Hamendra C. Parekh
B.E.
Vicas Corporation
Patel Dharmashala
Near Power House
Rajkot.
પ્રમોદના
પ્રણામ)
B. 110 Vallabh Vidyanagar Via.
Anand. ૨૭-૬-'૫૫ (27-6-'55)
પ્રિય
ભાઈ હેમેન્દ્ર, તું B.E. ભણતો ત્યારે આપણે
B.V.M.માં મળ્યા હતા. તું રોતો
રોતો Ist classમાં પાસ થયો.
મેં આશા છોડી હતી
ત્યાં IInd class આવ્યો. વચમાં પરીમલને લગ્નની લાલચ આપી મારી
માફક રાહ જોતો મૂકી
દીધો. આમ કેટલોય સમય
પસાર થઈ ગયો પણ
તારો કોઈ વાવડ મળ્યા
નહિ. તું આવડો મોટો
થયો પણ સાવ એ....
જેવો જ રહ્યો. એલા
હવે તો કંઈ સુધર.
મેં તો તારી મુંબઈમાં
રાહ જોઈ હતી પણ
તું મોંઘો ઘણો શામાં પડ્યો
હોઈશ કંઈ પતો જ
ખાધો નહિ. સાંભળવા મળ્યું
ને તું પાતાળ પ્રદેશમાં
જવાનો છે. અલ્પા તને
ય હોલીવુડની ઘેલછા થઈ.! ના, ભાઈ
ના, ઘેલછા બહુ ખરાબ વસ્તુ
છે. તારું મન મનાવી આપ.
આમે ય તું બટુક
રહ્યો. મોટાંઓએ તો તને રાજી
રાખવો રહ્યો. પણ મી. બાધા,
અમે તને રાજી કરીએ.
બદલામાં તારે અમને મળવું
જોઈએ કાગળ લખવો જોઈએ.
અને Ist class આવ્યો તો કંઈ મીઠું
મોં પણ કરાવવું જોઈએ.
બીજું ઘણું ઘણુંય તારે
કરવા જેવું છે પણ આપણા
કાર્ડમાં શું સમાય! એટલે
ટૂંકમાં એટલું જ કે તે
નવરો બાપા જેવો બેસી
રહીશ તો હવે તો
અહીં
આવી જા યા એનાદ
પત્ર તો સત્વર લખ.
હું અહીં કોલેજમાં સહીય
મન ખેલી રાહ જોઉં
છું. ચોક્કસ જવાબ ક્યારે મળશે
તેલ ખબર મળ એટલે
પણ અહીં જ ધામ
છે. પરીમલ અને મુંબઈ નવરો
છો. પોતપોતાને પન્ને બબ્બે પરણાવવા વાંધો નહિ. અનુભવીઓએ કહ્યું
છેને રાહ જોવાથી ગાંઠ
મજબૂત થાય છે. તારા
સમાચાર આપજે. પત્ર વહેલો લખજે.
(પ્રિય
ભાઈ) હેન્દુ, લા.જી.ના
જયભારત.
આ
બુઢાએ આખું કાર્ડ વાપરી
નાખ્યું એટલે હવે મને
જેટલું મળે તેનાથી સંતોષ
માનવો રહ્યો. તારી ઉપર ગુસ્સો
ચડે છે કે સાલું
તું મને રાંઢ કહેનાર
કોણ! પત્રમાં તમાચો મારવા સિવાય બીજો રસ્તો નથી.
એકાદ વખત આણંદ આવતા
જ પછી અમેરિકા જવું
હોય તો જજે. લિ.
મંગળાના ...



No comments:
Post a Comment