To, Hemendra C. Parekh
B.E. (Mech) c/o Vikas
Corporation,
Patel Building, Near Power House,
RAJKOT (Saurashtra)
૭૩
સાયન રોડ મુંબઇ ૨૨.
૧૧-૯-૫૫. ૩.૦ a.m
પ્રિય
હેમેન્દ્ર, "My
heartiest Congratulations."
તારો
પત્ર ગઈ કાલે અચાનક
રાતના મળ્યો. જો કે તારા
પત્રની હું ઘણાં દિવસથી
રાહ જોતો હતો પરંતુ
તું લગનની ધમાલમાં પડી ગયો હોઈશ
એટલે ટાઈમ મળ્યો નહિ
હોય.
બીજું
હું પણ B.Sc. થઈ ગયો છું.
માર્કસ ધાર્યા કરતાં ઘણાં જ ઓછા
આવ્યા છે. ૪૪% માર્કસ
મળ્યા છે એટલે અહી
તો વધુ અભ્યાસનો chance નથી
જ એટલે પૂ. કાકાને
તથા મહેતાને admission વિષે પૂછાવ્યું છે
એટલે કે જર્મની અને
ઇંગ્લેન્ડમાં પ્રયત્ન કરતો હતો ત્યાં
સુધી તારો પત્ર વાચી
તને Company આપવાનું મન થાય છે
પણ હું પોતે નક્કી
નથી કરી શક્યો કે
'Textile chemistry' માટે
ક્યુ સ્થળ સારું ગણાય
છે. તને ખબર હોય
તો જરૂર જણાવજે.
તારો
અમેરિકા વધુ અભ્યાસ માટે
જવાનો વિચાર સુંદર છે અને મેં
પણ સાંભળ્યું છે કે અહીંથી
ઘણાં લોકો જે અભ્યાસ
માટે જાય છે તે
થોડું ઘણું ત્યાં પણ
જાતે કમાઈ શકે છે.
અમેરિકા ખર્ચ બહુ છે
એટલે પુરુ તો કમાઈ
શકાતું નહિ હોય પણ
થોડી રાહત રહેતી હશે
તેમ હું માનું છું
પણ તું લખે છે
તેમ જો ત્યાં ગયા
પછી અહીંથી પૈસા જ ન
મંગાવવા પડે તેવું જ
જો હોય તો હું
તારી સાથે જ આવવાનો
વિચાર રાખીશ, જો admission મળશે તો ! મેં
ગયા વર્ષે તપાસ
કરી
હતી તો જવાબ મળ્યો
હતો કે Textile Technology માટે i) Lowell Textile
Institute, Lowell, Massachusetts. ii) Philadelphia Textile Institute,
Philadelphia, Pennsylvania iii) Georgia Institute of Technology, Atlanta,
Georgia.
ઉપરની
ત્રણ Universities સારી છે અને
વધુ માહિતી માટે તેમને Direct પત્ર
લખવા જણાવ્યું હતું પરંતુ મેં
તે પછી કાંઈ જ
પ્રયત્ન કર્યો નથી. આ તો
ગઈ કાલે તારો પત્ર
મળ્યો પછી જ તે
ગયા વર્ષનો પત્ર લઈને વાચવા
બેઠો હતો. Map ઉપર Lowell મળ્યું નહિ પરંતુ Atlanta અને
Philadelphia તરત મળ્યાં. અત્યારે પાછો મોટા નકશા
ઉપર Lowell કયા ખૂણામાં આવ્યું
છે તે જોવા પ્રયત્ન
કરીશ.
તારા
અભ્યાસ માટે કઈ University સારી
છે? તેં તો પૂરી
તપાસ કરી જ હશે.
જો કોઈ તારા સગા
ઉપરના કોઈ પણ સ્થળે
હોય તો તેમની પાસેથી
મારા માટે પણ બને
તેટલી વિગત તું મંગાવજે.
મારી પાસે આ મહિને
તો ઉપરના એડ્રેસે પત્રવ્યવહાર કરવા જેટલું બજેટ
નથી એટલે આવતા મહિને
બહુસામાં વહેલો પત્ર લખી શકું
અને તેનો જવાબ પણ
૧૫-૨૦ દિવસ પછી
આવે.
ત્યાં
Terms ક્યારથી શરૂ થાય છે?
તથા Minimum expense મહિને કેટલો લાગે છે વિગેરે
જે કાંઈ માહિતી તારી
પાસે હોય તે મોકલજે.
તું application કેવી રીતે કરવાનો
છે- Direct or Through
foreign University information Bureau?
આ
તરફ આવવાનો તારો વિચાર ક્યારે
છે? I hope at-least
before leaving India, you will definately visit Bombay.
અજ
વિરેન્દ્રની હાલ શું પ્રવૃત્તિ
ચાલે છે? તેને મારા
યાદ કરવાનું કહેજે. જગદીશકાકાના પત્રો આવતા હશે અને
હું પણ નિયમિત લખતો
હોઈશ. ખાસ નવીન હોય
તો જરૂર જણાવજે. કાકા
હજી બે ત્રણ વર્ષ
ત્યાં જ અભ્યાસ કરવાના
છે. Diploma ની પરીક્ષા
february માં આપવાના
છે અને પછી Ph.D in Dyes કરવા
વિચાર રાખે છે.
ઠીક
ત્યારે તારું જવાનું થાય તો પછી
તું ત્યાં ગયા પછી મને
invite કરજે એટલે હું આવીશ
અને તારા વેકેશનમાં બધે
રખડશું. બાકી full time માટે માટે કોઈ
નોકરી ગોતી રાખજે એટલે
ખર્ચમાં વાંધો ન આવે. જાતે
કમાયેલ પૈસે ફરવાની તો
વધુ મજા આવશે કેમ
આ વિચાર કેવો લાગ્યો?
એજ
પત્ર તુરત લખજે પૂ.
પિતાશ્રી તથા પૂ. માતુશ્રીને
મારા વંદન કહેજે. પેલી
નાની બેબીનું નામ તો ભૂલી
ગયો છું - હેમાં? તેને મારી યાદી.
એજ
લી
રમેશ
Natesh D. Shah
73 Sion Road BOMBAY - 22





No comments:
Post a Comment