To, Hemendra C. Parikh
4835 S. Martindale Detroit
Michigan U. S. A.
૭૩
સાયન રોડ, મુંબઈ ૨૨.
૨૩.૯.૪૬
પ્રિય
હેમેન્દ્ર,
આજે
લગભગ એક મહિના બાદ
પેન હાથમાં લીધી છે એટલે
અક્ષરો જોઈને હસતો નહિ! ગઈ
તારીખ ૨૪ થી મને
ટાઈફોઈડ તેના પંજામાં સખત
જકડેલો તે ૧૦.૯.૪૬ ના દિવસે
normal થયો, પરંતુ હજી doctor એ strictly bed માં જ રહેવાની
સુચના આપી છે. ખાવાનું
જાડુંશા શરૂ અને દાળ
ભાત આપે છે. હજી
કેટલા વખત આવી જેલ
ભોગવવી પડશે તે ખબર
નથી!
આ
વખતે આ પત્રનો પૂરો
રસ મારાથી નીકળશે નહિ તો દરગુજર
કરશો કારણ હજી મને
અશક્તિ લાગે છે અને
હમણાં જ કોઈને પણ
ઉત્તર લખ્યો એટલે હવે હાથ
ધ્રુજે છે.
તારા
પત્રથી તારી બીના જાણી.
તે મને હિંમત આપતો
પત્ર લખવા માટે લખ્યું
છે પણ જ્યાં તારો
પત્ર વાંચીને મારી જ જે
કાંઈ હિંમત હતી તે હણાઈ
ગઈ છે. જ્યાં તારા
જેવા 1st class B.E.
student પણ ગોથા ખાય છે
ત્યાં મારા જેવો III rd B.Sc. કેવી રીતે
અભ્યાસ કરી શકે! મારો
વિચાર Sept. માં Philadelphia આવવાનો હતો પરંતુ તારો
પત્ર વાંચ્યા પછી હિંમત ખોઈ
બેઠો છું. પહેલા ઘણી
હિંમત હતી. Phila. થી મેં લખેલ
પત્ર નો ઉત્તર પણ
આપી ગયો છે. તેના
લખવા મુજબ B.S. નો course કરતાં મને 2 - 2½ વર્ષ લાગશે. પ્રવિણભાઈએ
પણ તે મુજબ જ
લખેલ. અને Campus ની બહાર રહેવા
દેવા માટે મેં વિનંતિ
કરેલ પણ તેનો તેઓએ
અસ્વીકાર કર્યો છે. Maths Int. Sc. નું કહેશે. મારી
તો બુદ્ધિ હવે કામ કરતી
નથી. તારો પત્ર વાંચીને
તો ખરેખર હું ખૂબ જ
નવાઈ
પામ્યો. હવે મારે શું
પગલું ભરવું તે તું જણાવજે.
હું તારા પત્રની કાગ
ડોળે રાહ જોઈશ. Phila. વાળા
લખે છે કે ૧૦૦
ઉપરાંત foreigner
students અહીં આવીને અભ્યાસ કરે છે અને
Strictly Vegetarian રહેવું
અહીં શક્ય નથી. અને
Indian food મેળવવું અહીં મુશ્કેલ છે
અને શરીરને પણ અનુકૂળ નથી.
કીસ
રોજ હવે બંધ કરું.
પત્રનો ઉત્તર તુરત આપજે. તું
હિંમત અને ધીરજથી કામ
લેજે જરૂર ફતેહ તારી
જ છે. બરાબર વિચાર
કરીને પગલું ભરજે. તારી તબીયત સારી
હશે. તારો પગાર ઘણો
જ સુંદર છે. મને જો
અહીં તેટલો પગાર આપે તો
હું ક્યાંય જવાનો વિચાર પણ ન કરું.
લી.
હરિશ (Li. Harish)
73 Sion Road, Bombay 22 India





No comments:
Post a Comment