To, Hemen. C. Parekh
Esqr 1128. Ohio.
Lawrence (Kansas) U.S.A
નડીયાદ
તા. ૨૬-૬-
ચિ.
ભાઈ જટુ,
વિ.
તારો તા ૧૯ નો
પત્ર તા. ૨૪-૬
નાં રાજકોટ મળ્યો. વિગત જાણી, ને
ઘણો જ આનંદ થયો
છે. તારો અભ્યાસ સંતોષકારક
જાણીને ઘરમાં સૌ ને ખૂબ
રાજી થયા છે. અને
તરફ કુશળ વર્તમાન છે.
અને તેમજ રાજકોટ, વિરમગામ,
માલમીન, આણંદ, મુંબઈ, જોગસાર સૌ કુશળ છે.
અને અમારી તબીયત સારી છે. તારી
તબિયત અને ખુશાલી ચાહું
છું. તારા બાકીનાં બે
credit hrs હતી, એ ટ્રાન્સફર ન
થતાં ને પુરા કરવા
માટે તો એક વિષય
(Industrial Training & Supervision) માટે
enroll થઈ ગયો તે જાણ્યું.
અને તારે ટર્મનાં બે
ક્રેડીટ આર્સ જુવે છે
તે માટે તારે મગજ
$ 20 + 13 = કુલ 33 ડોલર ફી ભરવી
પડશે તે જાણ્યું તે
સભર દરમ્યાન માટે ટાઇમ જોબ
કરવાનું વિચાર્યું છે તો તે
તારા અભ્યાસમાં ખલેલ ન પહોંચતો
હોય તેમ તને સાનુકૂળ
હોય તો પાર્ટ ટાઇમ
જોબ કરવાનું રાખવું મતલબકે અભ્યાસ ને ધક્કો ન
પહોંચવો જોઈએ તે તારા
ધ્યાનમાં રાખવું. તને છેલ્લે મોકલાવેલ
રૂપિયા સી એન્જ ના
$૨૦૦ મળી ગયા તે
જાણ્યું અને હવે વધારે
ડોલરની જરૂર નહીં પડે
તે જાણ્યું. આપ છતાં વધારે
ડોલરની જરૂર માટે રીઝર્વ
બેંકને એપ્લીકેશન કરી આપીશું એટલે
જરૂર પડે તો કામ
લાગે. Computer
Programming ના classes
માં જોડાયા ને તેના test માં
તું પાસ થઈ Computer ઉપર
Problem solve કરવાની તને તક મળી
અને સો problem solve કરી આપ્યો તે
જાણી ને ઘણો જ
સંતોષ થયો છે. આવા
ઉત્સાહતર તારા પુરૂષાર્થ માં
તને સદ્દફ્તતા મળતી રહે તે
માટે. પ્રભુ પ્રત્યે મારી માંગણી છે.
ચિ. સૌ. પ્રજ્ઞા બહેન
તથા શ્રી અમૃતલાલ ગઈ
કાલે તા. ૨૫/૬
ને મંગળવારનાં દિવસે પહોંચી ગયા હશે. મુંબઈ
પહોંચ્યા નો પત્ર મળી
ગયો હતો. માલમીનથી કાલે
પિતાજીનો અને ચિ. સૌ.
હેમલતાનો અને ખુશી ખબરનો
પત્ર છે તારા તરફથી
એમનાં લાંબો વખત થયાં પત્ર
નહી ગયા હોય અને
અઠવાડિયા પહેલાં આવી ગયો. પૂ.
ભુવા તરફથી પણ પત્ર હતો.
પૂ. ભુવા તથા પૂ.
ફૈબા તથા સ્વ. બહેન
કમળા ના ચરણસ્પર્શ અને
દેશમાં આવવા માટે તા.
૧૨ ઓક્ટોબર ની સ્ટીમરમાં બુકીંગ
કરાવેલ છે તેમ જણાવે
છે. એમના પત્રમાં જણાવે
છે. અસમી સાથ પિતાજી
જટુ તરફથી ખુશી ખબરનાં પત્રો
આવે છે પરંતુ પિતાજી
ના દબાણ થી જ
જવાબ
આપી શકતા નથી તેમ
જણાવે છે. આપ છતાં
બે ચાર મહીને બે
પણ લાંબો પત્ર ખુશી ખબર
ના લખી નાખવા બીજું
ચિ. ભા. ભરત ના
નું સગપણ શ્રી આર.
જે. શાહ (ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર
રાજ્ય ના નાયબ મુખ્ય
મંત્રી પ્રધાન) ની નાની બહેન
સાથે વેવિશાળ થયું છે અને
પૂ. પિતાજીનાં દુકાન ના પિતાંબરે ન
સગંત નું સગપણ પૂ.
