Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 March 2017

NARESH - 26/11/1955

To,

Hemendra C. Parekh B.E. (Mech.)

616 E Daniel

CHAMPAIGN (Illinois)

(U.S.A.)

 

73 Sion Road,

Bombay 22

India.

26-11-55

 

પ્રિય હેમેન્દ્ર,

જત લખવાનું કે તારું દિવાળી કાર્ડ મળ્યું હશે. તારો તારીખ ૧૬-૧૧-૫૫ અને ૨૦-૧૧-૫૫ ના પત્રો મળ્યા. તારીખ ૧૬ મીનો કાકાનો પત્ર પણ તારી પત્રની સાથે મળ્યો. મી. ચોરાદરા તથા રજનીભાઇને તારી કાપલીઓ મોકલી દીધી છે. રજનીભાઇને તો જાતે મળવા ગયો હતો પરંતુ તેઓ મળ્યા નહિ.

હમણા ગયા શનિવારે અને રવિવારે એક ગજ ગાડી મળી ગઈ હતી તેમાં નાસીક પાસે wilson dam ની trip કરી આવ્યો ખુબ મજા પડી. અને હાલ મારે ૨૬૦ મામા અહી હોવાથી તેમની સાથે રાતના ૧૧-૩૦ - ૧૨.૦૦ સુધી રહેવુ પડે છે એટલે દરરોજ રાત્રે ઉત્તર આપવા વિચાર કરતો પણ ઊંઘ જોરદાર હોઇ લાવતો અને આળસ થતી હતી એટલે પત્રનો ઉત્તર આપવામાં આઠ દિવસનો વિલંબ થઈ ગયો છે.

તારા તરફથી વિગત જાણી. અને પ્રવિણભાઇને આજ કાલમાં પત્ર લખીને બધી વિગત મંગાવી કોઇશ અને મારો વિચાર જણાવીશ, પણ થોડી તારી સલાહનો પણ મને જરૂર લાગે છે, મને પ્રશ્ન થાય છે કે Philadelphia University તો પ્રખ્યાત છે અને ઘણાં લોકો Textile માટે ત્યાં ગયાનું સાંભળ્યું છે. તેમજ અહીંથી Adelphi માંથી મને જવાબ આપ્યો તેમા પણ Philadelphia, New York (and third one which I do not know at present) ના નામો હતા, એટલે મારે માટે તો North Carolina એકદમ નવુ નામ છે, અને Amerika માં તો ગામડે ગામડે College છે એમા ઘણી ખરી કદાચ આપણે અહીં જે તેથી અલીગઢ પં... અથવા પંજાબ University જેવી હોવા સંભવ છે તો કદાચ North Carolia કદાચ તેમાંની એક હોય તો તેમાં admission લેવુ મને તો અયોગ્ય લાગે છે. પણ મારી માન્યતા કદાચ ખોટી પણ હોય અને તુ અત્યાર સુધીમાં તો તેને Carolina College નું બુલેટીન પણ મળી ગયું હશે એટલે જરૂરી લાગે તેથી માહિતી મને વિના વિલંબે મોકલી આપજે. University Champaign થી કેટલી દૂર છે? મારી તારા તરફથી ઘણી સુંદર અને વિગતવાર માહિતી મળી છે તે બદલ આભાર.

અમારે અઠવાડિયા પહેલાં લગભગ બધા સ્કુલ મિત્રોને ઘરે બોલાવ્યા હતા અને ઘણા વર્ષે બધા એક બીજાને મળ્યા હતા. મંકોડી, ભટ્ટ, દલાલ, રામે અને રણછોડ આવેલા જ્યારે મધુક્રાંત અને રાધવયું ટાઇમ આપેલો હોવા છતા આવ્યા હતા. તને બધા યાદ કરતા હતા અને મેં પણ તેઓને તારા તરફથી યાદ ક્યાંનું કહેલ.

Well Hemendra, I sincerely wish to leave India as soon as possible and at-least before february, 1956. As I have heard from two - three people that my Stars will be worst (at least for me) in the month of February! so that is that! And hence I request you to help me in this matter, as you are already helping me at present.

