Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Saturday, 21 January 2017

PARIMAL CHITALIA- 26/11/1955

To, Hemen. C. Parekh. B.E. 616, E. Daniel. Champaign (Illi). U.S.A.

 

39, Junnarkar Hostel V.V. Nagar Anand. D. 26-11-55.

પ્રિય હેમુ, તારો પહેલો કાગળ આણંદથી મુંબઈ આવ્યો અને જે દિવસે હું ટૂરમાં ગયો તે દિવસે મળ્યો અને તે કાગળ મેં આચાર્યને પાછો મોકલેલ કે જેથી તે મંગાવેલ વસ્તુઓ તને મોકલી શકે. બીજો કાગળ હું જ્યારે ફરીને પાછો મુંબઈ આવ્યો ત્યારે મારી રાહ જોતો હતો. જવાબ લખવામાં આળસ કરી એટલે તું ગુસ્સે જરૂર થઈશ પણ મુંબઈમાં ફરવામાંથી વખત મળ્યો એટલે પત્ર મોડો લખ્યો.

આવર્ષે ટૂરમાં પૂર્વ અને ઉત્તર હિંદનો પ્રવાસ કરવા મળ્યો. મુંબઈથી ઓરંગાબાદ ગયા અને અજંતા તથા ઈલોરાની ગુફાઓ જોઈ. તે પણ કદાચ જોઈ હશે. ત્યાંથી તાતાનગર ગયા અને ત્યાંનું કારખાનું જોયું. જોકે તમારી માફક Detail માં જોવા મળ્યું અને જરૂર પણ નહતી. પછી કલકત્તામાં ચાર દિવસ રહ્યા અને ત્યાંનું Water supply, Sewage work અને Harbour જોયા. તે સિવાયના બધા જોવા લાયક સ્થળો અને બેલુરમઠ તથા દક્ષિણેશ્વર પણ ગયા. ફોટાઓ પાડવામાં જરાપણ Rationing હોવાથી વાંધો આવ્યો.

 

ત્યાંથી આસનસોલ ગયા અને D.V.C ના Dams તથા મેથોનની ખીણ જોઈ. પછી હરદ્વારની યાત્રાએ ગયા અને લક્ષ્મણ ઝુલા જોયું અને ગંગામાં સ્નાન કરીને બધા પાપ ધોયા. પછી ભાખરા નાગલ થઈને હિંદના બગીચા જેવા ચંદીગઢમાં દાખલ થયા. ચાર દિવસ ત્યાં રહ્યા અને પાછા હિંદમાં આવી ગયા. ત્યાંનું વાતાવરણ જોઈને તો Honeymoon કરવા ત્યાં જવું એવો વિચાર થયો પણ બાપાની ઈચ્છા હોય એટલે પ્રણય નકામો. ચંદીગઢ થઈને દિલ્હી અને આગ્રા જોઈને પાછા આવી ગયા. મુંબઈ આવી ગયો અને દસ દિવસ રખડી મુંબઈમાં કંટાળી પછી પાછો અહીના રણમાં આવી પડ્યો છું. પહેલા મહિના પૂરો આરામ કર્યો છે એટલે હવે બરોબર હિંમત રાખવાની રહે છે. 1st class માટે તો શી ખબર છે છતાં પુરી મહેનત કરીશ અને જો નસીબ હશે તો આપણે અમેરિકાની ભૂમી પર મળીશું. તારી ત્યાની પ્રવૃત્તિઓ જાણી. બહુ છોકરીઓ પાછળ ફરવામાં રહીશ તો ભણવાનું રહી જશે. માટે ધ્યાન રાખજે. અમેરિકન છોકરીઓ તો સીફતબાજ હોય છે માટે અંજાતો નહીં નહીંતર પછી હિંદની હવા પણ બગડશે. તેં ઘણી આશા આપી છે પણ ખબર નથી પડતી કે તારી પાસે આટલી બધી હિંમત ક્યાંથી આવી.

આચાર્ય આજકાલ આખી B.V.M સાથે લઈને ફરે છે. વિજળી વ્યવસ્થા બદલાવી છે અને એક રસોડે ૧૫૦ છોકરાઓ જમે છે. બધી વ્યવસ્થા

 

બિચારા બુઢ્ઢા પર આવી છે અને જીવતી હોય તેમ નવી હોસ્ટેલ પણ તેના હાથમાં છે એટલે કદાચ તેના લગ્ન પહેલાં તે મરી જશે તેમ લાગે છે. દિવાળીમાં આચાર્ય મુંબઈ આવેલ અને સાથે તેના ... પણ આવેલ એટલે દિવાળીને દિવસે તેને રસોડે મારે ઘરે જમાડેલ. મારા તથા બુઢ્ઢાના (દરેકના પોતાના પોતાની બૈરી સાથે) લગ્ન May માં લગભગ થશે તો તે વખતે હાજર થઈ જજે (સ્વપ્ને આવે તો વધારે સારું પણ સીફતબાજ જોઈએ). પત્રોનો વહેલો જવાબ લખજે. તારા ડ્રોઈંગ અને રીપોર્ટ આજકાલ રવાના કરીશું. આચાર્ય હાજર નથી અને રવાનાનો ટાઈમ થઈ ગયો છે એટલે પોસ્ટ કરી દઉં છું બીજા કાગળમાં આચાર્ય પણ પત્ર લખશે. અમે બધાં મજામાં છીએ અને તને યાદ કરીએ છીએ. બધા મિત્રો યાદ કરે છે. તું મજામાં હોઈશ. પત્ર લખજે મેં પત્ર મોડો લખ્યો છે તેનો બદલો મોડો જવાબ લખીને નહીં લેતો. છેલ્લે છેલ્લે મોડા મોડા પણ નવા વર્ષના તને અભિનંદન અને કેમેરો લાવ્યો હોય તો તેને પણ. રણછોડરાયને યાદ અને રામસુખને.

સી u પરિમલના જયગોપાલ

P. S. Chitalia. 39, Junnarkar Hostel V.V. Nagar ANAND. INDIA.

 







No comments:

Post a Comment