Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 22/12/1958

વાડીયા. તા. ૨૨/૧૨

 

ચિ. ભાઈ બટુક, ચિ. પહેલાનો મારો પત્ર તમને મળી ગયો હશે, તેમાં લખ્યા મુજબ રાજકોટવાળા પેલા બહેન મુક્તા બહેનનાં સબંધી શ્રી છબીલદાસભાઈ મણિલાલની કન્યાને તેં જોઈ છે તેમ જણાય છે. એમ પણ પાછળથી સૌ. બહેન પુષ્પા બહેન, તથા મંજુ બહેન પાસેથી જાણવા મળ્યું છે. કન્યા પણ M.A. નો અભ્યાસ કરે છે પરંતુ શરીરે બહુ નબળી છે. એટલે ઠેકાણું બહુ appealing નથી. ગોંડલ વાળી કન્યા પણ M.A. Ph.D. ના કરે છે પરંતુ એની શારીરિક સ્થિતિ પણ એવી હોવાનું અને કુટુંબ પણ ઘણાં મોભાવાળું હોવા છતાં બીજી રીતે આપણને બહુ સુખી થાય તેવું ઠેકાણું હોવાનું મનાયેલું છે.

એમ તમારા મિત્ર ભાઈ ન્યાલચંદ ખોડીદાસનો બે દિવસ પહેલાં પત્ર આવેલો છે તેમાં વલસાડના વતની રા. રા. શ્રી કેશવલાલભાઈની દીકરી B.A. LL.B. થયેલી છે અને M.A. નો અભ્યાસ કરે છે. એમનું બાયોડેટા તમારી સાથે વિચારવા લખાયેલું કાંઈક આપને જે ખુલાસાવાર જવાબ લખ્યો છે. તે તમારા ધ્યાન સારુ સાથે બીડ્યો છે તે વાંચીને ત્યાંથી પોસ્ટ કરી નાખશો. ઠેકાણું સારું હોઈ, કન્યા સુશિક્ષિત અને દેખાવડી તેમજ મિલનસાર/સ્વભાવવાળી Social અને પ્રેમાળ હોય. ઊંચી કેળવણી લઈ લીધી હોય. પણ મારા પપ્પા વિચારે છે તેમ, સારી કેળવણી પામી હોય એટલે ઊંચી કેળવણીનું અભિમાન હોય - Superiority Complex હોય મતલબ કે અહંમતાની આભાસ વગર નમ્ર, વિનમ્ર અને પ્રેમાળ હોય, અને તમારું પણ બધુંય હોય તો વિચારવા જેવું ખરું. વલસાડવાળું કુટુંબ ઓગણીસ વર્ષ પહેલાં વલસાડ ગઈ વસેલું છે એટલે એમના સગા સબંધી બધા મુંબઈ બાજુ હશે. એમના સંસ્કાર અને ત્યાંની સંસ્કૃતિમાં આપણામાં જરાય ભિન્નતા નહીં હોય. અને માણસો રુવાબદાર, સારા, અને પ્રેમાળ અને પરાક્રમી, ઉદ્યોગમાં આપ જેવા હશે ને ભાઈ ખોડીદાસ પાસેથી જાણી

 

શકાયેલું સર્વે. ચિ. સૌ. બહેન પંજુ બહેન ગઈકાલે અહીં આવેલ છે. અઠવાડિયું રહેશે. અને સૌ કુશળ છે. તમારી કુશળતા ચાહું છું. ભાઈ ન્યાલચંદ ઉપરનો મારો જવાબ બરાબર મન દઈને વાંચી જજો. અને પાછળથી અણસમજુતી જેવું કાંઈ મંતવ્ય થાય બરાબર જણાશે - એવું લાગે પછી કુશળ -

ત્યાં જ્યોતિલાલ પ્રભુદાસ શાહ = જૂનાગઢના છે સદ્દગૃહસ્થ ખાનદાન અને સારા છે. શ્રી જ્યોતિલાલભાઈ શાહ કાઠિયાવાડના જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોઈ ચિલોચનદાસ પાલીચંદ શાહનાં પૌત્ર થાય - ઠેકાણું પણ ઘણું સારું છે એમ એની દીકરી B.A. માં ભણે છે - તો કન્યા વિષેનાં બીજા બધા credentials જાણ્યા પછી ઠેકાણું બધી રીતે ઉત્તમ જણાતું હોય તો હેમંતનું પણ વિચારવા જેવું ખરું - એમ વલસાડવાળા ની કન્યાની બાબતમાં ન્યા. ખોડીદાસનો તેમજ તમારો શું ખુલાસો આવે છે તે પછી વાત આગળ ચલાવીએ. શી.

લિ. આપનો ભાઈ ના ...

 



No comments:

Post a Comment