અહીં સર્વે કુશળ છે. પુ. માતુશ્રી તથા પુ. પિતાશ્રી તને કોઈ વાર વાર વાર્યો. પુ. જગદીશકાકા નો પણ તે તારીખે મળેલ પત્ર તેમની રૂબરૂમાં વંચાયેલ. તમે બંને મારા માટે admission વિષે કથાગ્રહ પ્રયત્ન...

 

પુ. જગદીશકાકા જણાવે છે કે તું પહેલું Plane પકડીને અહીં આવી જા અને ૧૦-૧૨ દિવસ મારી સાથે રહેજે તેટલામાં હું મારી ઓળખાણ (લાગવગ) તને Bayer's Factory માં practical training માટે રખાવી આપીશ તેઓ તારી રહેવા-જમવાની સગવડ કરશે અને મહિને થોડો Pocket expense પણ આપશે. ફક્ત તારે travelling expense માટે બંદોબસ્ત કરવાનો રહેશે પ્રમાણે પેલો ઓર્ડર તો ઘણો મોટો લાગે છે પણ Language નો મોટો વધો સાથે છે. જ્યારે America માં Language નો વાંધો આવે પણ expense ક્યાંથી કાઢવો એનો વાંધો આવે !

બીજું અહીં ગયા અઠવાડિયામાં બે અભૂતપૂર્વ બનાવો બની ગયા એક આનંદ-ઉલ્લાસ ઉમંગવાળો હતો જ્યારે બીજો મારફાડ, ગુંડાગીરી વગેરે વાળો હતો. તારીખ ૨૧ મી સંયુક્ત મહારાષ્ટ્રવાળા તરફથી મહારાષ્ટ્રની સાથે મુંબઈ નથી આપવું તે માટે હડતાલ હતી. તે હડતાલે ઘણું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઠેર ઠેર B.E.S.T. ની બસો સળગાવી મૂકી હતી-ખાનગી કારો તોડી નાખી - Milk distributing Centres તોડી નાખ્યા-વગેરે અનેક જાત ના નુકશાન કરેલ. કુલ B.E.S.T ની બસો સળગાવી મુકી. અને બધી બસોમાં ફેંકી દઇ ગમે તે બસ સહીસલામત ડેપોમાં પહોંચી શકી હતી. ગોળીબારમાં વારંવાર ગોળીબાર- tear gas તથા લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. ગોળીબારમાં આવાર સુધી ૧૩ માણસો મરી ગયા છે, ૪૦૦ ઘાયલ થયા છે અને ૬૦૦ ની ધરપકડ કરવામાં આવી છે. ૪૦૦ મા રોડ સ્મશાન જેવો બોહામણો લાગતો હતો કારણ કે એકેય લાઇટ ચાલુ હતી અને જે ત્રણ જગ્યાયે Milk centre ના પાટીયા ધીમે ધીમે સમજતા પડ્યા હતા.

તારીખ ૨૪ મી માર્શલ બલ્ગેનીન તથા ક્રુશ્ચેવ મુંબઈની મુલાકાતે આવ્યા હતા તેમનું સ્વાગત મુંબઈની અલખેલી પ્રજાએ ખુબ ઉત્સાહ અને ઉમંગ સાથે કર્યું હતું. અત્યાર સુધીમાં કોઈને પણ આવડું મોટું માન મુંબઈની પ્રજાએ આપ્યું નહિ હોય. એરોડ્રોમથી વલ્લભભાઈ stadium સુધીના માર્ગ પર નાના-મોટા સૌ કોઈ હાથમાં Nation flag વગર U.S.S.R ના flag લઈને ઉભા હતા. ઘણી જગ્યાએ તો તેમને પુષ્પથી વધાવ્યા હતા. તેઓ મુંબઈનો લસરક કાર્યક્રમ પતાવીને ગઈકાલે પુના ગયા છે.

