હવાઈ
પત્ર
To,
Mr. HEMENDRA C. PAREKH.
(B.E.)
616 E DANIEL STREET
CHAMPAIGN
ILLINOIS
U.S.A.
રાજકોટ,
તા. ૨૧-૧૦-૫૫
પ્રિય
ભાઈ આલગીઆ,
$\quad\quad\quad$ આભાર
!!! બે દિવસ પહેલાં Admission letter આવી ગયો
છે. ૬-૨-'૫૬
ની સવારે પહોંચવાનું જણાવે છે. મારો વિચાર
તા. ૧-૨-'૫૬
ની આસપાસ આવવા છે, આ
માટે મારે લગભગ ૧-૧-'૫૬ ની
આસપાસ (દરિયામાર્ગે) રવાના થવું જોઈએ. આ
વિષે તમારું સૂચન જણાવશો.
વળી
ત્યાં રહેવા માટે શું સગવડ
થશે? તમે રહો છો
ત્યાં મારા માટે જગ્યા
થશે કે કેમ? અગર
જો તે શક્ય ન
હોય તો બીજી શું
સગવડ થઈ શકે? તમે
આ વર્ષ પૂરું થતાં
ત્યાં જ રહેવાના છો
કે બીજે જવાના છો
તે પણ જણાવશો.
$\quad\quad\quad$ ત્યાં
આવતાં પહેલાં શું તૈયારીઓ કરવી,
શું લાવવું વગેરે વિસ્તારપૂર્વક લખશો. તમારી સર્વે મિત્રોની કુશળતા ઈચ્છું છું.
રાજ
રમેશ
પ્રિય
હેમેન્દ્ર,
આવી
ગયો છે. હાથીદાંતની માળા
એ આટલું જલ્દી કામ કર્યું હશે
તેમ માનું છું! હું હવે
ત્યાં તદ્દન "જુનો" થઈ ગયો હોઈશ.
તમારી સાથે રહેવા માટે
સગવડતા છે કે કેમ?
ત્યાં
આવવા માટે , હું અથવા ભાઈ
આલગીઆ શું તૈયારી કરવી
તે "Detail" માં લખશો. ખાસ
કરીને કપડાં, પુસ્તકો, રસોઈની વસ્તુઓ (તમે જાતે રાંધો
છો તે ખબર મળ્યા
છે), વગેરે.
તારી
તબિયતમાં કંઈ ફેરફારો થયા
કે કેમ તે લખજે
(કેટલા પાઉન્ડ વધ્યો?) વળી જો લોન
અલગ અલગ રૂા. ૬૦૦૦/-
મળે તો ઘરના કેટલા
કાઢવા પડે?
હવે
બે મહિના નોકરી કેમ થશે તે
સમજાતું નથી (NO "JUICE" in
it!).
રાજ
રમેશ
પ્રિય
ભાઈ જોષી,
સાથે
નહોતો લખી શક્યો તેથી
હવે લખું છું.
તમારા
દિકુ અને દિકુ ઉપરના
પત્રો વાંચ્યા. તમે લખો છો
કે અમે શીખેલું structure વગેરે ભુલી
ગયાં- તે કેમ તે
સમજાવશો.
તમારે
એક સેમેસ્ટર વધુ કેમ કરવું
પડશે? હું તો માનું
છું કે M.S. એક વર્ષમાં થઈ
શકે છે - મારી તૈયારી
પણ તેટલી જ છે (નાણાંકીય)
તો એ વિષે માહિતી
મોકલશો. વળી અન્ય પણ
સૂચનો મોકલશો. $
કુશળ
હશો,
રાજ
રમેશ
Ramesh Mehta
Navin-Bhuvan
Jagnath Plot
Rajkot.





No comments:
Post a Comment