Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 24 March 2017

BAPUJI - 03/08/1959

To, Hemendra. C. Parekh

No. 140 A "VIKAS" 2nd Floor

Road No. 2 Shivaji Park Bombay 28.

 

નડિયાદ તા. //૫૭

ચિ. ભાઈ બચુ,

 

વિ. થાના સમાચાર તા. ૩૧/ નો પત્ર મળ્યો. વાંચી વિદિત થયોજી. પહેલાંનો તા. - નો મારો પત્ર તમને મળી ગયો હશે. ચિ. ભાઈ નાનુ બેંગલોર ગયાના ખબર સાથે તમારો પત્ર મળ્યો. રાજકોટથી ભાઈ બાબુએ આપ્યા. મોટીબાઈએ કોઈએ મને ખબર આપ્યા નથી. શું કામે ગયા છે? કેટલા દિવસ રહેવાના છે? અને પાછા ક્યારે આવવાના છો તે વિષે કાંઈ પણ ખબર જાણવામાં નથી. વળતા ચિ. ભા. રમણીકભાઈના સાઢુભાઈની બહેન કે જે B.A. થયેલી છે. તેને જોવા જવાનું નક્કી થઈ ત્યારે ચિ. રમણીકભાઈની સાથે તમે બંને ભાઈ જોવા જવાનું રાખશો for a impressive લાગે તો વધારે. એમના અભ્યાસ ઉપર આપ વગેરે પૂછવા અને જો એમને ટૂંકમાં forward વિચારો છે એટલે તો થોડી short + general topics ની વાતચીત કરવી. પરંતુ prima facie or impressive લાગે તો યાદ કરી લેવું. અને ચિ. રમણીકભાઈને કહેવું કે ભાઈ નાનુ પડ્યા નથી ને. બાપુજીને વાત થશે અને ત્યાંથી તમને બાપુજી ખબર લખશે. અને જો attractive & impressive લાગે તો તમને કન્યા કેમ લાગી છે તે જણાવજો. ખાસ કરીને ચાલચીત માં psychologically દિલ જણાય છે. તે લખી જણાવશો અને ત્યારબાદ ચિ. ભા. નાનુની સાથે વાતચીત કરીને આગળ વાત ચલાવશું.

બીજું તમારા L&T સાથેનો ઈન્ટરવ્યુનો અહેવાલ બધી માહિતીઓ સેવી મળ્યો. એમ ફાઈનલ રાખતી નથી. મંગળવારના તેઓ જે decision તમોને ફોનથી જણાવશે. તમોજી લખશો શ્રી ભટ્ટ સાહેબ સાથે...

 

તમારે શ્રી રતિભાઈ આચાર્યની ભલામણ કે શ્રી દુલર્ભભાઈ જાદવજી ની ભલામણ ની જરૂર પડશે, નહી તો જણાવશો. શ્રી દુલર્ભભાઈ ભાઈને મળ્યા હતા વિગેરે તે લખશો.

Calico ની appointment letter માં જણાવેલ figures જાણ્યા. તથા Bonus કે કાંઈ જણાવતા નથી તો તે સાથે તેના નિયમ પ્રમાણે આપશે એટલે કે બાર મહિના પછીથી મળી શકે. અત્યારે તો basic ની સાથે રિસર્ચમાં આગળથી સેવા માટે જણાવવામાં આવેલ. હિસાબે તો ત્યાં આગળ L&T માં નક્કી થઈ જાય સારું.

અને તરફથી કુશળ સમાચાર છે. અમારી તબીયત સારી છે. વરસાદ બે દિવસથી સારો થઈ ગયો છે. હું આવતી કાલે સવારથી જશ્યા રાજકોટ જાઉં છું. તમારું ત્યાં આગળ L&T માં જો નક્કી થાય તો appointment letter મેળવી ને તારથી ખબર આપશો ત્યાં આગળ તમારું સેટલ થઈ જાય પછી કોઈની ભલામણ માટે તમારે જે કરવું તે વિષે વિચાર કરીને તમને લખી જણાવીશ. અમદાવાદથી હરિ ગોવિંદ સાહેબનાં ખુશી ખબર ના પત્રો આવ્યા છે. તમારી તબીયતની સંભાળ રાખશો. ચિંતો મંજુ બહેન... સુધી no. / નું ગુરુદ્વારા ત્યાં આગળ સૌ ભાઈઓને રામરામ. તમારું ત્યાં નક્કી થયા પછી પત્ર પૂજ્ય મહાને ત્યાં આપી આપશો. અત્રે થી.

લી. બાપુજીના આશીર્વાદ

 





No comments:

Post a Comment