બીજું મેં તને ગયા પત્રમાં અમુક પ્રશ્નો પૂછ્યા હતા તેનો ઉત્તર તારા તરફથી મળ્યો નથી તો પાછા તને યાદ કરાવું છું. તારા થોડાક કપડાઓ -(Band Box માંથી Unwashed પાછા સુરેશ બુશકોટ વગેરે) મારે ત્યાં પડ્યા છે. તેનું શું કરું? રજનીભાઈને ત્યાં પહોંચાડી દઉં? Band Box માંથી Rs 1/- (one) refund થયો છે તે પણ મારી પાસે છે.

ત્યાંની life વિષે વિગતવાર પછી લખવા તે લખ્યું છે. પણ મારું માનવું અને અનુભવ એમ કહે છે કે Delay is dangerous કારણ મહુતા અને કાકા પણ શરૂઆતના પત્રોમાં એમ લખતા હતા કે વિગતવાર પછી લખીશ. એક વર્ષ ઉપર ટાઈમ થઈ ગયો-હજી તેમના તરફથી વિગતવાર પત્ર આયેલ છે ! મને હવે તો તારો ભરોસો પણ ઓછો છે. તો હકીકત તને પણ લાગુ પડે તેમ હું ઈચ્છું છું.

Ball dance નો આનંદ તો તે માણ્યો પણ તે તારા પહેલાં વારના અનુભવો અને feelings તો જણાવ્યા નહિ. Sq. Dance વખતે ગોરા માણસો આવેલા કે એવા . કોની પાસે sq. Dance શીખ્યો. હજી સુધી તે ત્યાં આગળ કોઈની મિત્રતા નથી કરી તે જાણી ખરેખર નવાઈ લાગે છે. ઘરમાં બહુ ટાઈમ બેસી રહ્યો લાગે છે અગર તો Book-worm બની ગયો હોઈશ ! જરા...

 

ક્લાસમાં પણ કોઈ નથી જાણી તારી સહેજ દયા આવે છે ! તારા કયા ખ્યાલો ત્યાં પહોંચીને બદલાઈ ગયા ? અત્યારે તાજા લખી નાખીશ તો મને પણ સાચ થાશે અને ભવિષ્ય પર મુલતવી રાખીશ તો કાયમને માટે રહી જશે અને તું પોતે પણ અમેરિકન ખ્યાલ વાળો થઈ જઈશ !

દિવાળી સમારંભમાં Amerikans (ગોરોને) તમે Invite કરેલા કે નહિ ? તારા ગીતો સાંભળીને તેઓ મુગ્ધ બન્યા હશે ? અને કદાચ હું ધારું છું કે હેમંતકુમારનું એકાદ ગીત હશે તો તેનો અર્થ કોઈને ઇંગ્લીશમાં જણાવ્યો હોતે તો તેઓને ખુબ મજા આવતે !

હું આવતી કાલે ૧૦ દિવસ માટે આગ્રા અને Industrial fair જોવા માટે દીલ્હી જાઉં છું. ત્યાંથી એકાદ દિવસ દહેરાદૂન પણ જવા ઈચ્છા છે. મોડામાં મોડો અહીં /૧૨/૫૫ અગર /૧૨/૫૫ ને દિવસ આવી જઈશ.

કાકા જર્મનીમાં મજામાં છે. અને આનંદમાં રહે છે. મહેતાજી પણ લંડનમાં લહેર કરે છે. અને તું પણ અમેરિકામાં મસ્ત રહેતો હોઈશ -

વાંછા વિલાસના દરે મિત્રોને યાદી. તેમજ સામેના Campus ના અમુક મિત્રોને યાદ -

દીલ્હીથી આવ્યા બાદ Embassy માં જઈશ ત્યારે તારી યાદ આપુંને ?

એજ

લેખા... (Signature/Closing initials)

ત્યાં કાંઈ નવો Hobby કેળવી કે નહિ ? કોઈ સારી વસ્તુની Blue Print મળે તો જરૂર મોકલજે અને ખ્યાલ રાખજે કે તેમાં જરૂરની વસ્તુ India માં મળે છે કે નહિ !

કાકાને તારું એડ્રેસ મોકલીશ

 

73, Sion Road,

BOMBAY - 22

INDIA

 







No comments:

Post a Comment