હેમેન્દ્રકુમાર
ચુનીલાલ પારેખ,
૧૩૧,
સ્ક્વેર હોસ્ટેલ,
વલ્લભ
વિદ્યાનગર,
આણંદ.
૨૦,
ગોખલે રોડ (નોર્થ)
૪થે
માળે,
મુંબઈ
૨૮.
૨-૮-૫૧
પ્રિય
મિત્ર,
તારો
પત્ર શનિવારે મળ્યો વાંચ્યો, ઉમાના કરુણ મૃત્યુ વિષે
જાણ્યું અને અડેવારની એ
નાની ઉમા મારી નજર
આગળ ખડી થઈ ગઈ.
મૃત્યુ વખતે તો કદાચ
૫-૬ વર્ષની હશે
પરંતુ મેં તો તેને
૨||-૩ વર્ષની હતી
ત્યારે જોયેલી. અડેવાર આપણી સાથે તે
પણ દરિયા કિનારે આવેલી અને પાછા ફરતી
વખતે જ્યારે આપણાં ઘર પાસે છૂટા
પડવાના હતાં તે વખતે
ઉમાએ મારી સાથે આવવાનો
આગ્રહ રાખેલો તે આખું દૃશ્ય
અત્યારે પણ આંખ આગળ
ખડું થાય છે. ખેર!
પ્રભુની જેવી ઈચ્છા. ઝેર
ઉતારવાના તો દરેકે પ્રયત્ન
કર્યા જ હશે? ....
બીજું
તારા પત્રથી જાણ્યું કે તેં મને
૪-૫ પત્રો લખ્યા
છે પરંતુ મને તો ફક્ત
તારું આ જ પોસ્ટકાર્ડ
મળ્યું છે. તને પત્ર
લખવાનો તો કેટલાય દિવસથી
વિચાર કરતો પણ પત્ર
ક્યાં લખવો એ પ્રશ્ન
મૂંઝવતો.
પ્રવીણ
મઝામાં હશે તેને પણ
પત્ર લખવા જરૂર કહેજે.
તેં તારા "ફોર્મ" ગ્લોબ ફાઇનાન્સ
ના
કેટલા વહેંચ્યા તે જણાવજે મેં
તો હજી ફક્ત એક
જ ફોર્મ વહેંચ્યું છે.
દીનુભાઈ
આફ્રીકા જવા માટે મુંબઈ
આવ્યા ત્યારે દાદર સ્ટેશન પર
સૌરાષ્ટ્ર મેલમાં જ તેમનો ભેટો
થઈ ગયેલો અને બપોરે પણ
ઘરે આવેલા મારું એડ્રેસ તેઓ લઈ ગયા
છે હવે પત્રની રાહ
જોઉં છું?
રાજુ
તને કોઈ કોઈ વાર
યાદ કરે છે તોફાન
તો એટલા જ કર્યા
કરે છે.
લિ.
એજ



No comments:
Post a Comment