To, Hemendra C. Patekh,
1128, Ohio, LAWRENCE
(Kansas) (U. S. A)
5, Corunna St. Glasgow C.3 2-2-57
પ્રિય
હેમેન્દ્ર,
તારા
તરફથી અઠવાડિયા પહેલાં પત્ર મળ્યો America થી
direct મળ્યો વાંચીને ખૂબ જ આનંદ
થયો કારણ ઘણા લાંબા
સમયથી છૂટા પડેલ બે
મિત્રો પાછા મળ્યાં ખરા
અને તેનો આનંદ અવર્ણનીય
હતો.
તારા
Cousin (પોદ્યારમાં ભણતા) એડ્રેસ માટે મારા ઘરે
જઈ આવ્યાના સમાચાર લગભગ તારા પત્ર
મળ્યા બાદ બીજા દિવસે
જ મળ્યા અને હજુ કદાચ
તને મુંબઈ થી તો મારું
પોસ્ટલ એડ્રેસ મળ્યું જ નહિ હોય!
તારા
ત્યાંના અભ્યાસનો પ્રોગ્રેસ જાણીને આનંદ થયો અને
હવે ત્યાં તું well-set થઈ ગયો હોય
તેમ લાગે છે પણ
આશા રાખું છું કે કાયમ
માટે તો ત્યાં well-set નહિ
જ થા. ખરેખર તારા
પત્રમાં જ્યારે ત્યાંનો તારો પ્રોગ્રામ વાચું
છું ત્યારે ખૂબ જ અદેખાઈ
આવે છે. અહીં મારે
નથી શંકરનારાયણ કે નથી કોઈ
ભાટિયા જેવા હિંદી પ્રેમી
મિત્રો કે જેને ત્યાં
જઈને હિંદી વાનગીઓ ચાખવા મળે! તે ઉપરાંત
તું active પણ ત્યાં ઘણો
જ લાગે છે દાંડીયા
રાસમાં American ને પણ રાખેલ
તે જાણીને આનંદ થયો. તેઓને
દાંડીયા રાસ પ્રત્યે પ્રેમભાવ
અને આકર્ષણ વધે ત્યાં સુધી
તો ઘણું સારું છે
પણ તેને બદલે Director પર
જો એ હુમલો આપી
પડશે તો... રીપબ્લીક ડે કેવી રીતે
ઉજવેલ તે કે વર્ણન
જરૂર મોકલજે. ફોટા?
અહીં
Indian Students Association છે
પણ તેનો મેમ્બર બનવાનો
ટાઇમ મને હજી મળ્યો
નથી! ઘણા હિંદી વિદ્યાર્થીઓ
અહીં છે.
હવે
ખૂબ જ અગત્યની (જેને
અહીં ફરી, આડી લાઈન
ફેરીમાં સારી ન હોવાથી
પેન્સીલથી ચાલુ રાખવાની રજા
લઉં છું!!) વાત પર આવીયે..
વાત મારા સ્વાર્થની જ
છે અને તેમાં તારા
સહકાર અને ઉતાવળની ખાસ
જરૂર છે, તારા સહકાર
વગર તે કાર્ય બની
શકે તેમ નથી તેમ
સાચું તો પણ ખોટું
નહિ કહેવાય. અને આ બાબત
તારી જનની જીદ્દે ઉતાવળથી
પગલાં ભરજે ટાઇમ ઓછો
છે. તો હવે વાત
પર આવીયે.
ભાવનગરમાં
કે રાજકોટમાં તારા કોઈ Cousin Brother Mr. Meghani છે જેઓ મિલાપ
કે આવા કોઈ નામ
હેઠળ International
friendship
વધારે
ને અડધાથી કાર્ય કરે છે. અને
તું આ પ્રમાણે તેના
ઘણો જ નીકટના અને
સારા સંબંધમાં છે આ મી.
મેઘાણી ઘણી વખત પરદેશ
પણ જઈ આવ્યા છે
એવું તારી પાસે સાંભળ્યાનું
યાદ છે.
તેઓ
હિંદમાંથી પોતાના ખર્ચે પરદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને
પરદેશમાં વીના ખર્ચે રહી
શકે તેવો બંદોબસ્ત તથા
પરદેશમાં Practical
Training ની જોગવાઈ કરી આપે છે
તો મારે તેવી સહાયની
ખૂબ જ જરૂર છે.
