To,
Hemendra C. Parekh
No. 140A "VIKAS" E.
Block
2nd Floor
Road No. 2 Shivaji Park
BOMBAY. 28
લિખિતંગ-
વાડિયા
તા. ૧/૮/૫૯
ચિ.
ભાઈ બટુક, મુંબઈ
વિ.
વિશેષમાં તમારા તરફથી પત્ર નથી તો
લખશો અને તરફ કુશળ
છીએ. સમાચાર કુશળ ચાહું છું.
આ પહેલાં મારો પત્ર મળી
ગયો હશે. ગઈકાલે અમદાવાદથી
ડૉક્ટર સાહેબનો નાખુશી ખબર નો પત્ર
હતો તેમાં તમારા છેલ્લા નિર્ણયની રાહ જુવે છે.
તો તે વંચ્યા આગળ
તમારું L.I.C. માં નક્કી થઈ
ગયું હોય તો એમને
તુરત ખબર લખી નાખશો.
તેમજ અમે પણ લખી
જગાવશો. બે દિવસ પહેલા
શ્રી ન્યાયસંદેશના ખુશી ખબર ના
પત્ર હતા તેમાં. શાહીબાગમાં
શ્રી ખીમચંદ મોતીચંદને ત્યાં અનાયાસે થયેલી મુલાકાત અને નયન એમની
firm શિવાજી પાર્ક સુધી મૂકી ગયા
દરમ્યાન એમની સાથે થયેલી
તપાસી વાતચીતના ઉલ્લેખ હતા શ્રી રતિભાઈ
મોતીચંદનો, મેં નયન આનાથી
લક્ષ્મીનગર (મુન્ની મળવા ગયા હશે).
આપના તરફથી અથવા એમના મારફતે
ની ભલામણ મુજ્બ બીજે ક્યાંય પ્રયત્ન
ક્રિયામાં એવું જડે? તેની
વિગત અને એમની સાથે
થયેલી વાતચીત અમોને જ્ગાવશો તદુપરાંત અમેય મેં શ્રી
દુર્લભજીભાઈ ઝવેરીજી ને લખેલી ભલામણનાં
આધારે તમે એમને મળી
આવ્યા કે નહી? અથવા
એમના તરફથી કાંઈ ખબર આવ્યા
કે નહિ તે લખશો.
તદુપરાંત L.I.C. વાળા શ્રી એમ.
એમ. દેસાઈ સાથે થયેલી વાતચીત
અને મુલાકાત કે પરિણામ તે
શ્રી ડૉક્ટર મારફતે થયેલા પ્રયત્ન કે પરિણામ પણ
જણાવશો અને તરફથી ડોક્ટર
ચિંતા કિશોરની તપાશી લખીયા પછી સંભાળજો. હું
તા. ૨૭/૭ નાં
રાજકોટ જવાનો હતો પરંતુ અમે
બન્ને આપણે સૌરાષ્ટ્રમાં તા.
૨૩/૭ કે તા.
૩0/૭ સુધી અત્રે
વહી ગયા છે. સારો
વરસાદ હતો તેથી. હું
રાજકોટ જઈ શક્યો નહિ.
પરંતુ હવે હું તા.
૩/૮ ને સોમવારનાં
જઈશ. રાજકોટથી આવતાં અઠવાડિયું થતાં કાંઈ ખબર
અંતર જડે- આ વરસાદની
સૌરાષ્ટ્રમાં
કેટલાય ગામોમાં કિયા મકાનો પડી
ગયા છે અને વાડિયામાં
પણ, તેવા ૫૦ મકાનો
ધરાશાય થઈ ગયા છે
અને સોંદર સુધી વરસાદજી ઇંચ
પડ્યા છે છેલ્લા બે
દિવસ થયા વરસાદ આઘોપિયા
છે. બાજરો જુવાર જેવા અનાજ નાં
પાકને નુકશાન થયું છે. હરી
કૃપાથી વાં વાણી કૂવા
સુધી ભરાય ગયા છે.
