૩૧/૫૩ સ્ટાર બિલ્ડીંગ,
ગોખલે રોડ (નોર્થ) મુંબઇ
૨૮. ૧૩-૬-૫૪
પ્રિય
હેમેન્દ્ર,
કેટલાય
દિવસથી તને ઉત્તર આપવા
માટેના મનોમંથન કર્યા પછી આજે આ
પત્ર લખવા બેઠો છું.
કોણ જાણે કેમ પણ
તને પત્ર લખવો હોય
ત્યારે મારે અનેક વિચાર
કરવા પડે છે. આજે
મેં લગભગ આઠ પત્રો
લખ્યા અને તેમાં તારો
નંબર હાથે કરીને જ
છેલ્લો રાખેલ. પેનમાં શાહી તો હતી
છતાં પણ અધવચ્ચે પંકચર
ન પડે અને આખી
વિચાર દોરી ન તોડી
નાખે માટે હાલ જ
પાછી શાહી પુરી ભરી
લીધી છે. જોઈએ કે
હવે કેટલા પત્રો ભરે છે.
હેમેન્દ્ર
સાચુ કહુ તો મને
મારા જેટલો કોઈ આપસુ જ
દેખાતો નથી. કેટલાયના પત્રો
આવીને પડ્યા રહે છે અને
હું માત્ર દરરોજ આજ કાલ કરતા
ઉત્તર આપતા એકાદ મહિનો
કાઢી નાખુ છું - નીકળી
જાય છે. અને પછી
એક સામટા બધાને ઉત્તર આપવા એકી સાથે
બેસવુ
પડે છે. હું બીજાને
મારા તરફથી ઉત્તર માટે કેટલી બધી
પ્રતિક્ષા કરાવું છું અને તેઓને
નિરાશ કરું છું? ખરેખર
એ બાબતમાં હું અત્યંત નિર્દય
લાગુ છું. મને પોતાને
જ જો મારા પત્રનો
ઉત્તર ટાઈમસર ન આવે તો
ચીડ ચડે છે તો
પછી બીજાઓને પણ તે પ્રમાણે
જ થતુ જ હશે
ને? મને યાદ છે
કે મેં તને એક
બે વાર લખ્યુ હતું
કે હવેથી હું તારા પત્રોના
ઉત્તર નીયમીત અને તુરત આપવા
કોશીષ કરીશ પરંતુ હજી
તે અમલમાં મુકી શક્યો નથી
અને પહેલાની જેમ જ લાંબા
ટાઈમે ઉત્તર આપું છું, તો
આ ટેવ સુધારવા મારે
શું કરવું?
બીજી
બાજુ એમ પણ વિચાર
થાય છે કે પત્ર
જેમ થોડા લખાય તેમ
વધુ સારુ. પત્ર વધુ ઓછા
લખાય તેથી કાંઈ આપણી
મૈત્રીને વાંધો આવે તેમ નથી.
મૈત્રી શબ્દ પણ આપણા
બે માટે હવે તો
અયોગ્ય લાગે છે. આપણી
બે વચ્ચે તો હવે આત્માનું
મીલન થઈ ગયું હોય
તેવુ લાગે છે. એવો
એકેય દિવસ નહિ હોય
કે જ્યારે તું મને યાદ
ન આવ્યો હોય. મેં વિદ્યાનગર
તો જોયું નથી પરંતુ મારી
કલ્પનામાં મેં એક વિદ્યાનગર
બનાવ્યું છે જે દરરોજ
મારી પ્રત્યક્ષ દેખાય છે. અને એ
વિદ્યાનગરમાં માત્ર એક જ વિદ્યાર્થી
અભ્યાસ
કરે છે અને તે
તું જ. હવે તો
જ્યારે હું પોતે ત્યાં
આવીશ ત્યારે જ ખબર પડશે
કે મારા કલ્પીત વિદ્યાનગર
અને આણંદની બાજુમાં આવેલા વિદ્યાનગરમાં કેટલો ફરક છે.
આ
વખતે હું નાપાસ થયો
છું તે તને રસિકે
જણાવ્યું. મને હજી રસિક
મળ્યો નથી. આ વખતની
ફેઈલ્યોરથી મન પર ખૂબ
જ અસર થઈ છે.
કોઈને મળવું કે હરવું ફરવું
પણ ગમતું નથી. મનમાં થયા
કરે છે કે કોઈ
અગમ્ય એકાંતવાળી જગ્યાએ હું એકેલો ભાગી
જાઉં કે જ્યાં કોઈ
જ ન હોય. જીવ
પણ આખો દિવસ ઉંડે
ઉંડે બળ્યા કરે છે. જ્યારે
ભગવાન આવો અણધાર્યો ફટકો
મારે છે ત્યારે ખૂબ
જ દુઃખ થાય છે.
જો ફટકાની જરા પણ બીક
હોય અને પછી લાગે
તો તે બહુ અસર
નથી કરતો પણ અણધાર્યો
ફટકો તો જરૂર ખરાબ
અસર કરે છે. આ
વખતે મને બિલકુલ ચીંતા
ન હતી. પણ ખેર
છેવટે તો નસીબની બલીહારી
સમજીને મનને મનાવવાનું રહે
છે. આપણે તો પુરુષાર્થ
કરીને છુટી ગયા પણ
ઈશ્વરે અને નસીબે સાથ
ન આપ્યો. હવે તો બાર
મહિને પરિક્ષા આવશે.
પશુ
શું કરે છે? પશુ
હું પણ લખુ તો
વાંધો નથી ને? મને
પણ તારુ નામ હેમેન્દ્રના
બદલે હેમુ લખવાનું મન
થાય છે અને આ
વખતે લખવાનો પણ હતો પરંતુ
લખાયું નહિ. વિરેન્દ્રના પત્રો
આવતા હશે. હવે તે
શું કરે છે?
કાકા
"સેન્ડોઝ" માં નોકરી માટે
ટ્રાય કરે છે. સૌરાષ્ટ્રના
ટ્રાવેલીંગ એજન્ટ તરીકે કદાચ નીમણૂક થશે.
સ્વીસ ફર્મ છે એટલે
પગાર પણ સારો મળશે
તેમ કહેતા હતાં.
બીજું
મારો એક અહિંનો મિત્ર
કે જેનું નામ અનંત મહેતા
છે તે આ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં જર્મની જવાનો છે. એડમીશન મળી
ગયું છે. મારી સાથે
જ ભણતો હતો. અને
કદાચ તને ખ્યાલ હોય
તો તેના પિતાના સ્વર્ગવાસ
થવાથી આપણી સાથે આછુ
આવ્યો ન હતો. ધારેને
કલકત્તા ગયો છે.
એજ
અત્રે સર્વે મઝામાં છે. મારા પૂ.
માતૃશ્રી કોઈકવાર તને યાદ કરે
છે અને પુછે છે
કે હમણાં કેમ તે અહિં
આવતો નથી?
- નરેશ.




No comments:
Post a Comment