Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 30 March 2017

NARESH - 25/11/1953

૨૫-૧૧-'૫૩

પ્રિય હેમેન્દ્ર,

તારો તારીખ ૧૦ મી નો અને ૧૫ મી નો પત્ર સાથે મળ્યા વાંચી ખૂબ આનંદ થયો અને ઉત્તર લખવા મન તલપાપડ થવા મંડ્યું પણ તારો વખત નો અને તેની પહેલાનો એક રજીસ્ટર્ડ પત્ર કાંઈક જુદી ભાતના ; તારા અંતરની ઊંડી વેદના વ્યક્ત કરતા હતા , કે જેનો ઉત્તર આપવા માટે મારે પાંચ દશ દિવસ તો વિચાર કરવો પડે છે. શું લખું ? કઈ રીતે હું તારા અંતરના અગ્નીને શાંત કરું ? શું મારા પત્રથી તને સાંત્વન મળશે તુ જે અસ્વસ્થતા અનુભવે છે તે ઓછી થશે ? વગેરે અનેક પ્રશ્નો મારા મનમાં જાગે છે અને થોડે અંશે મને પણ હેરાન કરી મુકે છે.

 

જો સઘળાનું કારણ મારા તરફથી અનીયમીત અને ઓછા પત્ર હોય તો મને તુ જરૂર લખજે અને પહેલા પણ મેં એક બે વાર લખેલ તેમ હું વખતે પણ લખું છું કે હવે તો હું જરૂર નિયમિત-પણે તને પત્ર લખીશ .

બીજું તે લખેલ કે દિવાળીમાં તરફ આવવા વિચાર છે તો કેમ આવ્યો ? મેં તો ઘણી રાહ જોઈ. અહીં આવ્યો હોત તો ખૂબ મજા પડતે અને તને તો ખાસ ફેર પડત. હાલ તારું મન કોઈ ખૂબ ઊંડા વિચારોમાં ભમ્યા કરતુ હોય તેવું લાગે છે તો શું તેમાં હું તારો ભાગીદાર બની તને થોડો ભાર મુક્ત કરી શકીશ? તારા દુ:ખનો મને પણ ભાગીદાર કેમ બનાવે ? હવે તરફ ક્યારે આવવાનો છે ? મારું મન પણ

 

R. R. C. 1,00,000-10-53 SUPPLEMENT Exam. No. __________

હવે તને મળવા તલશે છે એમ થયા કરે છે કે જાણે કેટલીયે વાતો તારી સાથે કરવી છે અને મનને હળવું કરવું છે તારા માટે તો મેં વાતો નો ભંડાર ભરી રાખ્યો છે. કે જે આપણે મળશું ત્યારે હલકો થશે.

બીજું મુનીઅર માં હું અને કાકા પાસ થઈ ગયા છીએ મને ફર્સ્ટ ક્લાસની Alligibility આવે છે અને કાકાને Second class ની છે તે રહેજ. વિરેન્દ્રના પત્રો આવતા હશે.

વખતે નવરાત્રીમાં છેલ્લા બે દિવસથી મકોડી સાથે ફરી વ્યવહાર ચાલુ થયો છે જો કે નવરાત્ર પછી મને તે મળ્યો નથી પણ મારી સાથે હવે વાતચીત કરે છે. મધુકાંત હમણાં ઉપરા ઉપર બે ત્રણ વાર મળ્યો અધવર્યુ પણ મળ્યો હતો.

 

ખોડારી , અનુપ ને તુ ક્યારથી ઓળખે છે ? તુ તેઓને મળ્યો છે? ધીરેનના લગ્ન થયા તે તો તે જાણ્યું હશે ? પ્રવીણનું, દિવાળીનું કાંઈ હતું બાકી કાંઈ ખબર તેના તરફથી નથી. પરેશ કલકત્તા Medical college માં દાખલ થયા છે તે રહેજ.

બીજુ તારો અભિપ્રાય મારે જોઈએ છે કે હું B.Sc પછી શું કરું. મારી તો ખૂબ ઊંડી અને તીવ્ર ઈચ્છા છે કે આગળ ભણવું પણ શું ભણવું અને અહીં Tech નો કો કો Course કરવો કે Foreign જવું અને Foreign પણ ક્યાં જવું સારું, વગેરે તુ જરૂર મને જણાવજે. Textile chemistry માટે ક્યા દેશમાં જવું જોઈએ મારા કાકા તો Japan કહે છે, અને બીજાઓ U.S.A કહે છે.

 

હાલ એજ હવે આગળ શું લખવું તે સમજ પડતી નથી.

એજ લી: નરેશ

 







No comments:

Post a Comment