આપણી વાડીનો કૂવો પણ . એન્જીન
રુમમાં ફાઉન્ડેશન ઉપર પણ પાણી
છે તે નં. passage માં
. ઉપર જ પાણી આવતાં
જાણી રહેલા હતાં પંપ અને
એન્જીન બધા ડૂબી ગયા
છે. હવે જો પાણી
ઉતરે તો નક્કી થઈ
શકશે. જનતા સુધી એન્જીન
ની નીચે પાણી ઉતરી
જશે એટલે એન્જીન ચોખ્ખું
કરી અને પછી પંપને
ખુલ્લા કરીને ફરી સેવાય પાત્ર
કૂવાનાં તળિયા ઉપરનાં લીટર ૩ અને
૩" નો પંપ પાઈપ
ફિટ ફાઉન્ડેશન પાણી નં પંપીંગ
શિવાય શેનું પડશે - તે સારું જ્ગાવશેા
તાર અને બાકી કુશળ
- વડોદરાથી મૂર્તિપ્રકાશ પત્ર લખવામાં આળસ
રાખશો નહીં- લાભ લેશો જી.
(બાબુલાલના સ્મરણ)
પ્રિય
ભાઈ બટુક,
લગભગ
દશેક દિવસ પહેલા તારો
પત્ર હતો ત્યારબાદ કોઈ
સમાચાર નથી તો તુરત
લખજે. રમણ ત્યાં દોડાદોડીમાં
રહીશ. કંઈ નક્કી થાય
તો તુરત લખજે.
ત્યાં
આગળ વરસાદ હશે. અહીં પણ
છેલ્લા ઘણા દિવસથી વરસાદ
ચાલુ હતો. આજે કંઈક
ઉઘાડ છે. અમદાવાદથી વચ્ચે
તપાસ હતી, અહીંથી અમે
બન્ને એ જવાબ લખેલ
છે. મારા બન્ને સાથે
ધોડકા થયેલ જે વધુ
વંચાણ જેઠો મુકાવવો પડેલ
- ત્યારબાદ હું અહીં આવી
છું. એ સાથે તદ્દન
રુઝ આવી ગઈ છે.
થોડા દિવસમાં જઈશ. ત્યાં તારી
તબિયત સારી હશે. પેટનો
દુખાવો કે કોઈ બીજી
ફરીયાદ નહીં હોય. તબિયત
સંભાળજે. મનસુખભાઈ તપાસ હતી. રાજકોટ
સૌ મજામાં છે. પત્ર લખજે.
લી. મંજુના સ્મરણ.
તા.
૭ મી ઑગસ્ટ
બટુકભાઈ,
તમશ
તરફથી એમનું કાગળ નથી તે
લખશો. અહીં પૂ. બા-બાપુજીની તબિયત સારી છે. ત્યાં
તમારી તબિયત સારી હશે.
બીજું
જેતપુરથી મંજુબહેન એમલા છેલ્લા ૧૫
દિવસથી અહીં આવ્યા છે.
એમણું થોડા દિવસ અહીં
રોકાશે. કલકત્તાથી બન્ને વ્હેનોનાં ખુશીખબરનાં કાગળ આવે છે.
મંદાબહેન બંગાળી-ભાષાની બીજી પરીક્ષા આપવાનાં
છે એમ વ્હેનનાં કાગળમાં
હતુ. થોડા દિવસ પહેલા
શૈલેષનો પણ કાગળ હતો
લખતો હતો કે 'બટુકમામાને
કહેજો કે મારા માટે
એક સાયકલ મોકલે અને બટુકમામાનાં લગ્ન
ક્યારે થવાનાં છે, મારે લગ્નમાં
આવવું છે'.
રાજકોટ-ભાવનગર સૌ મજામાં છે.
અહીં સૌ મજામાં છીએ.
અહીંથી વલ્લભે તમને યાદી લખાવી
છે. કાગળ લખશો.
જ્યોતિ
H. C. Parekh
Vadia





No comments:
Post a Comment