Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 28 March 2017

NARESH - 15/12/1955

To, Hemendra C. Parikh

B.E. (Elec) 616 Danial Street CHAMPAIGN (Illinois) U.S.A

 

73 સાયન રોડ, મુંબઈ ૨૨. ૧૫-૧૨-૫૫.

પ્રિય હેમેન્દ્ર,

દિલ્હીથી આવ્યો ત્યારે ઘરે પરદેશી પોસ્ટનો ઢગલો જોઈને હરખાઈ ગયો. તેમાં તારો એક પત્ર, પ્રવીણભાઈનો પત્ર, Institute નો પત્ર, મહેતાનો પત્ર, અહીંની યુનિવર્સિટીનો પત્ર વગેરે હતા. મને સ્વપ્ને પણ ખ્યાલ હતો કે તું આટલું જલ્દીથી મારું કામ કરીશ. અમેરિકામાં જઈને આપસનો ત્યાગ કર્યો લાગે છે, અને અમેરિકન રીતે Prompt કામ કરવા લાગ્યો લાગે છે. અને તારી Prompt service મને ખૂબ મુંઝવણમાં મુકી દીધો છે કે ક્યાં નીકળવા માટે તારા અભિપ્રાયની ખૂબ અને તુરત જરૂર છે.

વાત જાણે એમ છે કે તું જાણે છે તેમ પ્રવીણભાઈએ મારાવતી admission લઈ લીધું છે. Feb. 1956 ની ૧૫મી તારીખે term શરૂ થાય છે. પત્રોની સાથે અહીંની University નો પણ પત્ર હતો કે જેમાં તેને જણાવ્યું છે કે તમારો applicatio થોડું ઘણું Maths. Int. Sc. નું કરજે જેથી Manchester ગુમાવવામાંથી કયો રસ્તો પસંદ કરવો તે મને તો કાંઈ સમજ પડતી નથી. મારું માનવું એમ છે કે જો Manchester અગર Salford માં admission માટે definite હોય તો અત્યારે પહેલા જર્મનીમાં કાકાના લખવા મુજબ બે ત્રણ factory માં apprentice તરીકે કામ કરવું કે અરસામાં કંપની મારો રહેવા ખાવાનો બંદોબસ્ત કરશે અને Pocket expense તરીકે થોડા રોકડા આપશે. એટલે ત્રણ January માં જર્મની જાઉં અને ત્યાં સપ્ટેમ્બર સુધીમાં Bayer - Dusseldorf માં વગેરે જગ્યાએ practical training લઈને ઓક્ટોબર મહિનામાં ઈંગ્લેન્ડ પહોંચી ત્યાં અમર કે કેમ તે ચોક્કસ હાલ ખબર પડે તેમ નથી. જ્યારે ત્યાંના વિશે તો ચોક્કસ છો. ફક્ત $ ૧૦ માંડેલું એટલે Sure થઈ જાય. હાલ મેં ગઈ કાલે પ્રવીણભાઈને તથા Dean ને પત્ર લખ્યો છે. Dean ને લખ્યું છે કે મારો Definate decision હું મહિનાના અંતમાં જણાવી દઈશ. તો હવે તે અરસામાં તારો પણ અભિપ્રાય મને મળી જાય તે રીતે વિગતવાર પત્ર લખજે. મારું conscious તો એમ કહે છે કે Oct. માં Manchester અગર Salford માં admission મળી જશે પરંતુ જો conscious ખોટું પડે તો હું ક્યાંયનો રહું! જે કાંઈ definate કરવું છે તે પણ આપવું પડે અને પછી તો કાંઈ આશા રહે. મહેતાને લખીને પણ તેનો અભિપ્રાય મંગાવવા વિચાર છે.

 

તેને પુછાવી જોઈશ કે ત્યાં India House ની ઓફિસે જઈને Personally તપાસ કરી જોવે કે મારા chances કેવાક લાગે છે. જો તેના તરફથી મોળો ઉત્તર આવશે તો પછી મારે ત્યાં સોંધવાનું ચોક્કસ કરવું પડશે.

Philadelphia માં B.S. કરતાં -૨૧/ વર્ષ લાગી જાય પણ તે અરસામાં તો તારો અભ્યાસ પૂરો થઈ ગયો હશે. હું તો ફક્ત વર્ષ એક માટે ગયો છે અને બહુ તો બે વર્ષ કરી નાખે. તો પછી પાછળથી મારું શું થાય! અને આપણા Plans નું શું બને?

હવે સહેજ મારા દીલની થોડી વાત કરું. હેમેન્દ્ર, મારી ઈચ્છા તો અભ્યાસ માટે પરદેશ જવાની કેટલી હતી તે તો સારી રીતે જાણે છે પણ જ્યારે હવે definate થવા આવ્યું છે ત્યારે દીલ સહેજ અચકાય છે. મારા પૂ. પિતાશ્રી અને પૂ. માતૃશ્રી વગેરેનો સ્નેહ મારા પર એટલો બધો છે કે જો હું પરદેશ જાઉં તો પાછળથી તેમને થોડો વખત તો બિલકુલ ચેન પડશે નહિ. અરે હું દિલ્હી ગયો હતો તેટલામાં પણ આવ્યો ત્યારે વાત કરતાં કરતાં મારા પૂ. માતૃશ્રીની આંખમાં અશ્રુ આવી ગયા હતાં. અને તેથી થોડા દિવસ બિલકુલ ગમશે નહિ. હું અત્યાર સુધી ખૂબ લાડ અને પ્રેમથી મોટો થયો છું. અને તેમનો પ્રેમ પણ મારા ખૂબ પડતો રહે છે. અને મને પોતાને પણ પરદેશમાં માફક આવશે કે નહિ તે મને પણ થાય છે. Home-Sickness તો નહિ રહ્યા કરે ને?

ઠીક ત્યારે આજે વધુ લખી શકતો નથી. ત્યાં તું મજામાં હોઈશ ત્યાંના નવીન જણાવજે. મેં મને admission મળ્યું છે તેની વાત મારા પૂ. પિતાશ્રી તથા પૂ. માતૃશ્રી સીવાય કોઈને કરી નથી. મારા પૂ. પિતાશ્રી તો મારી ઈચ્છા હશે તો મને ના નહિ પાડે. ત્યાંના નવીન જણાવજે. આજે હું પત્રનો પૂરો ઇસ કાઢી શકતો નથી તો માફ કરજે. આજના લખાણ પરથી તને તો ખ્યાલ આવી ગયો હશે કે હાલ Balance of mind કેટલું છે! ખેર કોઈ પણ રીતે તું મારા કહેવાનો ભાવાર્થ જરૂરથી સમજી શક્યો

 

હોઈશ.

તું પણ તપાસ બને તો ત્યાં થાળી કરી જોજે કે Philadelphia Institute કેવો છે? Synthetic yarns પાછળ કેટલું ધ્યાન રાખે છે વગેરે.

ઠીક ત્યારે Good-Night and wish you Happy dreams _____

નરેશ _____

અરે Christmas ને તો સાવ ભૂલી ગયો. Christmas માં તો તને ટાઈમ મેળવવો પણ ભારે પડી જશે પણ હું આશા રાખું છું કે તું તે જરૂર મેળવીને પણ મને તુરત પત્ર લખીશ. કેટલાં Dances અને Parties નું આમંત્રણ standing છે? ખૂબ મજા christmas માં આવશે કેમ ખરું ને?

નરેશ

Wish You Merry Christmas and Happy New Year.

Naresh

73 Sion Road, BOMBAY - 22 INDIA.

 






No comments:

Post a Comment