To, Hemendra C. Parikh
B 77 Engineering Hostel,
Vallabh Vidyanagar, via - ANAND.
૨૦,
ગોખલે રોડ (નોર્થ) ૪
થે માળે. મુંબઈ ૨૮. ૨૩-૯-'૫૨
૧૧
હેમેન્દ્ર,
તારું
એક પોસ્ટ કાર્ડ અને Air Mail letter મળ્યાં પરંતુ ન મળ્યાં જેવા
જ. “તારા પત્રની રાહ
જોઉં છું” - હેમેન્દ્ર. - સિવાય પત્રમાં કાંઈ જ ન
હતું. તને કદાચ પત્ર
લખ્યાનો આનંદ થતો હશે
પરંતુ મને તો તારા
પત્રોથી જરાય સંતોષ કે
તારા તરફથી પત્ર આવ્યાનો આનંદ
અનુભવાયો ન હતો. તને
કદાચ એમ થતું હશે
કે મેં ત્રણ ત્રણ
પત્રો લખ્યાં પરંતુ નરેશ તો જવાબ
જ આપતો નથી. તા.
૨૩-૯-'૫૨ રાતના
૧૦ તારો તારીખ ૧૬
મીનો લખેલ પત્ર પણ
ગઈ કાલે રાતના ૮
વાગે મળ્યો. પત્ર લખવામાં મારી
ખૂબ જ ઠીલ થઈ
છે તે હું કબુલ
કરું છું પરંતુ તેનો
અર્થ જરા પણ એમ
નથી થતો હું તને
યાદ નથી કરતો. હંમેશ
તું બે થી ત્રણ
વાર યાદ આવે છે.
૬-૭ વર્ષ પહેલા
પસાર કરેલા દિવસો ઘણીવાર તાજા બની આંખ
સમક્ષ બનતાં હોય તેવો ભાસ
થાય
છે. ખેર! તું તે
બધું ક્યાંથી સમજી શકે? તને
તો પત્ર સાથે સંબંધ.
પત્ર લખવાનો તો ઘણીવાર વિચાર
થાય છે પરંતુ પત્રમાં
લખવા માટે કાંઈ જ
સામગ્રી તૈયાર હોતી નથી. અને
હું તારા જેમ - “પત્રની
રાહ જોઉં છું” - સાથે
પત્ર પુરો કરવામાં માનતો
જ નથી. મને હંમેશા
ટૂંકા પત્રો લખવા કે સ્વીકારવા
ગમતા જ નથી; ટૂંકા
પત્રોથી મને જરા પણ
સંતોષ થતો નથી અને
મળ્યા જેટલો આનંદ પણ થતો
નથી. જ્યારે તારો ૧૬ મી
નો પત્ર વાંચી ને
જ મને પત્રનો ઉત્તર
આપવાનો વિચાર થયો કારણ કે
તે ટૂંકો ન હતો, તે
પત્રના જવાબ રૂપે લખવા
માટે પણ મને અનેક
વિચારો આવતા પરંતુ જ્યારે
અત્યારે રાતના લખવા બેઠો છું
ત્યારે કોણ જાણે ક્યાં
એ રમુજી અને ભાવનાભર્યા વિચારો
જતા રહ્યાં છે ? આ પત્ર
દ્વારા હું બનતા સુધી
તારા ૪ કે પાંચ
પત્રોના જવાબ આપું છું.
જો કે તારા બે
ત્રણ પત્રો તો એક લાઇનના
જ હતા અને તેનો
ઉત્તર પણ હું એક
લાઇનમાં આપી શકેત કે
:- તારો પત્ર મળ્યો છે
અને
તારા
પત્રની રાહ જોઉં છું
- પરંતુ મેં તને ઉપર
જણાવ્યા પ્રમાણે મને તે પસંદ
નથી. હું ધારું છું
કે તારા સર્વે પત્રોના
જવાબ રૂપ આ એક
લખાણ ભર્યા પત્રથી તને જરૂર સંતોષ
થશે અને જે ખોટા
વિચારો તારા મનમાં પેસી
ગયા છે તે દૂર
થશે? બીજું હાલ નવરાત્રીના ગરબાઓનો
પ્રોગ્રામ અહીં શિવાજી પાર્કમાં
હંમેશ થાય છે અને
તેમાં આપણા જુનાં મિત્રો
– રણછોડ, બટુક - રાજેન્દ્ર - મહેન્દ્ર - દુસેરાય - ભટ્ટ '(ચંકોડી)' વગેરે મળે છે. સર્વે
તને યાદ કરતા હતાં.
મને મનમાં થતું કે કોઈક
તારું એડ્રેસ મારી પાસે માગશે
પરંતુ મારી ધારણા તો
મનમાં જ રહી ગઈ.
આ સર્વે મિત્રો મને બે ત્રણ
વર્ષે મળ્યાં છે હંમેશ મળતા
નથી તો તને કદાચ
મારી ઈર્ષા આવતી હોય તો
તે દૂર કરજે. તેઓ
તો માત્ર નામના જ અને ઓળખાણ
પુરતાના જ મિત્રો છે.
એજ આ પ્રશ્નથી મને
શાંતિ થઈ કે નહિ?
ન થઈ હોય તો
જરૂર તાર કરજે પરંતુ
એટલું જરૂર ધ્યાનમાં રાખજે
કે તારનો ઉત્તર તાર જેટલા જ
શબ્દો જ દ્વારા હું
તને પત્રથી આપીશ
– એજ
નરેશ.
Naresh D. Shah
20, Gokhle road (North) BOMBAY -
28





No comments:
Post a Comment