To.
(1) Hon Minister Education - Rajkot
(2) Director of Education - Rajkot
(3) Deputy Secretary of Education Dept. - Rajkot
(4) Hon Prime minister - Rajkot
(5) Chief Secretary Saurashtra Govt - Rajkot
(6) Hon Home minister - Rajkot
Earnestly Soliciting for proper
inquiry and thorough investigation regarding Saurashtra Students applications
invited by Australian Govt. have been timely forwarded to Central Govt. or
unduly and or purposely detained by authorities concerned and thereby causing
detriment to bright prospect of the deserved under present democratic regime.
[Interrogation under present
democratic regime crossed out]
Chunilal Parekh
Signature: Chunilal Parekh
Address: Vadia Date: 14/2/51
Letterhead Info: ...abray
C. Parekh, L.L.B. / VADIA, (Saurashtra) / Opp. Post Office, 19...
તા.
૧૨-૨-૫૧ ૫,
પ્રદ્યુમન લેઇબેલ રાજકોટ.
પૂ.
પિતાશ્રી ની સેવામાં,
આપનાં
કહ્યા મુજબ આજે શ્રી.
અનંતભાઈ દવે ને મળવા
ગયેલો. તેમણે Department માં પૂછતાજ કરતાં
એમ ખબર મળ્યાં કે
એ અરજીઓ ફક્ત અંડર ગ્રેજ્યુએટ
અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટેજ હતી. મેં અનંતભાઈ
ને કીધું કે એવી કોઈ
વસ્તુનો ઉલ્લેખ ફાઈલ માં અને
ફોર્મ માં ક્યાંય નિર્દેશ
નથી કર્યો. અને હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ
માટે પણ એમાં સગવડ
છે. તો મેટ્રીક્યુલેટ ની
તો શું વાત? એમણે
કહ્યું કે શ્રી. ગિરધરભાઈ
ને આ બાબતમાં અરજી
કરો કે ખરી વસ્તુસ્થિતિ
શું છે? એટલે અમે
તમને તપાસ કરી જણાવીશું.
ત્યાંથી
હું Ed. Dept. માં જઈ શ્રી.
યાજ્ઞિક ને મળ્યો, અને
મળતા પહેલાં Dept. માં પણ તપાસ
કરાવી લીધી તો માલુમ
પડ્યું કે એવી કોઈ
શરત...
છે
જ નહિ. મેટ્રીક્યુલેટ પણ
અરજી કરી શકે. યાજ્ઞિક
ને મળ્યો. તો એમણે કીધું
કે એવી કોઈ નથી.
પરંતુ તમે Inter માં first class હોવ તોજ અરજી
કરો તો કંઈક હોંશ
ગણાય. હજી આપણી તમારી
foreign માં જવાની ઉંમર શું છે?
એટલું callibar ક્યાં છે? તમારું Qualification શું છે?
અને આ તો All India ની
Competition છે, એમાં તમારી ગણતરી
પણ ન થાય.
આ
પ્રમાણે વાત કરી ત્યારે
પછી મેં કીધું કે
સાહેબ, all India ની નક્કી ગણતરી
થશે કે નહિ એ
પછી જોવાનું છે. ગવર્મેન્ટે એ
નથી જોવાનું. વળી અહીં આ
પ્રમાણે 'મેરીટ' છે. અને મને
ખાતરી છે કે મારા
'મેરીટ' ની અને યોગ્યતાની
કોઈ ના પાડી શકે
તેમ નથી. અને મને
પૂરી ખાતરી છે કે હું
foreign માં સૌરાષ્ટ્ર નું પ્રતિનિધિત્વ બહુ
સારી રીતે સાચવી શકીશ,
અને મને લાગે છે
કે આ રીતે અરજી
મોકલાવી નથી એ યોગ્ય
નથી થયું, અને હું કઈ
રીતે Disqualified છું એ મને
આપ બતાવશો?
તેમણે
આ બધાનો કૈં સરખો જવાબ
ન આપતાં વાત ઉડાવી દીધી.
મને કીધું કે હું આ
બાબતમાં વિચાર કરીશ, અને તમને જણાવીશ.
Letterhead Info: ...abray
C. Parekh, L.L.B. / VADIA, (Saurashtra) / Opp. Post Office, 19...
-૨-
હવે
મને નથી લાગતું કે
એ હવે કૈં તપાસ
કરી મોકલાવે. અને હવે મોકલાવે
તો પણ બહુ મોડું
થઈ જાય.
જ્યાં
અરજીઓ મોકલવાની છે તેનું સરનામું
હું આજકાલમાં મેળવીશ.
સેવામાં
બટુક નાં પ્રણામ.
Letterhead Info: ...abray
C. Parekh, L.L.B. / VADIA, (Saurashtra) / Opp. Post Office, તા. ૧૪-૨-૧૯૫૧
માનનીય
શ્રી ગિરધરલાલભાઈ,
લિ.
આજે આપશ્રીને મેં એક તાર
કરેલ છે તે આપને
મળી ગયો હશે. તત્સંબંધી
રાજકોટથી વિદ્યાર્થીનો આવેલો પત્ર આપ સાથે
આપશ્રી ને વાંચવા, વિચારવા,
મનન કરવા અને યોગ્ય
ન્યાય આપવા માટે બીડ્યો
છે.
આ
કિસ્સામાં વિદ્યાર્થીનાં ભાવિ ઉજ્જવળ જીવન
માટે સાંપડતી અને સોનેરી તક
ને છિન્નભિન્ન કરી નાખવાનો પ્રશ્ન
ઉપસ્થિત થાય છે તો
એમનો કેસ માર્યો ન
જાય તે માટે ઘટતું
કરી છૂટશો એવી મને ખાતરી
છે. આપશ્રી ના જવાબ ની
આશા રાખું છું.
આપનો
ચુનીલાલ પારેખ નાં યથાયોગ્ય.





No comments:
Post a Comment