૧૬-૬-૫૨
હેમેન્દ્ર,
તારા
બે ત્રણ પત્રો મળ્યા
પરંતુ ઘણા સમય બાદ
તને પત્ર લખવાની આજે
ફુરસદ મળી ખરી. દરરોજ
પત્ર લખવાનો વિચાર કરતો હતો પરંતુ
"આજે નહિ હવે કાલે
જરૂર લખીશ" એમ વિચારીને દિવસોના
દિવસો ગયા પરંતુ કોઈ
દિવસ મારે કાલ પડતી
જ નહોતી તે આજે ઘરમાં
કોઈ નથી અને અત્યારે
જ કોલેજથી આવ્યો અને નિશ્ચય કરીને
તને પત્ર લખવા બેઠો
છું. પત્ર લખ્યા પહેલા
દરરોજ નવ નવીન વિચારો
આવતા અને એમ થતું
કે આ વખતે જો
પત્ર લખવા બેસીશ તો
ઓછામાં ઓછા દસેક પાના
તો જરૂર ભરાશે પરંતુ
અત્યારે તો એક લાઇન
પુરી થાય છે ને
બીજી લાઇનમાં શું લખુ તેનો
વિચાર કરવો પડે છે.
આના કરતા ભગવાને જો
એવી કોઈ શક્તિ આપણા
બે વચ્ચે મુકી દીધી હોત
કે જેના વડે આપણે
આપણા વિચારો અરસપરસ પત્ર લખ્યા વગર
જ જાણી શકીએ, તો
કેવું સારું થાત! પત્ર ટાઇમસર
ન લખાય
અને
ટાઇમસર ન મળે તો
મગજનું ટેન્સન પણ વધી જાય
કે જે તેં છેલ્લા
દસેક દિવસમાં જરૂર અનુભવ્યું હશે
એમ મને લાગે છે.
તારા એક માટે જ
શું કહેવું? જો મને પણ
મારા પત્રનો જવાબ ધાર્યા દિવસે
ન મળે તો જરૂર
તારા જેવું જ થાય.
પત્ર
લખવામાં ઢીલ થઈ છે
તે જરૂર મારી ભૂલ
છે પરંતુ તેમાં એક બે કારણો
પણ આપવા જરૂરી છે
કે તારા ઠેકાણાનો પુરો
કાર્યક્રમ તું પત્રમાં લખતો
જ નથી. આણંદ એડમીશન
લેવા આવેલો ત્યારે લખેલ પત્રમાં ફક્ત
તેં એટલું જ લખેલું કે
હું અહીં એડમીશન લેવા
આવ્યો છું... તો મારે તે
પત્રનો જવાબ કઈ જગ્યાએ
આપવો તે જ એક
પ્રશ્ન થઈ પડેલો. મને
કઈ રીતે ખબર પડે
કે તું એડમીશન લઈને
કેટલા દિવસમાં જવાનો છે? ક્યાં જવાનો
છે? કારણ કે સૌરાષ્ટ્રમાં
પણ તારા ત્રણ ઠેકાણા
છે. રાજકોટ - અમરેલી -
અને
વડિયા, એટલે જ આણંદથી
લખેલ તારા પત્રનો જવાબ
આપી શક્યો ન હતો.
હવે
એ બધી વાતને જવા
દે. તારા આણંદથી અતિ
કવિમય હૃદયે અને મિત્રભાવનાથી ભરપુર
પત્ર બદલ તને જરૂર
અભિનંદન આપવા ઘટે છે.
તું તો પ્રાયમરી ક્લાસથી
જ કવિ હૃદયી હતો
તે હું જાણતો હતો.
તું તો તારા હૃદયની
મારા પ્રત્યેની ભાવના પત્ર દ્વારા દર્શાવી
શક્યો પરંતુ મારામાં તારા જેટલી ભાવનાઓને
વર્ણવવાની શક્તિ ક્યાં છે? હું તો
માત્ર ભાવનાઓને અનુભવી શકુ તેમ છું.
તેને વર્ણવવાની તાકાત હજુ સુધી મારામાં
નથી. પરંતુ એટલું તો જરૂર લખી
શકીશ કે એવો એકેય
દિવસ હજુ સુધી મારે
નહિ ગયો હોય કે
જે દિવસે મેં તું મને
એકેયવાર યાદ ન આવ્યો
હોય. હંમેશા ત્રણ ચાર વાર
તારા વિચારો આવે છે. અને
ઘણીવાર ફરવા જતા અમુક
જગ્યાએથી પસાર થતા આપણી
વચ્ચે
થયેલી
વાતો અને બનાવોની યાદ
તાજી થાય છે.
પત્ર
તો લંબાતો ન હતો પરંતુ
હવે ખૂબ લાંબો થઈ
ગયો એટલે ટુંકાવવો પડશે.
હું ૪૧% અને કાકા
૫૦% માર્ક્સે પાસ થયા છીએ.
કાકાનો વિચાર મેડિકલમાં જવાનો હતો પરંતુ એડમિશન
ન મળ્યું. એટલે હવે મારી
સાથે B.Sc. માં રહ્યા છે.
મને મેડિકલમાં Mysore અને Madras માં મળે તેમ
હતું પરંતુ ઘરમાં દરેક જણ મારી
વિરૂધ્ધ હતાં. કોઈને ય હું મેડિકલમાં
જાઉં તે પસંદ ન
હતું કારણ કે તું
જાણે છે તેમ અમારે
હાલ મીલ છે તેમાં
ડાઈંગ બ્લીચીંગનો વિભાગ એક બે મહિનામાં
ખોલવાનો છે. મશીનરી લઈ
લીધી છે, એટલે ભવિષ્યમાં
એક ડાઈંગ માસ્ટરની મીલમાં જરૂર પડવાની તો
હું જ તે શીખુ
તેમ ઘરના સર્વેનો મત
હતો અને મને પણ
તે ખરું લાગ્યું કે
જો હું મેડિકલમાં જઈશ
તો મોટો થઈને પછી
પણ મીલનું ધ્યાન રાખી નહિ શકું
અને હાલ કાકાઓ પછી
મીલની
જવાબદારી મારા પર જ
આવવાની છે એટલે મારા
મોટાકાકાના કહેવા પ્રમાણે હાલ B.Sc માં chemistry, Physics સાથે એડમિશન લીધું
છે. અને તેમનો વિચાર
B.Sc થયા બાદ મને બે
વર્ષના માટે લંડન કે
જાપાન મોકલવા છે. હવે થાય
તે ખરું અત્યારે તો
B.Sc. માં છીએ.
હાલ
એજ મહેન્દ્ર, પટેલ, અનુપ વગેરે પાસ
થઈ ગયા છે ફક્ત
ધીરેન ઇન્ટરમાં જ રહી ગયો
છે. પ્રવીણનો તો અહીં કોઈ
જગ્યાએ પતો લાગતો નથી.
તે હાલ ક્યાં છે
તે પણ ખબર નથી.
તારા
એક પત્રમાં તે લખ્યું હતું
કે ઇન્ટર પછી આગળ ભણવા
વિચાર નથી. કારણ પાછળથી
લખીશ તો શું કારણે
આવી આનંદમય વિદ્યાર્થી જીંદગી પુરી કરવાનો વિચાર
આવેલો?
જવાબ
કેટલા દિવસ બાદ?
એજ
નરેશ
તા.ક. પત્ર કોઈ
પણ સરનામે લખજે મને તરત
જ મળે છે.





No comments:
Post a Comment