સૌ.
ભારતીબેન
H. C. Parekh 603-604, A WING
LOKDARSHAN Military Road - Marol
PIN: 400059
City: BOMBAY
પૂ.
હેમંતભાઈ, વ્હેન ભારતી ચિ. મનીષ, નિર્મીત
સૌ. નિયતિ ચિ. ... વ્હાલી અનોખી અને અનેરી સંવત્સરી
નિમિત્તે પ્રતિક્રમણ કરી આપ સર્વેને
ખમાવું છું - ગયા વર્ષે મારાથી
કોઈપણ રીતે આપનું મન
દુભાયું હોય તો મને
માફ કરશો - પૂ. બા કાકા
એ ખમાવવાની સાથે સર્વેને આશિષ
લખાવ્યા છે - પૂ. કાકાની
તબિયત છે એમની જેમ
છે - ખૂબ જ થાકી
ગયા છે રોજ નશાશા
નાખે છે પણ બીજી
રીતે તબિયત સારી છે - છોકરી
કામ કરનાર સારી મળી ગઈ
છે એટલે રાહત છે
- સૌ. નિયતિને કાગળ આપેલો જેણે
તેનું નામ તો પહેલે
દિવસથી જ ખૂબ ગમેલું.
બંનેની તબિયત સારી હશે - તમારા
ઘર ભર્યું ભર્યું થઈ ગયું હશે
- દર્શન - વિવેક વેલી ઓફ ફ્લાવર્સ
બદ્રીનાથજી - અને કેદારનાથજી ટ્રેનિંગ
માટે
ગયેલા
- હવે ટ્રેનિંગ પૂરી થઈ ગયેલ
છે અને મરુતિથી ફોન
આવી ગયો ખૂબ મજા
આવી અને કહેતા હતા
કે આ ઉંમરે જ
આવી આટલું ચાલી શકાય અને
અનુભવ મેળવી શકાય - રોજના એ લોકોને ૧૫
થી ૨૦ કી.મી.
ચાલવાના અને આ રીતે
૧૦ દિવસનો કેમ્પ હતો - મીલી પણ રાજકોટથી
ગયેલી આજે તે દિલ્હીથી
અહીં સીધી આવવાની છે
અને પછી ૨ બપોરે
રાજકોટ જશે - ચિ. નિર્મીતના લગ્ન
૩૦ નવેમ્બરના નક્કી કર્યા તે જાણી આનંદ
થયો - બંને જણા ખૂબ
સુખી થાય તે ઈશ્વર
પાસે પ્રાર્થના - ભદ્રાબેન રોજ આવે છે
- બા મજામાં છે - અહીં હોવાથી
ખૂબ શાંતિ છે - હવે તો
કાકા થોડું સમજી ગયા છે
અને ગુલમોહર ફૂરે ઈસ્ટે છે
તેમ સમજાવી દઈએ તમે અમદાવાદ
ક્યારે આવો છો? બા
તમારી ખૂબ રાહ જુએ
છે - મારી સ્કૂલ નિયમિત
ચાલે છે - મંચ આવે
છે - દેવુએ અહીંથી જઈને ખમાવ્યા છે
- હવે ટાઈમ નથી કાગળ
લખવા ફોનમાં વધારે વાત કરવી નહીં
અને કાગળથી સંતોષ થાય - લી. સરલાના સ્નેહવંદન.
શા.
હેમંતભાઈ અ.સૌ. ભારતી
સૌ. નિયતિ ચિ. મનીષ ચો.
પૂજા ચિ. નમીત ચિ.
અનોખી ચિ. અનેરી સર્વેના
આશીર્વાદ અને અભિનંદન. ૨૭મી
સર્વેને સુખારામ એક ઈશ્વર પાસે
યા યાત્રા ગયા ૫ વર્ષો
અમારા થી અદભુત અયય...
છે કંઈ આપેલ છે
તે સદ સર સંબંધ
થી તમો સર્વેને ખમાવું
છું. ... હોવાની વાત જાણી ઘણો
આનંદ થયો. આ ... સરલાનો
કાગળથી બધી વિગત જાણી
હશે જ. ... પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન.
પ્રિય ભારતી, અમારું અપાયાનું કાર્ડ મળ્યું હશે - કેટલા વખત પછીથી તને
કાગળ લખું તું પણ
કોઈ દિવસ કાગળ લખ.
તે બધા મજામાં હશે.
અમે મજામાં છીએ. હવે ઘરમાં
લગભગ set થઈ ગયા છીએ.
મુંબઈ આવવાનું ખૂબ મન થાય
છે. મુંબઈ માટે ત્રણ attraction છે.
ઘર, દીકરી અને વહુ (જોવાની)
જોઈએ ક્યારે અવાય છે - જતિનની
વહુ ગઈ તા-૨૩મી
રાખડી બાંધવા અને તેમણે બહુ
Hall માં function રાખેલ. ત્યાં આવવા માટે ખૂબ
જ આગ્રહ હતો પણ પૂ.
કાકાની તબિયત એ દરમ્યાન સારી
નહોતી તેથી ત્યાં આવવાનું
મન ન થયું. ત્યાં
બધાની તબિયત સારી હશે. અનેરી
હવે set થઈ ગઈ હશે.
પૂ. હેમંતભાઈ મજામાં. ઈશ્વર બધાને સાદી, બસ એ જ
અહીં ક્યારે આવો છો - ભદ્રા.
BOMBAY G.P.O. UNPAID (dated
11.9.92)
BOMBAY DELY (dated 12-9-92)
J.B. NAGAR (dated 12-9-92)
d15 11/9/92





No comments:
Post a Comment