ઉપરોક્ત મિત્રની દોહિત્રી કીર્તિ બહેન મુબઈની હીરાચંદ
વેવિશાળ થયું છે આ
બન્ને પક્ષે પાસ ખુશી ખબર
તને જણાવું છું -
જાણ્યું,
તારા સાગર તારી યુનિ
માં સ્વીમીંગ પૂલમાં નહાવા ગયામાં કે તરવામાં અક્ષમ
નથી પરંતુ બહાર ગામોનાં અજાણ્યા
તળાવોમાં તરવા જવાનું સાહસ
ન કરવું તે ખાસ ધ્યાનમાં
રાખવું.
રાજકોટમાં
factory ઠીક છે. હવે ચોમાસુ
શરૂ થયું એટલે સીમેન્ટ
થોડો સ્લો થશે. ભારે
એક in advance વેચાણ કરી રાખેલો ચાર
થી પાંચ ક્રોડનો ડીલીવરી
આપવાની બાકી છે. પરંતુ
ઇન્સ્ટ્રકશન વાળો એ આપતા
હોય છે તે આ
મહિનામાં આવી સાથે ૧૬
ટ્રેકટર આવ્યા હોય તે તો
નફો લખ્યો છે એ. ખેંચાણ
પધારો પછી ટાયર સપ્લાય
કરવા માટેનો આપશે આપશે તે
સાથે વાંધા ઉઠાવ્યા છે કિયાનો વારો
આપશે આપશે ને સાથે
થોડા રૂપિયા થયા છે એટલે
ભાઈ કાંતિભાઈ એમના પિતાજી નું
આઇડેશ મારી જગા એસ.
આર. અન્ધુભાઇ લાયસન્સ માટે રશ - ઘસ
ઘસ મેળવવા માટે અને ચામુંડિયા
માટે રશ - ઘસ ઘસ
ને ત્યાં અમરરાજદીશ થશે થઈ જશે
- ચંદા બહેન તથા પ્રજ્ઞા
કુશળ, ત્યાંના મિત્રોના ચિ. સૌ. પ્રમોદ
ભાઈ ને હાથો હાથ
તારી બહેન ને પત્ર
ખુશી ખબરના લખી નાખવા હાલ
તો તારી તબીયત બરાબર
સંભાળજો એ જ આશિષ.
B.C. બાપુજી ના શુભાશીર્વાદ
જટુભાઈ,
તમારો
પત્ર રાજકોટ થઈ અહીં મળ્યો
વાંચી આનંદ. હવે તો તમારી
પરીક્ષા પુરી થઈ ગઈ
હશે. બહેન ચિ. કલકત્તા
પહોંચી ગયા છે. એ
લોકો ગયા પછી ઘરમાં
સાવ સુનકાર થઈ ગયો. ભેગા
થઈએ છીએ ત્યારે સૌ
-
એક
સાથે વસ્તી થઈ જાય છે,
પરંતુ દિનેશ તથા મંજુબહેન પણ
થોડા દિવસ રહી ગયા.
સૌ એક સાથે જ
ચાલ્યા ગયા અને ઘરમાં
અમે બે લોગ રહ્યાં
એટલે થોડા દિવસ તો
ઘરમાં ગમે નહી પરંતુ
વેશોથી એ રીતે ટેવાઈ
ગઈ એટલે પાછો એનો
એ ક્રમ ચાલુ થઈ
જાય.
અહીં
વરસાદ શરૂ થઈ ગયો
છે આપણી વાડીમાં માંડવીની
વાવણી થઈ ગઈ છે.
તમારો
પાર્ટનર - હોસ્ટેલ બહાર ગામ ચાલ્યો
જવાથી તમે પણ હવે
મોકળા થઈ જશો - સ્વીમીંગ-પૂલમાં તરવાનું શરૂ કર્યું એ
જાણ્યું મઝા આવતી હશે,
આપણી વાડીમાં ૧૪' નો કૂવો
બે-ત્રણ વાર ઉનાળામાં
ભર્યો હતો જેનો લાભ
ગામલોકોએ ખૂબ લીધો.
આ
કાગળ ત્યાં પહોંચશે ત્યારે મને લાગે છે
કે આ પેન્સિલથી લખેલા
અક્ષરો ઝાંખા પડી ગયા હશે.
પેન બગડી એટલે પેન્સિલ
વાપરી છે.
— માતૃશ્રી
Chunilal M. Parekh
Vadia, (Saurashtra)
Bombay (India)





No comments:
Post a Comment