Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 20 January 2017

NANAK MEGHNI- 15/06/1950

હેમેન્દ્ર ચુનીલાલ પારેખ

C/o. વિકાસ કોર્પોરેશન,

~~પોસ્ટ ઓફીસ સામે~~

૩૧, પટેલ બિલ્ડીંગ,

પાવર હાઉસ પાસે, ~~વડિયા~~

રાજકોટ (Rajkot)

~~VADIA~~

MILAP

તા. ૧૫//૫૦  મસ્તક આશીર્વાદ પહોંચી ગયો છે.

 

પ્રિય ભાઈ બટુક, પૂ. ફોઇ-ફૂવાને વંદન. ભાઇઓ, બહેનો અને ભાભીને સ્મરણ. તારૂં પત્તું હજી હમણાં મળ્યું. એસ.એસ.સી.ની 'ક્લાસમાં' ૫૧૩ માર્ક્સ લાવી સૌરાષ્ટ્ર આખામાં પ્રથમ નંબરે આવ્યો જાણી ખુબ ખુબ આનંદ થયો. મારાં હાર્દિક અભિનંદન!– મોડા મોડા અને વાસી તોય સ્વીકારશે! તારા આવી ઝળકતી ફતેહની તો તને જાણતા હોય તેવા સૌ કોઈએ આશા રાખી હશે. મને તો વાતની પહેલેથી ... ટકાઅરે એકસો ને એક ટકા! — ખાત્રી હતી. તારી, વર્ષથી શરૂ થતી કોલેજ-કારકિર્દી પણ ઉત્તરોત્તર વધુ ને વધુ તેજસ્વી બને એવું ઇચ્છું છું. રાજકોટની કોલેજમાં દાખલ થઈ ગયો જાણ્યું. Admissionની મુશ્કેલી તો તને હોય શાની! ઉલટું, તારા જેવા સ્કોલરને તો કદાચ કોલેજ તરફથી પણ આમંત્રણ મળતું હોય છે એવું સાંભળ્યું છે. રાજકોટ (કે ભાવનગર?) સેન્ટરમાં તો તું પ્રથમ હઈશ ... ? વિગતવાર પત્ર કોલેજ ખૂલ્યે લખજે. જીતુ

 

એથી યુનિ. તરફથી પણ તને કંઈ સ્કોલરશીપ મળી હશે. સાયન્સ લીધું તે જાણી વિશેષ આનંદ થયો. તારી કોલેજમાં પણ તને બેત્રણ સ્કોલરશીપ મળવાની ! હવે તો સ્કોલરશીપોના ઢગલે ઢગલા! તારા વિષયવાર માર્ક્સ નવરાશે લખજે.

હાં, હવે મુખ્ય વાત. F.Y.Sc.નાં બધાં પુસ્તકો અમને તો અમદાવાદના અમારા એક પાડોશી-મિત્ર પાસેથી મળ્યાં હતાં એટલે તો બધાં અમે ભણીને તરત એમને પાછા સોંપી દીધા છે. ઇન્ટર પણ હું એમના પુસ્તકોએ ભણ્યો. અમે ખરીદેલાં માંડ એકાદબે ચોપડીઓમાંથી કોઈ જશે તો તપાસ કરી જરૂર મોકલીશ. કોલેજનાં પુસ્તકો તો ખરીદવા કરતાં કોઈ મિત્ર પાસેથી મેળવવા પ્રયત્ન કરજે.

વધુ પછી. – નરેન્દ્ર

 





No comments:

Post a Comment