प्रति,
हेमेन्द्र. चुનીલાલ. પારેખ. ૫, પ્રદ્યુમ્ન હોસ્ટેલ,
કોલેજ રોડ, રાજકોટ (સૌરાષ્ટ્ર)
૨૦,
ગોખલે રોડ, (નોર્થ) જગજીવન નિવાસ, મુંબઈ ૨૮. ૮-૧૨-'૫૦
હેમેન્દ્ર,
તારો
પત્ર પરમ દિવસે મળ્યો
વાંચી તુરત જવાબ આપવા
વિચાર હતો પરંતુ તે
વખતે તો પોસ્ટ ઓફીસ
બંધ થઈ ગઈ હતી
એટલે હજી કાલે જ
આ પત્ર મેં લીધો
અને જગદીશકાકાએ બે આના વાળી
ટીકીટ લઈ તને પત્ર
તુરત જ પોસ્ટ કર્યો.
આજે પણ અત્યારે હું
તને પત્ર લખી ન
શકત પણ મનમાં મક્કમ
કર્યો હતો કે રવિવાર
પહેલા ગમે તેમ કરીને
હેમેન્દ્રને પત્ર લખવો જ
છે એટલે આજ કોલેજનું
ઘણું કામ બાકી હોવા
છતાં અડધું કામ પતાવી તારા
આ ઈન્ટરવોલ પાડ્યો છે.
બીજું
તેં મિત્ર વિષે લખ્યું તો
તે બાબત તને જણાવવાનું
કે તેઓ હજી અહીં
આવ્યા નથી. કદાચ ભુલી
ગયા હશે? અથવા એડ્રેસ
ખોવાઈ ગયું હશે? મારો
ટેલીફોન નંબર ૬૦૧૬૧ છે
તે પણ ભુલી ગયો
લાગે છે? ભુલી જ
જવાય ને કેટલા વર્ષ
તને મુંબઈ છોડ્યા થયાં? અને કોને ખબર
હજી કેટલા વર્ષ આમને આમ
જવાના હશે?
વિરેન્દ્ર
રાજકોટ આવ્યો છે તે જાણ્યું
તો શું હવે તે
રાજકોટમાં અભ્યાસ કરે છે કે
આશ્રમમાં રહી હવે સન્યાસી
જીવન જીવવાનો નિશ્ચય કર્યો છે? તેના
પત્રો
હજી સુધી તો નથી
આવ્યા. તેને મારી યાદી
આપજે કદાચ ભુલી ગયો
હશે?
તારા
દરેક પત્રમાં તું લખે છે
કે આપણાં બધા મિત્રો મને
મળતા હશે અને હું
પણ મળતો હોઈશ પરંતુ
તે તારી ભુલ છે.
તે જેટલા દિવસથી અહીંના આપણા બધા મિત્રોને
જોયા નથી તેટલા જ
દિવસથી મેં પણ કોઈને
જોયા નથી કે કોઈ
મને મળ્યું નથી. તું અહીં
હતો ત્યારે તો બધા મને
મળતા પણ મને તો
હવે લાગે છે કે
તું જેમ મને મુકીને
સૌરાષ્ટ્રમાં ભાગી ગયો છે
તેમ સાથે સાથે આપણા
મિત્રોને પણ લેતો ગયો
લાગે છે?
"રોમીયો અને
જુલીયેટ" વિષે તે અભિપ્રાય
પુછાવ્યો છે તો તને
જણાવવાનું કે મેં હજી
તે ચિત્ર જોયું નથી પણ છતાં
તારો અભિપ્રાય જોઈએ તો તું
તે ચિત્ર પાંચ આનાની ટીકીટમાં
બને તો જોઈ આવજે,
તો તેમાં કાંઈ વાંધો નથી
કારણ કે કદાચ ચિત્ર
ખરાબ હોય તો તું
મારો દોષ ન કાઢ
કે મને ગાળો પણ
ન દે.
ભાસ્કરના
પણ કાંઈ સમાચાર નથી.
કેમ!
પત્ર તો તુરત મળ્યો
છે ને? કે હજી
આટલા દિવસ મોડો પત્ર
આવ્યો તેના પશ્ચાતાપ કરવા
જેવું લાગ્યું?
હાલ
એજ નરેશ
નરેશ.
ધીરજલાલ. શાહ. ૨૦, ગોખલે
રોડ, નોર્થ. મુંબઈ ૨૮.




No comments:
Post a Comment