To, Hemendra. C. Parekh
1128, Ohio. Lawrence.
(Kansas) U.S.A.
વાડીયા.
તા. ૬ એપ્રીલ ૫૭,
ભાઈશ્રી શાંતિભાઈ. એમ. કોટીયા....... એન
- અરબર વાડીયાથી ચુનીલાલ પારેખના શુભાશિષ. વિ. તમે કુશળ
હશો. તમારો અભ્યાસ બરાબર ચાલતો હશે અને તમને
હવે ત્યાં આગળ ઠીક ઠીક
ફાવી ગયું હશે. આ
પત્ર તમને કારણવશાત લખું
છું. તમને અમેરિકા તમારા
ભાઈ શ્રી જયસુખભાઈનો પત્ર
મળી વ્યાપાર વિશે નો (ગાળો)
મળ્યો. આ પત્ર તમને
મારા ચિ. ભાઈ શ્રી
હેમેન્દ્રભાઈ. (જેઓ લોરેન્સ (કાન્સાસ)
ની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે) તરફથી
આ પત્ર તમને મળે
તો એમને $૧૦૦/- સો એંસી એમની
લોરેન્સની બેંક First National Bank –
Lawrence-Kansas માં એમના Hemendra. C. Parekh ના ખાતામાં mail transfer થી આ
પત્ર મળ્યેથી તૂર્ત મોકલાવી આપશો. આમ તમને તકલીફ
આપવાનું કારણ જણાવવાનું કે
ભાઈશ્રી હેમેન્દ્રભાઈને અમે (રાજકોટે) એ
એમને રૂા. ૨૦૦૦/-, જે
અંશના ડોલર મોકલાવી આપવા
માટે મુંબઈ અમેરિકન એક્સપ્રેસ વાળાને મોકલાવી આપ્યા છે. ત્યાંથી એમના
તરફથી જવાબ આવ્યો કે
પરમીટ નો સમય expire થઈ
ગયો છે. તે રૂા
ને Renew કરાવવા માટે Reserve Bank ને મોકલાવેલ છે.
પરંતુ તે વિધિ થઈને
આવતા સામાન્ય રીતે એક પખવાડિયું
થઈ જશે. એટલે તેટલો
સમય ભાઈશ્રી હેમેન્દ્રભાઈ ને ડોલર મોડા
પહોંચે અને એમને તકલીફ
ન પડે તેટલા ખાતર
તમને તકલીફ આપવી પડી છે.
તદુપરાંત ભવિષ્યમાં તમને તથા ભાઈશ્રી
હેમેન્દ્રભાઈ ને પરસ્પર કોઈ
વખત આવી રીતે જરૂર
પડે તો આ એક
પ્રસંગે સંપર્કમાં આવ્યા છો. તમો એકબીજાને
પત્ર લખી ને ઉપયોગી
થઈ શકો. તમે જેટલા
ડોલર એમને મોકલાવો તે
રકમ ત્યાં તમને જરૂર ન
હોય તો અને તેના
રૂપિયા શ્રી જયસુખભાઈ ને
આપી દઈશ. નહીતર તેટલા
ડોલર ભાઈ શ્રી હેમેન્દ્ર
તપાસી ત્યાંની બેંકમાં તમારા ખાતામાં mail trans. વિ. થી મોકલાવી
આપશે. વળતો પત્ર લખશો.
તમારી તબીયત સંભાળશો. લી. શુભેચ્છા. ચુનીલાલ
પારેખનાં શુ. આ.
વાડીયા.
તા. ૬. ૪. '૫૭
ચિ. ભાઈ બટુક. ચિ.
આ પહેલાનો મારો પત્ર મળી
ગયો હશે. અને ત્યારબાદ
૨૦-૨૦-૫૬ માં
તે ભાઈ એ લખેલું.
પોકેટ કંઈ પણ મળી
ગયું હશે. તારી permit renew વિશે ની
વ્યવસ્થા નો ખ્યાલ ન
આવતા. તને remittance મોકલાવવાનું મોડું થયું છે મુંબઈ
હું તથા હરસુખભાઈ ગયા
હતા, તે રિઝર્વ બેંક
ના Exchange Dept. ના ઓફિસર ને
મળી આવ્યા. ઓફિસરે ખુલાસો કર્યો કે બીજો કોઈ
હેતુ નથી ફક્ત નથી
શોધતા એક અઠવાડિયામાં પરમીટ
સેન્કશન મોકલાવી આપશે મતલબ કે
તને ડોલર ધાર્યા સમય
કરતા એક પખવાડિયું મોડા
મળશે. તેવું તને દરમ્યાન મુશ્કેલી
ન પડે તે માટે.