અહીં
મને લગભગ મે માસથી
સપ્ટેમ્બર સુધીનું Vacation પડશે અને તે
ગાળામાં મારો વિચાર કોઈ
Rayon factory (Mill) કે
જે Man-made fabrics બનાવતી કે Print અને process કરતી હોય તેવી
Firm માં કામ કરવા ખૂબ
જ ઈચ્છા છે પણ અહીં
Textile field માં ભારત ખૂબ જ
Competition કરતુ હોવાથી બધી મીલોમાં Indian થી
ગલગડા છે અને Mill કે
factory માં દાખલ થવું બહુ
મુશ્કેલ કામ થાય છે.
તેજ છતાં હું જાતે
પ્રયત્ન અહીં જરૂર કરીશ
અને તે અરસામાં તું
પણ મી. મેઘાણીને મારો
Case જણાવીને મદદ કરી શકે
તેમ હોય તો જરૂર
લખજે. અને તેમને જણાવજે
કે (England) U.K માં કદાચ તેમનાથી
થતી શકે તેમ ન
હોય અને Germany માં ક્યાંક બંદોબસ્ત
કરી શકે તેજ હોય
તો તે મુજબ Germany પણ
જવા તૈયાર છું. પહેલો Preference U.K માં બની
શકે તો સારું નહિંતર
Germany માં પણ વાંધો નથી.
હું ધારું છું કે મેં
ઘણું જ clearly તને સમજાય તે
રીતે સરળ અને સીધી
ભાષામાં લખ્યું છે એટલે કોઈયે
પ્રશ્ન તને ઉપસ્થિત નહિ
જ થાય. અહીં Feb. ના
બીજા અઠવાડિયામાં Scotland ની મોટી મીલ
Japan અને India ની
હરીફાઈમાં
ટકી ન શકવાથી બંધ
થવાની છે તેવા સમાચાર
પેપરમાં હતાં. આ પરથી તને
અહીંના Textile field માં હિંદીઓ વિશે
શું ભાવ હશે તે
ખ્યાલ આવશે.
ઠીક
ત્યારે આ પત્ર વાંચીને
તરત જ મી. મેઘાણીને
જરૂર પત્ર લખીશ ને?
મોડું ન કરતો અને
તારી મદદથી કાર્ય જરૂર ફતેહ થશે
તેવી ઇચ્છા રાખું છું.
Walt Disney નું "Fantasia" અહીં આવશે ત્યારે
જરૂર જોઈશ.
આપણી
Trip બાબત તારી ઈંડા પી
ગયેલ સમજવાને ફરીને જાગૃત કરવી પડશે. પણ
તારો પત્ર મળ્યા બાદ
હવે તો મને પણ
શંકાઓ ઉત્પન્ન થવા લાગી છે
અને Trip ની જે ઈચ્છા
અને ઉત્સાહ હતો તે કોઈકવાર
સ્વપ્ન જ ગણવો પડશે
તેવું કોઈકવાર લાગ્યા કરે છે. પેન્સીલથી
પત્ર લખવાથી અક્ષરની સાઇઝ ડબલ આપી
છે.
હજી
Mr. Dance શીખ્યો નથી જાણીને મને
ખૂબ જ આશ્ચર્ય થાય
છે અને તે પણ
એક America જેવા Advanced Country માં હોવાથી. મારી
બનાવટ તો નથી કરતો
ને? તું American ને દાંડીયા રાસ
શીખવે છે તો તેઓ
તેની બદલીમાં તને કાંઈ નથી
શીખવતા? ખૂબ જ સ્વાર્થી
લાગે છે!! પૂ. કાકાને
ગઈ કાલે પત્ર લખ્યો
છે. ઘણાં દિવસે ઉત્તર
આપ્યો છે એટલે ખૂબ
જ ગરમ થયા હશે.
પણ શું કરતો ન
હતો. ટાઇમ મેળવી નથી
શકતો.
તું
ત્યાં ભવ્યમાં સુરેશ વગેરેના દરખાસ્ત તરફ આવવાનો વિચાર
જરૂર કરજે મળવા વધશે.
ઠીક
ત્યારે પત્ર તુરત લખજે.
ઉપરની વાત બાબત તારાથી
બનતું કરજે. વિજય




No comments:
Post a Comment