ગયેલ તે વિષે
મેં વાત કરેલ અને
Kaka was really very sorry to miss you. જ્યારે
જઈશ ત્યારે તારી ખાસ યાદી
આપીશ તેમજ શુભ સમાચાર
પણ આપીશ. Perhaps he may not be
knowing yet? You need not thank me for my prompt reply but you should not
forget
Naresh Shah
60 Cartwright Gardens,
London W.C. 1





No comments:
Post a Comment