DATE. 3.11.1941
"નૂતન વર્ષાભિનંદન"
તારું
એક પોસ્ટકાર્ડ નૂતન વર્ષાભિનંદનનું આવ્યું
છે એવા સમાચાર બે
દિવસ પહેલા મળ્યા હતાં પરંતુ હજી
સુધી એ પોસ્ટકાર્ડ મારા
હાથમાં આવ્યું નથી, આવે ત્યારે
તારા દિલની વાત જાણવા મળશે,
હજી સુધી તો જાત
જાતની કલ્પનાઓ જ દોડાવું છું
કે પત્ર માં તો
જાત જાતની ફરિયાદો હશે? કંઈક સારા
સમાચારો હશે? ત્યાંની દિવાળીનું
વર્ણન હશે? વગેરે
બીજું
આ વખતે તો મુંબઈની
દિવાળી વિજળીનો કાપ હોવાથી સાવ
અંધારી હતી. વીજળીની બત્તીઓ
ન કરવા માટે સખત
ચેતવણીઓ આપવા માં આવી
હતી એટલે કોઈક કોઈક
જગ્યાએ તેનું સ્થાન નાના નાના ટમટમીયાંઓએ
લીધું હતું અને આ
વખતે ફટાકડાઓતો કોઈ ગજબના તૂટ્યા
દાદરમાં ઘણા મકાનો ઉપર
સુંદર રીતે એક સરખા
કોડીયાં મુકવામાં આવ્યા હતાં. વિજળીની બત્તી કરતાં પણ અત્યંત સુંદર
લાગતાં
પ્રમાણે
આ વખતે ૨૧ મી
ઓક્ટોબરે ... મિત્રોને (આજુબાજુની ગેંગ તથા ... બોલાવ્યાં
હતાં અને ચા પાણી
નાસ્તા કરાવ્યાં હતાં.
બીજું
તારા અહીંનાં બ્લોકમાં કોઈ રહેવા આવ્યું
છે કે નહિ તે
જરૂર જણાવજે કારણ તને તારો
જવાબ આવ્યા પછી જણાવીશ. પત્રનો
જવાબ તુરત આપીશને?
હાલ
એજ ગઈ કાલે મેં
ફાફાએ, અનુપે અને રસીક કોઠારીએ
Rainbow Island જોયું. બહુંજ સુંદર અને કોમેડી છે.
તું કદાચ આ ચાર
નામોમાં છેલ્લા નામને નહિ ઓળખતો હોય
પણ એ તને તથા
તારા કુટુંબને બહુ સારી રીતે
ઓળખે છે એટલે તેનું
નામ લખ્યું છે, કદાચ તને
નામ પરથી આછો ખ્યાલ
આવે. કિંગ્સ સર્કલ પાસે રહે છે
અને ફાફા તથા મારા
ખાસ દોસ્ત છે.
લી.
રાજેન્દ્ર રેશ...


No comments:
Post a Comment