Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Monday, 16 January 2017

JAYANT ALAGIA- 03/08/1955


Hamendra C. Parekh

c/o Vicas Corporation

Patel Building

RAJKOT

INDIA (Saurashtra)

 

માટે તે તે પ્રમાણે તમારે માટે પાસ બનાવશે. કૂપો પણ વધુ માંગશે અને તમને આપશે. માંગવાથી બધું મળે છે. પ્રકાશ આવશે અને ચિંતા કરશો નહિ.

અહીં ૧૫મી સુધીમાં આવી જશો તો ચાલશે. તરત ફી ભરી પડશે અને ફી ત્રણસો ડોલર છે તે સાથે ટ્રાવેલર્સ ચેકમાં લેતા આવજો. બાકી ખર્ચ પાછળથી મંગાવી શકાય. એમ ના કરવું હોય તો મારે સરનામે પૈસા મોકલાવી દેજો. (સ્ટીમરમાં બે ડોલર ટીપના સ્કૂલ ફી (બે) સુધીને આપવાના)

ઈંગ્લેન્ડ સુધી પ્લેનમાં અને ત્યાંથી સ્ટીમરમાં આવવાનો વિચાર મને ઠીક લાગ્યો છે. સ્ટીમર પરથી મને પત્ર લખજો. તમે ક્યારે ન્યુયોર્ક પહોંચશો તે જણાવશો. હું committee on friendly relations ને લખીશ અને તેઓ સામે લેવા આવશે. કસ્ટમમાં Ivory Articles

 

ની કિંમત બહુ ઓછી જાહેર કરશો. મને ખબર છે કે ૧૫ ડોલર જાહેર કરશો તો ડોલર કસ્ટમ પડશે. Ivory માં ભેંસ અને ગાયના તો સરસ. આવી વસ્તુઓની અહીં લાવવાને ખૂબ કિંમત થાય છે. અહીં આવશો ત્યારે તમને અહીં બધું ખૂબ મોંઘું લાગશે. આપણે ત્યાં રૂપિયો ને અહીં ડોલર. આપણે ત્યાં જે વસ્તુ પાંચ રૂપિયામાં લાવે અને તે અહીં પાંચ ડોલરમાં મળે. ઘણા બધા અંડરવેર, મોજા, sleeping suits લાવો. શેરવાની અને કુરતા પાયજામા (નહેરૂ પહેરે છે તેવા) તથા ખાદીની ટોપી બે ચાર બહુ તન્મય થઈ પણ નવા મોટા માપના સીવડાવજો નહિ તો અહીં આવશો ત્યારે ટૂંકા પડશે.

પલંગની ચાદર અહીં પાંચ ડોલરના મળશે.

વાત એમ છે કે કાગળ કેમ ભરવો તે મને મુશ્કેલી પડી છે.

ન્યુયોર્કમાં તો તમારા કઝીન છે એટલે વધુ તમને લખવું નહિ પડે. ગ્રેહામ્ડ બસમાં ન્યુયોર્કથી શામ્પિયન આવજો. શામ્પિયનમાં કેમ્પસ સ્ટેશન પર ઉતરી જજો અને સામાન પણ કાઢી લેજો અને ત્યાંથી ટેક્ષી કરી આપણા ઘરે આવજો. આપણા નવા ઘરનું સરનામું હું તમને પછી જણાવીશ તમારા જવાબ પર કે એવો ફોન પર પત્ર લખશો ત્યારે.

Discovery of India by Jawaharlal Nehru લેતા આવશો તો ખૂબ આનંદ આપશે. મારી પાસે આશ્રમ ભજનાવલિ, કરુણાત્રિ, અનાસક્તિયોગ ગીતા, Conquest of Life (Gandhiji) આટલા પુસ્તકો છે. Our India - Masani ની નવી આવૃત્તિ પણ લેતા આવજો.

ટીઝાર્ડ જેવી વસ્તુઓ લાવવી નહિ પણ પ્રોજેક્ટર, આપણા તન્મય લાવશે. ડ્રોઈંગ લાવવાની જરૂર નથી. તમારા બધા ફોટોગ્રાફ્સ લેતા આવજો. બેડ શીટ કવર આપણે ત્યાં ઘણા સરસ ને સસ્તા મળે છે, અહીંથી તો મેં હજુ લીધા નથી - મોંઘા છે.

ખૂબ ગરમી પડે છે.

અહીં કાંડા ઘડિયાળ ઘણી મોંઘી મળે છે. મારી ઘડિયાળ બગડી ગઈ - રીપેર ફી ૧૨ ડોલર! સોના વિના ઘડિયાળ મોંઘી છે.

હવે તો કંઈ યાદ નથી આવતું. આવશે તો વળી પછી લખીશ.

Wish you good luck. બા બાપુજી વગેરેને પ્રણામ. લી. હરેન્દ્રના નમસ્તે

તમને સમય ઓછો છે હિસાબે શોર્ટમાં મારા ભાઈ તથા ભાભીને મળવા રાખજો ચિંતા ના કરશો. એમને પણ હું અલગ પત્ર લખું છું.

 




No comments:

Post a Comment