આ સાથે ભાઈ શાંતિલાલ
કોટીયા ઉપર નો પત્ર
મોકલાવું છું. તો એમના
ઉપરના અરધા ભાગનો પત્ર
ફાડીને. એમને તારા પત્ર
ની સાથે નીચે લખ્યા
સરનામે મોકલાવી આપજે. એટલે તને ત્યાંથી
હાથ તૂર્ત માટે $૧૦૦/- ભાઈ શાંતિલાલ મોકલાવી
આપશે. Shantilal. M.
Koticha c/o. Michigan university International Centre ANN-ARBOR U.S.A.
ઉપરના
સરનામે એમને જુદો પત્ર
લખી પોતે સાથે અને
એમના તરફથી ખુલાસો અને કેટલા ડોલર
આપે તે તમે લખી
જણાવજો. એમને જો ડોલરની
જરૂર ન હોય તો
તેના રૂપિયા અમે અહીંના ભા.
જયસુખભાઈને આપી દેશું. બીજું
દિલ્હી થી મનુભાઈ તરફથી
એક પત્ર આવ્યો છે.
તેઓ ભાઈઓ એક અઠવાડિયા
માટે રંગૂન- બર્મા ગવર્મેન્ટ ને ઔદ્યોગિક વિકાસની
સલાહ આપવા માટે ગયા
છે. તે સાથે ભા.
સુરેન્દ્ર અને સૌ કુશળ
છે. રાજકોટ માં પણ સૌ
મજામાં છે. જેંત્રાભાઈ વિગેરે.
અનુભાઈ આવી ગયા છે.
અને લલિતભાઈ સૌ પૂછતા હતા
તથા શ્રી અમૃતલાલ તા.
૧૭મી એપ્રીલના અહીં આવી ગયા
છે. સૌ ચંદા બહેન
તથા શ્રી ભોગીલાલ કલકત્તામાં
સાજા છે. ત્યાં આગળ
તારી oral exam. મગડી ગયાનું નહી
થાતું કે નહી તે
લખજે. તારી તબીયત બરાબર
સંભાળજે. બહુ strain ન પડે તેનો
ખ્યાલ રાખજે અને થોડોક સારો
સાન્ધ્ય અને પોઝિટિવ પ્રવાસનો
ખોરાક લેવો અને સાથે
થોડો થોડો સમય Recreation માં
ગાળવો ભાઈશ્રી સૌના શુભાશિષ.
તા.
૬-૪-૫૭ શનિવાર
- વાડીયા પ્રિય ભાઈ હેમેન્દ્ર, અમે
અહીં આવી ગયા છીએ,
અમારી બધાની તબીયત સારી છે. શૈલેષ
ખૂબ જ યાદ કરે
છે, કલકત્તા ચંદાબેન તથા ભોગીલાલ મજામાં
છે. તારી તબીયત સારી
હશે, અહીં કરતાં ત્યાં
કેટલું વજન વધ્યું!? તે
લખજે. બાજુ તારાચંદ ભાઈ
તને ખાસ યાદ કરે
છે. તું ક્યારે આવવાનો
છે એ ખબર અવાર
નવાર પૂછે છે. અહીં
આવ્યા બાદ નોકરી માટે
તારે માટે બિચારા ખાસ
મહેનત કરશે, અત્યારથી જ ઘણું ધ્યાન
રાખે છે. અમે અહીં
અઢી ત્રણ મહિના રોકાવાના
છીએ, એ દરમ્યાન ફરી
વાર કાગળ લખીશ, તારો
અભ્યાસ સારો ચાલતો હશે.
અહીં ગરમી સારી પડે
છે, ત્યાં તો વાંધો જ
નહિ હોય. બાની તથા
બાપુજીની તબીયત સારી છે, ત્યાં
કથકલી-મણીપુરી-કચ્છલી વગેરે જોઇએ તો ચંદાબેન
ને લખજે, હમણાં એ બનાવવામાં પડ્યા
છે, બહુ સરસ થાય
છે. કાગળ લખજે, એજ
લિ. બેન ના સ્મરણ,
બટુક મામા અમે જ
તમને યાદ કરતા હોઈએ
તમો મને યાદ કરો
છો. લિ. બહેન સૌ
ના જય ગોપાલ
Chunilal. K. Parekh.
Vadia (Saurashtra)
India.





No comments:
Post a Comment